________________
द्वितीय भाग / सूत्र - २, तृतीय: किरणे
११७
તે પદાર્થ અપ્રામાણ્યનો અસાધક હોવાથી, યોગીપ્રત્યક્ષના કાળમાં વિષયનું અવિદ્યમાનપણું છતાં પ્રવર્તતા તે જ્ઞાનનું પ્રમાણ્યપણું છે, [વૃષ્ટિ થઈ, શકટ ઉગશે, ઇત્યાદિ ભૂત-ભવિષ્યના વિષયવાળું અનુમાન શું નથી માન્યું ?]
૦ સ્મૃતિ, ગૃહિતગ્રાહી હોઈ અપ્રમાણભૂત નથી, (અનુભવજ્ઞાન-ગૃહિત વિષયગ્રાહક સ્મૃતિરૂપ જ્ઞાન છે.) કેમ કે-અનુમાનથી અધિગત (ગૃહિત-જ્ઞાત)વહ્નિમાં અનુમાન પછી થનાર વહ્નિવિષયક પ્રત્યક્ષની (ગૃહિતગ્રાહી હોઈ) અપ્રમાણતાનો પ્રસંગ આવી જાય છે અને વર્તમાનકાળને અપેક્ષી ગૃહિત પદાર્થના ભૂતકાળને અપેક્ષી ગ્રહણમાં-જ્ઞાનમાં અગૃહિત ગ્રાહકપણું છે.
પૂર્વપક્ષ – તે ઘડો છે’–આવી સ્મૃતિ ઉત્પન્ન થતી દેખાય છે. તે સ્મૃતિ, તે દેશકાળવૃત્તિત્વરૂપતત્તા વિશિષ્ટ ઘટમાં, વર્તમાનકાળવૃત્તિપણાને જણાવતી હોઈ પ્રમાણભૂત નથી. સ્મરણવિષયભૂત-વિશેષ્યભૂત ઘટમાં વર્તમાનકાળવૃત્તિત્વ હોવા છતાં, વિશિષ્ટ તે ઘટમાં વિશેષણભૂત કે તે દેશકાળવૃત્તિત્વરૂપતત્તામાં વર્તમાનકાળવૃત્તિપણાનો બાધ હોવાથી, અપ્રામાણ્યનું મૂળ કારણ બાધિતાર્થ વિષયકપણું સ્મૃતિમાં છે. માટે સ્મૃતિ અપ્રમાણ છે, એમ ચિંતામણિકારના અનુયાયી નવીન તૈયાયિકો ચર્ચા કરે છે, તો એનો શો જવાબ છે ?
ઉત્તરપક્ષ · સ્મરણ પ્રમાણભૂત છે, કારણ કે - જ્યાં ‘સુખી' ઇત્યાદિ સ્થળમાં વિશેષણભૂત સુખ આદિનું વિશેષ્યકાળમાં વૃત્તિપણું છે, ત્યાં વિશેષણમાં વિશેષ્યકાળવૃત્તિત્વનું ભાન હોવા છતાં, સર્વ વિશેષણમાં વિશેષ્યકાળવૃત્તિત્વના ભાનમાં પ્રમાણનો અભાવ હોવાથી, સર્વ ‘વિશેષણમાં વિશેષ્યકાળવૃત્તિત્વનો નિયમ’ ઉપાદેય નથી, કેમ કે-તત્તારૂપ અંશમાં વર્તમાનકાળવૃત્તિત્વનો અવિષય કરીને ‘તે ઘડો’–આવી થતી સ્મૃતિનો નિરોધ અશક્ય છે; માટે અબાધિત અર્થવિષયક હોઈ સ્મૃતિનું પ્રામાણ્ય છે. વસ્તુતઃ ‘તે ઘડો’-આવા આકારવાળી જ સ્મૃતિ છે, પરંતુ ‘તે ઘડો છે’-એ સ્મૃતિ નથી. જ્યારે વર્તમાનકાળવૃત્તિત્વને વિશેષ્ય અંશમાં પણ અવગાહતી નથી જ, તો વિશેષણ અંશમાં વર્તમાનકાળવૃત્તિત્વના અવગાહનની વાત પણ ક્યાંથી ?
પણ,
૦ વળી વર્તમાનકાલીનત્વ વિશિષ્ટમાં અદ્ભુતકાલીનત્વના ભાનનો અસ્વીકાર છે, કેમ કેવર્તમાનકાલીનત્વ અને અતીતકાલીનત્વમાં સ્વતંત્રપણાએ જ ભાનનો સ્વીકાર છે.
૦ સ્મૃતિ, પ્રયોજનનું અસાધકપણું હોઈ અપ્રમાણ છે એમ નથી, પણ પ્રત્યભિજ્ઞાન આદિ જન્ય પ્રવૃત્તિ નિહિત-સ્થાપિત ધન આદિની પ્રાપ્તિરૂપ પ્રયોજનનું સાધકપણું હોઈ પ્રયોજનનું અસાધકપણું અપ્રસિદ્ધ જ છે, એવો ભાવ છે. (નિશાની આદિની પ્રવૃત્તિ કરીને જમીન આદિમાં દાટેલ ધન આદિની પ્રાપ્તિ સ્મરણથી થાય છે, માટે અર્થોપલબ્ધિહેતુરૂપ સ્મરણ હોઈ પ્રમાણભૂત છે.)
अथ मतिस्मृतिहेतुकां प्रत्यभिज्ञां लक्षयति
अनुभवस्मरणोभयमात्रजन्यं ज्ञानं प्रत्यभिज्ञानम् । इदं तत्तेदन्तोल्लेखनयोग्यमेकत्वसादृश्यवैलक्षण्यप्रतियोगित्वादिविषयकं सङ्कलनज्ञानापरपर्यायमतीतवर्त्तमानोभयकालावच्छिन्नवस्तुविषयकञ्च ॥ २ ॥