________________
द्वितीयो भाग / सूत्र - ३, चतुर्थः किरणे
१४७ વિવેચન – ખરેખર, જે વ્યાપે છે અને જે વ્યાપ્ત થાય છે, ખિરેખર વહ્નિ ધૂમમાં વ્યાપ્તિ કરે છે અને વહ્નિ વડે ધૂમ વ્યાપ્ત થાય છે. આ પ્રમાણે વ્યાપ્તિ વદ્વિ-ધૂમનો ધર્મ છે, જે ધર્મીપર્વત આદિમાં છે. “સર્વત્ર' આ પ્રમાણેનું પદ વ્યભિચારના વારણ માટે છે. “સર્વ એવું પદ બાધના વારણ માટે છે. “તત્રેવ' એવું પદ બાધના વારણ માટે છે.] તે બંનેનો ધર્મ ‘વ્યાતિ' કહેવાય છે. જ્યારે વ્યાપકધર્મપણાએ તે વ્યાપ્તિની વિવફા, ત્યારે જે ધર્મમાં વ્યાપ્ય છે, તે ધર્મીમાં સર્વત્ર વ્યાપકનું સત્ત્વ જ છે. વ્યાપક ગતધર્મ વ્યાપ્તિ કહેવાય છે. જ્યારે વ્યાપ્યધર્મપણાએ વ્યાપ્તિની વિવક્ષા કરાય, ત્યારે જે ધર્મીમાં (કારણરૂપ) વ્યાપક છે ત્યાં જ (કાર્યભૂત) વ્યાપ્યાં સત્ત્વ છે. તે વ્યાપકના અભાવમાં વ્યાપ્યનો પણ અભાવ છે. આ પ્રમાણે તે જ વ્યાપ્તિ કહેવાય છે. પહેલામાં અયોગવ્યવચ્છેદથી અને અહીં અન્યયોગવ્યવચ્છેદથી અવધારણ જાણવું. ત્યાં હેતુનિષ્ઠ વ્યાપ્તિ જ ગમકતાનું અંગ હોઈ હેતૌ' એમ કહેલ છે. તથા અન્યયોગવ્યવચ્છેદથી પ્રાપ્ત અર્થને કહે છે. જે “આધ્યામતિ ' ધર્મીમાં વ્યાપક (અધિક દેશવૃત્તિ) કારણભૂત સાધ્ય છે, ત્યાં જ કાર્યભૂત હેતુનું સત્ત્વ છે. જ્યાં સાધ્ય નથી, ત્યાં તે હેતુનો અભાવ જ ઈતિ. “હેતુનિષ્ઠ વ્યાપ્તિ' કહેવાય છે. (આ અભિપ્રાય છે હેતુસાધ્યની વ્યાપ્તિ, અન્વયવ્યાપ્તિ, સાધ્યાભાવ હેત્વભાવની વ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ. અન્વયુવ્યાપ્તિમાં હેતુ વ્યાપ્ય છે, સાધ્ય વ્યાપક છે, વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવ વ્યાપ્ય છે અને હેતુ અભાવવ્યાપક છે. વ્યાપ્યનું વચન પહેલાં હોય છે અને વ્યાપકનું વચન પછીથી હોય છે. આવું કથન હોવાથી અન્વયવ્યાપ્તિમાં હેતુનો પહેલાં નિર્દેશ છે અને સાધ્યનો પછી નિર્દેશ છે. વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવનો પહેલાં નિર્દેશ છે અને પછી હેતુઅભાવનો નિર્દેશ છે. વળી પ્રકૃતમાં ધૂમ હેતુ છે અને વહ્નિ સાધ્ય છે. એથી જ અન્વયવ્યાપ્તિમાં ધૂમનો પહેલાં નિર્દેશ અને પછી સાધ્યનો નિર્દેશ. જ્યાં વતિ નથી, ત્યાં ધૂમ પણ નથી. એવી વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવનો પહેલાં નિર્દેશ અને પછી હેતુઅભાવનો નિર્દેશ.) આ કથનથી (૧) જે ધર્મીમાં (કારણરૂપ) વહ્નિ સાધ્ય છે, ત્યાં (કાર્યરૂપ) ધૂમ સાધનનું જ અસ્તિત્વ, અથવા (૨) જે ધર્મીમાં (કારણરૂપ) વહ્નિ સાધ્ય છે, ત્યાં (કાર્યરૂપ) ધૂમ સાધનનું સત્ત્વ જ વ્યાપ્તિ. એવું અવધારણ વ્યાજબી નથી, કેમ કે તેમાં જો માનવામાં આવે, તો જ વ્યાપ્ય (ધૂમ) નથી તેવી ચીજનો પણ ત્યાં ભાવ હોઈ, હેતુના અભાવનો પ્રસંગ પ્રથમ અવધારણમાં અને બીજા અવધારણમાં સાધારણ પ્રમેયત્વ આદિમાં હેતુપણાનો પ્રસંગ અને સપક્ષના એક દેશમાં અવૃત્તિ છે. (પર્વત) વદ્ધિવાળો છે, કેમ કે-ધૂમ છે. ઇત્યાદિ હેતુનું સપક્ષના એક દેશભૂત અયોગોલક (તપાવેલા લોખંડના ગોળા) આદિમાં ધૂમનું અવિદ્યમાનપણું છે, એમ ભાવ છે, તેથી હેતુપણાનો પ્રસંગ આવે ! આ જ વ્યાપ્તિઅહીં શાસ્ત્રમાં અન્યથાઅનુપપત્તિ આદિ શબ્દોથી વ્યવહાર કરાય છે. માટે કહે છે કે- ‘ચમેવેતિ !'
શંકા – “તથા ૩૫ત્તિ’ અને ‘માથાનુપત્તિ' રૂપ બે પ્રકારથી હેતુપ્રયોગ દેખાય છે તે તે શાસ્ત્રોમાં. જેમ કે-પર્વત’ વદ્વિવાળો છે, કેમ કે-તથા ઉપપત્તિ એટલે અન્વય અને અન્યથાઅનુપપત્તિ એટલે વ્યતિરેક. તો અહીં શા માટે “અન્યથાઅનુપપત્તિ જ વ્યાપ્તિ તરીકે દર્શાવી છે? આવી જિજ્ઞાસા હોયે છતે કહે છે.
સમાધાન – “વનિ જિનેતિ ' વહ્નિ સિવાય ધૂમની ઉપપત્તિ નથી. આવા પદથી વ્યતિરેકરૂપ અન્યથાઅનુપપત્તિ વતિની (કારણ) સત્તામાં જ ધૂમ (કાય)ની ઉપપત્તિ છે. આવા પદથી અન્વયરૂપ તોપ' પ્રદર્શિત કરેલ છે. આ બંનેમાં પણ પરસ્પર વ્યભિચારનો અભાવ હોઈ (જે ધર્મોમાં કારણરૂપ વ્યાપક છે ત્યાં કાર્યરૂપ વ્યાપ્યની હસ્તિ છે, તે ધર્મીમાં જ વ્યાપકરૂપ કારણના અભાવમાં કાર્યરૂપ વ્યાપ્યનો