________________
द्वितीयो भाग / सूत्र - ३९-४०-४१, द्वितीय किरणे
અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ શ્રુત ભાવાર્થ – “બાર અંગોમાં રહેલું શ્રુત “અંગપ્રવિષ્ટ' અને તેનાથી ભિન્ન સ્થવિરોએ કરેલ “અનંગપ્રવિષ્ટ' કહેવાય છે. જેમ કે-આવશ્યક આદિ.
વિવેચન – “દાદાતિ ' ગણધરોએ કરેલ ત્રિપદી-ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્તરૂપ ત્રણ પદરૂપ તીર્થકરોના આદેશથી સિદ્ધ થયેલ અને ધ્રુવ (નિયત-સર્વ તીર્થકરોના તીર્થમાં થનારું જે શ્રુત હોય, તે અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તે દ્વાદશ અંગરૂપ જ છે. માટે કહે છે કે “અતિ ' જેમ કે-આચારાંગ આદિ દ્વાદશાંગી અનંગપ્રવિષ્ટને કહે છે. જે સ્થવિરોએ (શ્રી ભદ્રબાહુસ્વામી આદિ સ્થવિરોએ) કરેલું, (દા.ત. આવશ્યક આદિ ઋત) પ્રશ્ન પૂછ્યા વિના અર્થપ્રતિપાદનરૂપે કહેવાયેલું (આવશ્યક આદિ ઋત) અને અધુવ-અનિયત (જે શ્રુતનો અન્યોન્ય તીર્થમાં સદ્દભાવ હોવો જ જોઈએ એમ નથી.) અર્થાત્ તંદુલવૈચારિક આદિની જેમ જે અનિયત હોય છે, તે “અનંગપ્રવિષ્ટ' (અંગબાહ્ય) કહેવાય છે. દષ્ટાન્તને કહે છે કે “થતિ ' અવશ્ય કર્તવ્ય સામાયિક આદિ છે આવશ્યકના ક્રિયાનુષ્ઠાન પ્રતિપાદક શ્રુત “આવશ્યક' કહેવાય છે. આદિથી આવશ્યક ભિન્ન કાલિક અને ઉત્કાલિકનું ગ્રહણ કરવું. કાલિક જે શ્રુત દિવસ અને રાતની પ્રથમ અને પશ્ચિમ(ચોથી)રૂપ બે પોરસીમાં જ (પ્રહરમાં જ) ભણાય, તે “કાલિક' કહેવાય છે. જેમ કેઉત્તરાધ્યયન આદિ. જે કાળવેળાને છોડી સર્વકાળ ભણાય, તે “ઉત્કાલિક છે. જેમ કે-પ્રકીર્ણ ગ્રંથો, દશવૈકાલિક આદિ.
ननु लक्षितयोर्मतिश्रुतज्ञानयोः सामान्येन भेदेऽवगतेऽपि तत्र स्वामिस्थितिकालविषयाणां सत्पदादिद्वाराणाञ्चानुक्तत्वेन न्यूनतेत्याकांक्षायामाह
मतिश्रुतयोर्बहुवक्तव्यत्वेऽपि विस्तरभिया नोच्यते ॥ ४१॥
मतिश्रुतयोरिति, बहुवक्तव्यत्वेऽपीति, सत्पदप्ररूपणादिभिर्गत्यादिमार्गणास्थानेषु संगमनीयत्वेऽपीत्यर्थः, विस्तरभियेति, ग्रन्थस्यास्य संक्षेपविषयत्वात्तयोस्साकल्येन विचारे क्रियमाणे उद्देशभङ्गस्स्यादिति भावः । अव्युत्पन्नमतीनां शास्त्रप्रवेशयोग्यतासम्पादनाय ह्यस्य ग्रन्थस्यारम्भः, विशेषतः प्रपञ्चितयोस्सतोस्तेषां सौकर्येण ग्रहासम्भवेन तद्योग्यता नैवोदीयादिति किञ्चिदेव स्वरूपं तयोनिरूपितमिति तात्पर्यम् ॥
શંકા – લક્ષણ દ્વારા કથિત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના સામાન્યથી ભેદો જાણ્યા છતાં, ત્યાં સ્વામીસ્થિતિ-કાલ-વિષયોના અને સત્પદ આદિ દ્વારોના અકથનથી ન્યૂનતા કેમ નહીં ? આવી શંકા કે આકાંક્ષામાં કહે છે કે
સમાધાન-ભાવાર્થ – “મતિ અને શ્રુતમાં ઘણું કહેવાનું છે, છતાં શબ્દપ્રપંચરૂપ વિસ્તારના ભયથી સ્વામી આદિ અને સત્પદ આદિ કારોથી મતિ-શ્રુત કહેવાતા નથી.”
વિવેચન – સત્પદપ્રરૂપણા આદિથી ગતિ આદિ માર્ગણાસ્થાનોમાં મતિ-શ્રુતનું વિવેચન કરવું જોઈએ. છતાં “વિતતિ ' આ ગ્રંથ સંક્ષેપ વિષયવાળો હોઈ, તે મતિ-શ્રુતનો સંપૂર્ણતયા વિચાર જો કરવામાં આવે, તો ઉદેશનો ભંગ થઈ જાય ! ખરેખર, અવ્યુત્પન્ન મતિવાળા વિદ્યાર્થીઓની શાસ્ત્રપ્રવેશની