________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન – કોઈ આપ્તપુરુષ પોતે તર્કથી શબ્દ અને અર્થનો વાચ્યવાચકભાવને જાણી, ૫૨ પ્રત્યે જણાવવા માટે, પરમાં તે વાચ્યવાચકભાવ અનુસારિ તર્કના ઉત્પત્તિના હેતુરૂપ પરાર્થતર્ક કહે છે કે - ‘હે વત્સ ! ગોજાતીય અર્થ ગોજાતીય શબ્દવાચ્ય અને ગોજાતીય શબ્દ ગોજાતીય અર્થનો વાચક છે. આ પ્રમાણે તું સમજજે.' ઇતિ.
१३६
ત્યારબાદ આ વત્સ, વાચ્યવાચકના ઉપતંભ અને અનુપલંભ દ્વારા તે પ્રકારે સ્વીકારતો, તર્કથી જ વાચ્યવાચકભાવને જાણે છે. આ વાચ્યવાચકભાવની પ્રતીતિ વ્યાપ્તિથી જાણવી. શૃંગગ્રાહિકપણે તો નિયત વ્યક્તિમાં આ પુરોવર્તી પદાર્થ આ શબ્દનો વાચ્ય છે. આ પ્રમાણે વાચ્યવાચક ભાવની પ્રતીતિ જાણવી. તેમજ આગમ આદિથી [‘શક્તિપ્રદું વ્યાળોપમાનને શાપ્તવાવયાર્ વ્યવહારતથ વાવયસ્ય શેષાદ્ વિવૃત્તેર્વત્તિ, સાનિધ્યત: સિદ્ધપત્ય વૃદ્ધાઃ ।' ધાતુપ્રકૃતિ-પ્રત્યય આદિનો શક્તિગ્રહ વ્યાકરણથી થાય છે. ઉપમાનથી, શબ્દકોષથી, (વૃદ્ધ) વ્યવહારથી, આપ્તવાક્યથી વાક્યના શેષથી, વિવરણથી અને પ્રસિદ્ધપદના સાન્નિધ્યથી શક્તિગ્રહ (અર્થજ્ઞાન) થાય છે, એમ વૃદ્ધો કહે છે.] પણ વાચ્યવાચકભાવની પ્રતીતિ થાય છે. ત્યારબાદ તો વ્યાપ્તિ દ્વારા તર્કથી જ પ્રતીતિ કરે છે. ઇત્યંભૂત, સર્વ ઇત્યંભૂત સર્વ શબ્દનું વાચ્ય છે અને ઇત્યંભૂત શબ્દ, ઇસ્થંભૂત સર્વ અર્થનો વાચક છે ઇતિ.
-
શંકા – વાચ્યવાચક ભાવવિષયક તર્કમાં પણ વ્યાપ્તિજ્ઞાન આત્મક તર્કમાં જેમ અનુભવ અને સ્મરણનું ક્વચિત્ જ કારણપણું છે કે સર્વત્ર કારણપણું છે ?
સમાધાન – વાચ્યવાચક ભાવવિષયક વ્યાપ્તિજ્ઞાનાત્મક તર્ક પ્રત્યે અનુભવ-સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન કારણ છે. જો આમ ન માનવામાં આવે, તો ‘સાક્ષાવેવગાયતે ।' આ પદની સાથે વિરોધની આપત્તિ આવે છે. તથાચ આ તર્કમાં અનુભવ-સ્મરણનું કારણપણું નિયત-વ્યાપક છે.
હવે તર્કનો ઉપસંહાર કરે છે. ‘તીતિ ।’
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની ટીકામાં અનુમાન પરિકર ‘નિરૂપણ' નામનું ત્રીજું કિરણ સમાપ્ત થયેલ છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં ત્રીજા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.