________________
१४४
तत्त्वन्यायविभाकरे
સમાધાન-વ્યાપ્તિના નિશ્ચય પ્રત્યે સાધ્યનો નિશ્ચય અાયોજક છે, કેમ કે તર્કનામક પ્રમાણાન્તરથી જ વ્યાપ્તિનો નિશ્ચય છે.
શંકા – હેતુનિષ્ઠ અવિનાભાવનિશ્ચાયક તર્કથી જ સાધ્યની પણ સિદ્ધિ હોવાથી હેતુ અકિંચિત્કર ઠરશે જ ને?
સમાધાન – હેતુથી દેશ આદિ વિશેષથી અવચ્છિન્ન (વિશિષ્ટ) સાધ્યનું સાધન થાય છે. ખરેખર, તર્કદ્વારા સર્વ ઉપસંહારની અપેક્ષાએ વ્યાપ્તિગ્રહણવેળામાં વિશિષ્ટ પર્વત આદિનું ભાન નથી હોતું, કેમ કેધૂમાધિકરણ માત્રમાં સર્વત્ર પર્વત આદિની અનુવૃત્તિનો (અનુગામિપણાનો) અભાવ છે, તો અનુમિતિમાં પક્ષ કેવી રીતે ભાસે છે?
આ પ્રશ્નના જવાબમાં કહે છે કે-હેતુગ્રહણની અધિકરણતાની અપેક્ષાએ ક્વચિત્. જેમ કે-પર્વત વહિવાળો છે, કેમ કે ધૂમ છે. અહીં ધૂમનું પર્વતમાં ગ્રહણ હોવાથી અગ્નિનું પણ ત્યાં ભાન છે. એ દષ્ટિએ હેતુનું વિશિષ્ટ પર્વત આદિમાં ગ્રહણ થયેલ છે. એથી સાધ્યનું પણ ત્યાં જ ભાન હોઈ પક્ષ આદિનું ભાન છે. ક્વચિત્ અન્યથાનુપપત્તિના અવચ્છેદકપણાની અપેક્ષાએ પક્ષ આદિનું ભાન છે. જેમ કે-આકાશ સ્થિત ચંદ્ર છે, કેમ કે-જલચંદ્ર છે. ઇત્યાદિમાં આકાશમાં હેતુનું ગ્રહણ નહીં હોવા છતાં આકાશમાં ચંદ્રના અસ્તિત્વ સિવાય જલચંદ્રની ઉપપત્તિ નહિ હોવાથી અન્યથાડનુપપત્તિરૂપ વ્યાપ્તિના અવચ્છેદક(આધાર)પણાની અપેક્ષાએ આકાશરૂપ પક્ષનું ભાન છે.] તર્કથી સર્વ ઉપસંહારધારા, સાધ્વસામાન્ય-સાધન-સામાન્યની સિદ્ધિ હોવાથી સામાન્યથી સાધ્યની સિદ્ધિ છે. આ પ્રમાણે અસત્ પ્રતિપક્ષિતત્ત્વ પણ હેતુનું લક્ષણ નથી, કેમ કે-બંને ઠેકાણે હેતુમાં અવિનાભાવનો અસંભવ છે. તેથી એ સ્થિર થઈ જાય છે કે નિશ્ચિત વ્યાપ્તિ જ હેતુનું અસાધારણ સ્વરૂપ છે, નહીં કે ત્રણ રૂપો કે પાંચ રૂપો ઇતિ. અહીં આ વિચારણીય છે. વૈિશેષિકો, સાધ્વસામાન્ય-સાધનસામાન્યનો અવિનાભાવ નથી, કેમ કે-સિદ્ધસાધન દોષ છે. વળી ખરેખર, વિશેષરહિત વ્યાપ્તિ સામાન્ય સિદ્ધ છે, તેથી નિયત દેશ-કાળની અપેક્ષાએ વિશેષના અર્થીઓમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના અભાવનો પ્રસંગ છે. સાધ્યવિશેષ સાધનવિશેષનો અવિનાભાવ નથી, કેમ કે તે વિશેષોની અનંતતા હોઈ અપ્રસિદ્ધ છે, તેથી તે વિશેષોને આધીન અવિનાભાવની પણ અપ્રસિદ્ધિ છે. જેટલાઓનો ઉપલંભ છે, તેટલાઓમાં જ અવિનાભાવના ગ્રહણમાં, અવિનાભાવને નહીં ગ્રહણ કરનાર વિશેષનું ઉપલંભની અપેક્ષાએ અનુમાન ન થાય ! આ દૂષણ નથી, કેમ કે સામાન્યવાળા સાધ્ય-સાધનના અવિનાભાવના ગ્રહણનો સ્વીકાર છે.]
શંકા - (૧) શું અવિનાભાવ સામાન્યનો સામાન્યથી સાથે છે? (૨) શું અવિનાભાવ સામાન્યનો વિશેષોની સાથે છે ? (૩) શું અવિનાભાવ વિશેષોનો સામાન્યની સાથે છે? (૪) શું અવિનાભાવ વિશેષોનો વિશેષોની સાથે છે? આ ચાર પક્ષો કે પ્રશ્નો છે.
સમાધાન – (૧) સામાન્યની સામાન્ય સાથેની વ્યાપ્તિ અનુમાનના અંગભૂત નથી, કારણ કે તે વ્યાપ્તિ દ્વારા સામાન્યની જ સિદ્ધિ હોવાથી, સામાન્યપણાએ સર્વ દેશ-કાળ સંબંધીરૂપે પ્રસિદ્ધ સાધ્યને સાધવામાં સિદ્ધસાધનપણારૂપ દોષની આપત્તિ આવે છે. (૨) સામાન્યની વિશેષોની સાથે વ્યાપ્તિ નથી, કેમ