________________
द्वितीयो भाग / सूत्र - २, तृतीयः किरणे
११९ ज्ञानद्वयात्मकं प्रत्यभिज्ञानमिति भावः । न चेन्द्रियविषयसम्बन्धे सति प्रत्यभिज्ञानस्य भावात्तदभावे तदभावाच्च प्रत्यक्षमेवेदमिति वाच्यम्, इन्द्रियविषय-सम्बन्धाव्यवहितोत्तरं तस्यानुत्पत्तेः, प्रत्यक्षस्मरणान्वयव्यतिरेकतस्यस्य भावा भावात्, संस्कारसत्त्वे तस्य भावात्तदभावे तदभावाच्च तस्य स्मरणत्वापत्तेः, अतीतवर्त्तमानयोरेकत्वस्य प्रत्यक्षा-विषयत्वाच्च तस्य वार्त्तमानिकत्वात्, न च स्मरणसहकृतमिन्द्रियमेकत्वं गृह्णातीति वाच्यम्, स्वाविषये सहकारिबलेनाप्यप्रवत्तेः, नहि गन्धस्मृतिसहकृतं चक्षुः कदापि गन्धे प्रवर्तते अविषयश्च वर्तमानातीतकालीनत्वव्याप्यमेकत्वमिति ॥
સ્મૃતિ-અનુભવજન્ય પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ ભાવાર્થ – “અનુભવ અને સ્મરણરૂપ બંનેથી જ જન્ય જ્ઞાન, એ “પ્રત્યભિજ્ઞાન” કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન, તત્તા-ઈદતાના ઉલ્લેખનને યોગ્ય, એકત્સાશ્ય વૈલક્ષણ્ય-પ્રતિયોગિત્વ આદિ વિષયવાળું, સંકલનજ્ઞાનરૂપ બીજા નામવાળું અને અતીત-વર્તમાન ઉભયકાળવિશિષ્ટ વસ્તુના વિષયવાળું છે.”
લક્ષણ-વિવેચન – અનુભવ, સ્મરણરૂપ ઉભય જ્ઞાન માત્ર જન્ય હોય છત, જ્ઞાનત્વ, એ જ્ઞાનત્વ, એ પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ છે.
પદકૃત્ય - જો અનુભવ માત્ર જન્ય હોયે છતે જ્ઞાનપણું એમ કહેવામાં આવે, તો સ્મૃતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માનવત્વે સતિ’ એમ કહેલું છે. જો સ્મૃતિજન્ય હોયે છતે જ્ઞાનપણું એમ કહેવામાં આવે, તો અનુમિતિ આદિમાં અતિવ્યાપ્તિ છે; અને સ્મરણ-અનુભવરૂપ ઉભયજન્યત્વ પણ અનુમિતિ આદિમાં અતિવ્યાપ્તિ છે. તેના વારણ માટે અનુભવ-સ્મરણરૂપ ઉભય માત્ર જન્યત્વે સતિ જ્ઞાનસ્વરૂપ, તે તે પદો કહેવાં.
શંકા – આ પ્રત્યભિજ્ઞાનરૂપ અને પ્રત્યક્ષ અને સ્મરણથી ભિન્ન થઈ શકતું નથી, કેમ કે તે જ આ'આવું ખરેખર પ્રત્યભિજ્ઞાન છે. ત્યાં “તે અંશ-સ્મરણરૂપ છે. “આ અંશ-પ્રત્યક્ષરૂપ છે. એથી જુદો કોઈ વિષય આનો નથી, માટે આ પ્રત્યભિજ્ઞાન પૃથ પ્રમાણરૂપ નથી ને?
સમાધાન – ખરેખર, આ પ્રત્યભિજ્ઞાનમાં વિલક્ષણ વિષય છે, કે જેનું ગ્રહણ, સ્મરણ અને પ્રત્યક્ષથી અશક્ય છે. પહેલાં અને પછીના પર્યાયમાં એક અન્વયી-મૂળ દ્રવ્ય જ. જેમ કે સોનામાંથી બનાવેલ વીંટીકંદોરો-કડુ વગેરે આકારોનાં અનુગત-વ્યાપક-મૂળ દ્રવ્યસ્વરૂપથી જે સુવર્ણ છે, તે ઉર્ધ્વતા સામાન્ય છે. (વળી પ્રતીતિઓના પ્રામાણ્યનું મૂળ કારણ ફક્ત વિષયોનું આધિક્ય નથી જ, કેમ કે-સંદિગ્ધના સંદેહનું નિરાકરણ પણ પ્રામાણ્યનું કારણ છે. તથાતિ ઘટ વગેરે કદાચિત્ ઉપલક્ષિત આકારવાળા હોય છે, કોઈ વખત અનુપલક્ષિત આકારવાળા હોય છે. તેથી ઘટ વગેરે છે કે નહીં?-એવા સંદેહના વિષયરૂપ જ્યારે બને છે, ત્યારે પ્રત્યભિજ્ઞાન તેઓની સંદેહવિષયતાનું નિરાકરણ કરતું પ્રમાણપણાને પામે છે.) તે જ વિષય છે. વળી તે સ્મરણનો વિષય ઊર્ધ્વતા સામાન્ય નથી, કેમ કે-તે સ્મરણ અનુભૂત અર્થવિષયક છે. ઊર્ધ્વતા સામાન્યપ્રત્યક્ષનો વિષય નથી, કેમ કે-પ્રત્યક્ષ, વર્તમાન અર્થ માત્ર વૃત્તિ છે. આ ઊર્ધ્વતા સામાન્યવિષયક