________________
१२८
तत्त्वन्यायविभाकरे વિવેચન – ઉપલંભ અને અનુપલંભ એટલે ક્ષયોપશમ પ્રમાણે, એક વાર કે અનેક વાર પ્રમાણ માત્રથી સાધ્ય-સાધન-ગમગમકનું ગ્રહણ, એ ઉપલંભ અને અગ્રહણ એ અનુપલંભ કહેવાય છે. પરંતુ આ ઉપલંભ-અનુપલંભ કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી થતા નથી, કેમ કે-અનુમાન આદિથી પણ અતીન્દ્રિય નિશ્ચયઅનિશ્ચયનું ગ્રહણ છે. આદિપદથી આવાપ અને ઉદ્ગાપનું ગ્રહણ છે. ઉપલંભ–અનુપલંભ અને આવાપઉદ્ગાપથી જન્ય કહેવાતા સ્વરૂપવાળા વ્યાપ્તિ આદિ વિષયકજ્ઞાન, એ તર્ક. અહીં આદિથી વાચ્યવાચકભાવ ગ્રહણ કરવો. તથાચ ઉપલંભ-અનુપલભજન્ય વ્યાપ્તિવિષયક જ્ઞાનપણું કે આવાપ (પ્રક્ષેપ) અને ઉદ્ગાપ (અપનયન)જન્ય (વૃદ્ધવ્યવહારથી શક્તિગ્રહ થાય છે. જેમ ઉત્તમ વૃદ્ધ “ઘડો લાવો'-આવો વાક્યપ્રયોગ કર્યો છતે મધ્યમવૃદ્ધ ઘડો લાવે છે. તે જોઈને પાર્થસ્થ વ્યત્મિસુબાલ અન્વય-વ્યતિરેકથી “ઘડો લાવો’-એવા શબ્દથી જન્ય ઘટ આનયનરૂપ કાર્ય છે એવો નિશ્ચય કરે છે. ત્યારબાદ “ગાયને લાવો, ઘડાને લઈ જાઓ'- આવા બીજા વાક્યને સાંભળનારને, આવાપ અને ઉદ્ધાપથી ઘટપદની ઘટત્વ વિશિષ્ટમાં શક્તિ અને ગોપદની ગોત્વ વિશિષ્ટમાં શક્તિ છે, એવું શક્તિનું જ્ઞાન થાય છે.) વાચ્ય-વાચકજ્ઞાનપણું તર્કનું લક્ષણ છે.
દષ્ટાન્તને કહે છે કે-પ્રત્યક્ષથી એકવાર કે અનેકવાર વદ્ધિ અને ધૂમના પ્રહણ-અગ્રહણ બાદ વહ્નિરૂપ કારણસતત્વે ધૂમરૂપ કાર્યસત્વરૂપ અન્વય, વહ્નિરૂપ કારણના અભાવમાં ધૂમરૂપ કાર્યનો અભાવ, એમ અન્વય વ્યતિરેક બાદ) જે કોઈ ધૂમરૂપ કાર્ય છે, તે સઘળો ધૂમ પણ વહ્નિરૂપ કારણ હોય છતે જ હોય છે. વતિનો અભાવ હોય છતે ધૂમ હોતો નથી જ. આવી રીતે સર્વકાળ-દેશને આશ્રી, સાધ્ય-સાધન (કાર્યકારણ) સંબંધના વિષયવાળું જ્ઞાન ઉગે છે તેથી આ તર્ક છે. સર્વ દેશ-કાળને આશ્રી સાધ્ય-સાધનસંબંધ એ વ્યાપ્તિ છે અને વ્યાપ્તિરૂપ વિષયવાળો તર્ક છે. જો અન્વય વ્યતિરેક છે, તો સર્વ દેશકાળાવચ્છિન્ન સાધ્યસાધનસંબંધરૂપ વ્યાપ્તિ છે અને વ્યાપ્તિ છે તો તર્ક છે. [સર્વના ઉપસંહાર-સંગ્રહદ્વારા વ્યાપ્તિ, પ્રત્યક્ષના અવિષયરૂપ છે, કેમ કે-ઉપલંભ-અનુપલંભ સ્વભાવવાળું બે પ્રકારનું પ્રત્યક્ષ, સંનિહિત યોગ્ય દેશસ્થના માત્ર વિષયવાળું છે. તથાચ વ્યભિચારના અદર્શન-ભૂયોદર્શન સહકૃત પણ પ્રત્યક્ષ વ્યાપ્તિગ્રાહક નથી, કેમ કે-પોતાના અવિષયમાં હજારો સહકારીઓથી સહકૃત પણ પોતે (જ્ઞાન) તેનું ગ્રહણ કરી શકતો નથી, માટે તર્ક વ્યાપ્તિગ્રાહક છે.]
તે તર્કનો શબ્દનો આકાર=આ હોયે છતે, આ છે-આ નહીં હોયે છતે, આ નથી, આવા આકારનો ઉલ્લેખ છે.
૦ અહીં પ્રમાણદ્વારા એક વાર કે અનેકવાર સાધ્ય-સાધનનું ગ્રહણ અને અગ્રહણ (અન્વય વ્યતિરેક) સહકારી કારણભૂત છે. મહાનસ (રસોડા) આદિમાં વદ્વિ-ધૂમનું ગ્રહણ, સરોવર આદિમાં અગ્રહણ છે એમ જાણવું.
પૂર્વપક્ષ – ભૂયો (વારંવાર) દર્શન અને વ્યભિચારના અદર્શનથી સહકૃત ઇન્દ્રિયથી જ વ્યાપ્તિ યોગ્ય હોવાથી ગ્રહણ થાય છે. વળી સામાન્ય લક્ષણ પ્રત્યાત્તિથી સકળ સાધ્યસાધનના ઉપસંહાર માટે તર્ક વ્યર્થ જ થશે. [સામચિત્તક્ષાપત્યાસત્યા=ઈન્દ્રિયસંબધ વિશેષ્યક જ્ઞાન પ્રકારીભૂત સામાન્યરૂપ લૌકિક સંનિકર્ષથી જ્યારે કોઈ ધૂમ, ચક્ષુ: સંનિકૃષ્ટ થયો, ધૂમવિશેષ્યક “ધૂમ' એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે સકળ ધૂમની