________________
१५८
तत्त्वन्यायविभाकरे
સમાધાન – અવયવી દ્રવ્યની અપેક્ષાએ પર્વત આદિમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષની પ્રસિદ્ધિનું કથન છે. વળી અતિ સૂક્ષ્મ ઇક્ષિકાથી (ખૂબ બારીકાઈથી) તો વિચાર કરતાં કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ નથી, કેમ કેઅમ્મદ્ આદિ પ્રત્યક્ષમાં સમસ્ત વિશેષ(પર્યાય)થી અર્થના સાક્ષાત્કારમાં શક્તિનો અભાવ છે. વળી કેવલીનું પ્રત્યક્ષ જ ત્યાં સમર્થ છે.
तदेवं धर्मिसाध्यसाधनरूपमनुमानस्य प्रधानभूतमङ्गत्रयं निरूप्य सम्प्रति हेतुं विभजते
हेतुर्द्विविधो विधिस्वरूपः प्रतिषेधस्वरूपश्चेति । तथा विधिस्वरूपो हेतुर्द्विधा, विधिसाधको निषेधसाधकश्चेति, एवं प्रतिषेधस्वरूपो हेतुरपि ॥ १० ॥
हेतुरिति । विधिस्वरूप उपलम्भस्वरूपः, प्रतिषेधस्वरूपोऽनुपलम्भस्वरूपः । विधिस्वरूपस्यापि द्वैविध्यमाह तथेति, ईदृशमेव प्रकारभेदं प्रतिषेधस्वरूपहेतावप्यतिदिशति एवमिति । तथा च विधिसाधको विधिरूपः, निषेधसाधको विधिरूपः, विधिसाधकः प्रतिषेधरूपः, निषेधसाधकः प्रतिषेधरूपश्चेति हेतुश्चतुर्विधः फलितः । एतेनोपलम्भस्वरूपस्य हेतोविधिसाधकत्वमेवानुपलम्भस्वरूपस्य हेतोः प्रतिषेधसाधकत्वमेवेति केषाञ्चिन्नियमो निरस्तः । साध्यसाधनयोर्गम्यगमकभावे व्याप्तेरेव प्रयोजकतया व्याप्तिसत्त्वेन विधिसाध्ये उपलम्भरूपहेतोर्गमकत्वस्येव तत्सत्त्वेऽनुपलम्भहेतोरपि तत्साधने गमकत्वस्य दुर्निवारतयैकशेषस्यानुचितत्वादिति ॥
આથી આ પ્રમાણે ધર્મ-સાધ્ય-સાધનરૂપ અનુમાનના પ્રધાનભૂત ત્રણ અંગોને કહીને, હવે તેના હેતુનો વિભાગ કરે છે.
ભાવાર્થ – “હેતુ, વિધિસ્વરૂપ અને નિષેધસ્વરૂપના ભેદથી બે પ્રકારનો છે, તેમજ વિધિસ્વરૂપ હેતુ, વિધિસાધક અને નિષેધસાધકના ભેદથી બે પ્રકારનો છે. એ પ્રમાણે પ્રતિષેધસ્વરૂપ હેતુ પણ જાણવો.”
વિવેચન – વિધિસ્વરૂપ એટલે ઉપલંભરૂપ (ઉપલબ્ધિરૂપ-ભાવરૂપ). પ્રતિષેધસ્વરૂપ એટલે અનુપલંભરૂપ (અનુપલબ્ધિરૂપ-અભાવરૂપ). વિધિસ્વરૂપી હેતુના બે પ્રકારો તથા પ્રતિષેધસ્વરૂપી હેતુના બે પ્રકારોને કહે છે. “૧-વિધિ(રૂપ સાધ્ય)સાધક વિધિરૂપ, ૨-નિષેધરૂપ સાધ્યો સાધક વિધિરૂપ, ૩-વિધિ(સાધ્યરૂપ)સાધક પ્રતિષેધરૂપ અને ૪-નિષેધ(સાધ્ય)સાધક પ્રતિષેધરૂપ એમ હેતુ ચાર પ્રકારનો ફલિત થાય છે. ઉપરોક્ત કથનથી ઉપલંભરૂપ સ્વરૂપ હેતુનું વિધિરૂપ સાધ્યનું સાધકપણું જ છેઅનુપલંભસ્વરૂપી હેતુનું પ્રતિષેધરૂપ સાધ્યનું સાધકપણું જ છે.” આવો કેટલાકોનો નિયમ નિરસ્ત થાય છે. વળી સાધ્યસાધનના ગમ્યગમકભાવમાં વ્યાપ્તિનું જ પ્રયોજકપણું હોઈ, વ્યાપ્તિના સત્ત્વથી વિધિરૂપ સાધ્યમાં ઉપલંભરૂપ હેતુના ગમકપણાની માફક, વ્યાપ્તિના સત્ત્વમાં અનુપલંભ હેતુનું પણ વિધિરૂપ સાધ્યના સાધનમાં ગમકપણું દુર્નિવાર-અનિવાર્ય છે, માટે બેમાંથી એકશેષ રાખવો અનુચિત છે.