________________
तत्त्वन्यायविभाकरे
કાલાન્તરમાં સ્મૃતિ છે, તેટલા કાળ સુધી ‘પ્રત્યક્ષ જ્ઞાનરૂપ તે ધારણા અનુવર્તે છે’-એમ પ્રાપ્ત થયું. એમ થયે છતે જ્યાં સુધી એક પદાર્થ સંસ્કારરૂપ પ્રત્યક્ષ પુરુષમાં હોય, ત્યાં સુધી બીજા પદાર્થનું સંવેદન જ ઉદય ન પામી શકે, કેમ કે-ક્ષાયોપશમિક ઉપયોગોની એકીસાથેની ઉત્પત્તિનો વિરોધ છે. તેથી આત્મશક્તિવિશેષ જ સ્મૃતિ પ્રત્યે સાક્ષાત્ હેતુ છે, પરંતુ ઉપયોગરૂપ કે જ્ઞાનરૂપ ધારણા સાક્ષાત્ હેતુ નથી.
શંકા – સ્મરણની ઉત્પત્તિ પ્રત્યે આત્મશક્તિવિશેષ નથી જ, એમ માનીએ તો શો વાંધો ?
९०
સમાધાન – સર્વત્ર શક્તિના વિલોપનો પ્રસંગ આવી જાય, માટે સર્વત્ર શક્તિના રક્ષણ માટે અહીં શક્તિ માનવી જ જોઈએ. કોઈ એક પ્રાચીન-અતીત પર્યાયવિશેષની જ કાર્યની ઉત્પત્તિ પ્રત્યે સર્વત્ર કારણતારૂપે કલ્પના શક્ય છે. પરંપરાએ તાદશ ધારણામાં હેતુપણાના કથનમાં તો અમારો વિરોધ નથી. ઉપયોગરૂપ કે જ્ઞાનરૂપ ધારણા સ્મૃતિ પ્રત્યે સાક્ષાત્ કારણ નથી. પરંપરાએ કારણતાના સ્વીકારમાં સંમતિ છે.
ननु मतिज्ञानस्य प्रमाणत्वादनिर्णयात्मकावग्रहेहयोः कथं यथार्थनिर्णयात्मकप्रमाणत्वमित्याशङ्कायामाह—
एषाञ्च द्रव्यार्थिकनयापेक्षयैक्यं, पर्यायार्थिकनयापेक्षया च भिन्नत्वम् ॥ २८ ॥
एषाञ्चेति । मतिज्ञानप्रभेदानामवग्रहादीनामित्यर्थः । द्रव्यार्थिकनयापेक्षयेति, एकजीव - द्रव्यतादात्म्येनत्यर्थः । पर्यायार्थिकनयापेक्षयेति । अपूर्वापूर्वस्य वस्तुपर्यायस्य प्रकाशकत्वादसंकीर्णस्वभावतयानुभूयमानत्वात्क्रमभावित्वाच्चेति भावः, दृश्यते हि कदाचिद्दर्शनमात्रं कदाचिद्दर्शनावग्रहौ, कदाचिद्दर्शनावग्रहेहाः, कदाचिद्दर्शनावग्रहेहापायाः, कदाचिच्च दर्शनावग्रहेहापायधारणाः प्रोक्तक्रमेणैवोत्पद्यमाना इति, तस्मादसंकीर्णतयाऽनुभूयमानत्वेन भेदेऽपि एकजीवद्रव्यतादात्म्येनाभेदान्न प्रमाणत्वव्याघात इति भावः ॥
શંકા – મતિજ્ઞાનમાં પ્રમાણપણું હોઈ અનિર્ણયરૂપ અવગ્રહ ઇહામાં યથાર્થ નિર્ણયરૂપ પ્રમાણત્વ કેવી
રીતે ?
સમાધાન — આવી શંકાના સમાધાનમાં કહે છે કે
ભાવાર્થ – “આ અવગ્રહ આદિની દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ એકતા છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભિન્નતા છે.”
વિવેચન – મતિજ્ઞાનના પ્રભેદરૂપ અવગ્રહ આદિની એક જીવદ્રવ્યના તાદાત્મ્યની અપેક્ષાએ એકતા છે. અપૂર્વ અપૂર્વ વસ્તુપર્યાયનું પ્રકાશકપણું હોવાથી, પરસ્પર ભિન્ન ભિન્ન સ્વરૂપથી અનુભવાતું હોવાથી, ક્રમથી ઉત્પદ્યમાનપણું હોવાથી ભિન્નતા છે. પ્રમાતાના વિચિત્ર ક્ષયોપશમના વશે કરી ખરેખર દેખાય છે કે
१. एवं व्यञ्जनार्तावग्रहभेदेन द्विरूपोऽप्यवग्रहोऽवग्रहसामान्यादेकरूपस्तथाऽविच्युतिवासनास्मृतिभेदेन त्रिविधाऽपि धारणा धारणात्वेनैकविधेति न मतिज्ञानभेदाधिक्यशङ्केत्यपि बोध्यम् ॥