________________
ત્તિીયો મા /સૂત્ર - ૨, ચતુર્થ: વિરો
१४१
વિવેચન – નિશ્ચિત એવી વ્યાપ્તિ=નિશ્ચિતવ્યાપ્તિ નિત્ય યોગમાં મનુબૂ પ્રત્યય છે. એથી જ નિશ્ચિતવ્યાપ્તિ, જેમાં છે તે, એવો બહુવીહિ સમાસ નથી કર્યો, કેમ કે-નિશ્ચય વિષયવાળી વ્યાપ્તિમાં નિત્ય સંબંધનો લાભ કર્મધારય પછીના તુ, અંતવાળા પદથી લાભ છે. એવચ નિશ્ચિતવ્યાપ્તિની સાથે નિત્ય સંબંધી હેતુ છે.
શંકા – નિશ્ચિત પક્ષસત્ત્વ (પક્ષ એટલે સંદિગ્ધ સાધ્યવાળો ધર્મી. જેમ કે-ધૂમ હેતુ હોયે છતે પર્વત નિશ્ચિત સાધ્યવાળો સપક્ષ. જેમ કે ત્યાં જ મહાનસ-રસોડું. નિશ્ચિત સાધ્યાભાવ(અગ્નિઅભાવ)વાળો વિપક્ષ. જેમ કે ત્યાં જ મહા હૃદ-સરોવર.) પક્ષમાં રહેવું, સપક્ષમાં રહેવું અને વિપક્ષમાં નહીં રહેવું, એ પ્રમાણે ત્રણ રૂપવાળો હેતુ જ છે. ત્યાં પક્ષસત્ત્વ અસિદ્ધિનામક દોષના વ્યવચ્છેદ માટે છે, સપક્ષસત્ત્વ વિરોધનામક દોષના વ્યવચ્છેદ માટે છે અને વિપક્ષમાં અસત્ત્વ વ્યભિચારદોષના વ્યવચ્છેદ માટે નિશ્ચિત કરાય છે. વળી તેઓના અનિશ્ચયમાં તો અસિદ્ધ આદિ હેતુથી પણ અનુમાનની આપત્તિનો પ્રસંગ ઉભો થાય જ ને?
સમાધાન – આવી શંકાના સમાધાનમાં કહે છે કે વ્યાતિમત્વમેવેતિ !' અર્થાત્ વ્યાપ્તિ જ હેતુનું સ્વરૂપ છે. એવ શબ્દથી વ્યવચ્છેદ યોગ્યને કહે છે. “ત્વિતિ ' પક્ષ સત્ત્વાદિ હેતુઓના ત્રણ સ્વરૂપો બૌદ્ધમતસંમત છે તેનો વ્યવચ્છેદ કરાયેલ છે. વળી તૈયાયિકો તો બાધિત સત્પતિપક્ષ સહિત હેતુના પ્રતિષેધ માટે, અબાધિતત્ત્વ-અસત્ પ્રતિપક્ષ એમ બેની સાથે પૂર્વોક્ત ત્રણ સ્વરૂપો ૨ + ૩ = ૫-એમ હેતુઓના પાંચ સ્વરૂપો કહે છે તે પણ બરોબર નથી. માટે કહે છે કે-ત્રણ રૂપો કે પાંચ રૂપોમાં હેતુનું સ્વરૂપપણું પણ નથી. કેમ? તો કહે છે કે-“અસાધારણત્વાબાવાહિતિ * અસાધારણપણાનો અભાવ હોવાથી [આ ભાવ છે કે-વ્યાપ્તિ જ કેવળ હેતુનું સ્વરૂપ છે, સત્ત્વ-અસત્ત્વ તો તેના ધર્મો છે. એવો નિયમ નથી કે જ્યાં ધર્મી હોય, ત્યાં સર્વ ધર્મો સદા હોય જ છે, કેમ કે-શુક્લત્વ આદિ ધર્મોની સાથે પટ આદિનો વ્યભિચાર છે. જો કે સત્ત્વ-અસત્ત્વ ધર્મો ક્વચિત્ હેતુમાં હોય છે તો પણ ધર્મી સ્વરૂપવાળી વ્યાપ્તિ થશે. એમાં વિરોધ નથી. જયાં દૂમાદિમાં પણ હેતુમાં સત્ત્વ-અસત્ત્વ ધર્મો દેખાય છે, ત્યાં પણ વ્યાપ્તિનું પ્રધાનપણું છે. એથી સત્ત્વ-અસત્ત્વ આદિ સાધારણ છે ઇતિ.] અવિનાભાવ નિયમના નિશ્ચયથી જ ત્રણ દોષ આદિના પરિવારની ઉપપત્તિ હોવાથી અવિનાભાવ જ હેતુનું અસાધારણરૂપ છે અને તે અસાધારણ સ્વરૂપ અસિદ્ધમાં, વિરૂદ્ધમાં કે અનૈકાન્તિકમાં સંભવતું નથી. તે સ્વરૂપના અભાવથી ત્રણ રૂપો વિદ્યમાન હોવા છતાંય હેતુનું ગમકપણું દેખાયેલું નથી. જેમ કે-તે શ્યામ છે, કેમ કે-મૈત્રાતનય છે. જેમ કે-ઇતર મૈત્રાપુત્ર ઇત્યાદિ. [આ ભાવ છે કે- પર્વત ધૂમવાળો છે, કેમ કે-વતિ છે ઈત્યાદિ. વ્યભિચારી સ્થળોમાં પણ હેતુનું ત્રિલક્ષણત્વ આદિ વર્તે છે. તથાપ્તિ પક્ષભૂત પર્વતમાં હેતુભૂત વતિ વિદ્યમાન છે એટલે પક્ષસત્ત્વ છે. મહાનસમાં પણ વતિ છે એટલે સપક્ષસત્ત્વ છે. વિપક્ષભૂત જલદમાં વદ્વિ નથી, માટે વિપક્ષમાં અસત્ત્વ છે. પ્રતિપક્ષી અનુમાન નહીં હોવાથી અસત્ પ્રતિપક્ષપણું છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધારહિત હોવાથી અબાધિપણું છે, માટે હેતુના ત્રણ સ્વરૂપો કે પાંચ સ્વરૂપો અપ્રમાણિક છે.]