________________
द्वितीयो भाग / सूत्र - २, तृतीयः किरणे
१२१
૦ અન્યથા આ વિશિષ્ટ જ્ઞાન પ્રત્યભિજ્ઞાનનું ભેદના અવગ્રહણથી બે જ્ઞાનરૂપપણાએ ઉપપાદન થાય છે. તો પ્રત્યભિજ્ઞાનની માફક “ઘટવાળું ભૂતલ, ઈત્યાદિ જ્ઞાનોનું પણ તે પ્રકારે જ ઉપાદાનનો સંભવ હોવાથી સર્વ-વિશિષ્ટ જ્ઞાનોના ઉચ્છેદનો પ્રસંગ આવી જાય ! સર્વ પણ વિશિષ્ટ જ્ઞાનની વિશેષણ જ્ઞાનવિશેષ્ય જ્ઞાનરૂપ ઉભયપૂર્વક હોઈ, અવશ્ય નિયંત તે ઉભયથી ઉપપત્તિ હોયે છતે વિશિષ્ટ જ્ઞાનના સ્વીકારમાં ગૌરવની આપત્તિ થાય ! માટે પૂર્વાપરપર્યાયવર્તી એક દ્રવ્યરૂપ વિશિષ્ટ વિષયક તે (સંકલનાત્મક) પ્રત્યભિજ્ઞાન, બે જ્ઞાનોથી પૃથફ વિશિષ્ટ જ્ઞાન માનવું જોઈએ.
૦ પ્રત્યક્ષ, વર્તમાન માત્ર કાળવિશિષ્ટ વસ્તુવિષયવાળું છે અને સ્મરણ, ભૂતકાળ માત્ર વિશિષ્ટ વસ્તુવિષયવાળું છે, તો પ્રત્યભિજ્ઞાન તે બન્નેથી અગ્રાહ્ય વર્તમાનકાળ અને અતીતકાળરૂપ ઉભર્યકાળ વિશિષ્ટ વસ્તુના વિષયવાળું છે, માટે પ્રત્યભિજ્ઞાન બે જ્ઞાનરૂપ નથી એવો ભાવ છે.
શંકા – ભલે, પ્રત્યભિજ્ઞાન વિશિષ્ટરૂપ હો! પરંતુ ચક્ષુ આદિ ઇન્દ્રિયવિષય સંબંધરૂપ સંનિકર્ષ હોય છતે પ્રત્યભિજ્ઞાન થાય છે. તે સંનિકર્ષના અભાવમાં પ્રત્યભિજ્ઞાનની અનુત્પત્તિ છે, માટે આ પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષરૂપ કેમ નહીં?
સમાધાન – ઈન્દ્રિય અને વિષય સંબંધના અવ્યવહિત (સાક્ષાત) ઉત્તરકાળમાં તે પ્રત્યભિજ્ઞાનની ઉત્પત્તિ નથી, માટે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષરૂપ નથી. પરંતુ પ્રત્યક્ષ અને સ્મરણ હોયે છતે પ્રત્યભિજ્ઞાન છે એમ અન્વય છે, તથા પ્રત્યક્ષ-સ્મરણના અભાવમાં પ્રત્યભિજ્ઞાન નથી-એમ વ્યતિરેક છે. પ્રત્યભિજ્ઞાનના અન્વય તથા વ્યતિરેક પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બંનેની સાથે હોઈ, ઇન્દ્રિયાર્થ સંનિકર્ષની સાથે પ્રત્યભિજ્ઞાનના અન્વય-વ્યતિરેક નથી, માટે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષરૂપ નથી.
૦ સંસ્કાર હોયે છતે પ્રત્યભિજ્ઞાન છે અને સંસ્કારના અભાવમાં પ્રત્યભિજ્ઞાન નથી, એમ માનવા જતાં પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણપણાની આપત્તિ આવે !
૦ અતીત-વર્તમાનની એકતા પ્રત્યક્ષના અવિષયરૂપ છે, કેમ કે-તે પ્રત્યક્ષ વર્તમાનકાળગ્રાહી છે. માટે અતીતકાળ વર્તમાનકાળની એકતાની સંકલના કરનારું પ્રત્યભિજ્ઞાન હોઈ પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષરૂપ નથી.
શંકા – સ્મરણસહકૃત, ઇન્દ્રિય (પ્રત્યક્ષ) એકત્વનું કેમ ન ગ્રહણ કરી શકે?
સમાધાન – પોતાના અવિષયમાં સહકારિના બળથી પણ પ્રવૃત્તિ નથી, કેમ કે-ગંધના સ્મરણથી સહકૃત ચક્ષુ કદી પણ ગંધરૂપ વિષયમાં પ્રવર્તતી નથી. વર્તમાન-અતીતકાલીનત્વવ્યાપ્ય (વ્યાપ્તિવિશિષ્ટ) એત્વ, સ્મરણસહકૃત ઇન્દ્રિયનો અવિષય છે. જો સ્મૃતિના સહકારથી ઇન્દ્રિયનું પ્રત્યક્ષ જનકત્વ માનવામાં આવે, તો મન જ વ્યાપ્તિસ્મરણરૂપ સહકારીને મેળવી, “પર્વત વહ્નિવાળો છે એવું જ્ઞાન કરી શકે ! માટે ઈન્દ્રિયજન્ય હોઈ તે પણ જ્ઞાન પ્રત્યક્ષરૂપ જ થાય! માટે અનુમાન પણ પૃથક પ્રમાણ તરીકે ન થાય!
૦ જેમ પ્રત્યક્ષની પ્રતીતિ હું સાક્ષાત્ કરું છું' એવી છે, તેનાથી વિલક્ષણ પ્રતીતિ અનુમાનની છે. જેમ “મનુષનો'-હું અનુમાન કરું છું માટે પ્રત્યક્ષથી પૃથફ અનુમિતિ મનાય છે. તેમ પ્રત્યભિજ્ઞાનની પણ પ્રતીતિથી વિલક્ષણ છે. જેમ કે “પ્રધાનન–પ્રત્યભિજ્ઞાન કરું છું-આવી પ્રતીતિ છે, માટે પ્રત્યક્ષથી ભિન્ન જ પ્રત્યભિજ્ઞાન છે એમ માનવાનું રહ્યું.