________________
द्वितीयो भाग / सूत्र - २७, द्वितीय किरणे
८९ केचित्त्विति । श्रीमद्वादिदेवसूरिपादा इत्यर्थः । एषामयम्भावो विवक्षितवस्तुविषयकोपयोगरूपधारणाया यदि साक्षात्स्मृतिहेतुत्वं तदा स्मृतिकालं यावदनुवर्तनं स्यात् न चैतत्सम्भवति, छाद्मस्थिकोपयोगानामान्तौहूर्तिकत्वेन तावदनुवृत्त्यसम्भवात् । नवा तावत्कालावस्थानमनुभूयते, अद्यानुभूतस्य परेधुस्स्मरणीयस्य च घटादेरान्तरालिकानेकसुप्तमत्ताद्यवस्थासु प्रतीत्यभावात्, स्वरूपतो ज्ञानरूपस्संस्कारों धारणाभिधान इत्यपि न चतुरस्रम्, तथा सति यस्य पदार्थस्य कालान्तरे स्मृतिस्तावत्कालं प्रत्यक्षज्ञानात्मिका सा धारणाऽनुवर्त्तत इति प्राप्तं, तथा च सति यावदेकपदार्थसंस्काररूपं प्रत्यक्षं पुरुषे भवेत्तावदपरपदार्थसंवेदनमेव नोदीयात्, क्षायोपशमिकोपयोगानां युगपद्भावविरोधात् तस्मादात्मशक्तिविशेषस्यैव साक्षात्स्मृतिहेतुत्वं न । तूपयोगरूपायाः ज्ञानरूपाया वा धारणायाः । न च स्मरणजनने नास्त्येवाऽऽत्मनश्शक्तिविशेष इति वाच्यम्, सर्वत्र शक्तिविलोपप्रसङ्गात् । चिरन्तनातीतपर्यायविशेषस्यैव कस्यचित्कार्योत्पत्तौ सर्वत्र कारणत्वेन कल्पयितुं शक्यत्वात् । पारम्पर्येण तादृशधारणाया हेतुत्वोक्तौ तु नास्माकं विरोध इति ॥ अव्यवहितस्मृतिहेतुश्चेति, स्मृति प्रति साक्षात्कारणमित्यर्थः । न धारणेति, उपयोगरूपा ज्ञानरूपा वा धारणा न साक्षाद्धेतुरिति भावः । परम्परया कारणत्वाङ्गीकारे सम्मतिमाह परम्परयेति ॥
અહીં કેટલાક કહે છે કે-સાંવ્યવહારિક પ્રત્યક્ષ ભેદરૂપ ધારણા, દઢતમ અવસ્થા પ્રાપ્ત ઉપયોગ એ જેનું બીજું નામ, એવી અવિશ્રુતિરૂપ અપાયરૂપ જ છે. વાસનારૂપ નથી, કેમ કે-ક્ષયોપશમવિશેષરૂપ કે શક્તિવિશેષરૂપ તે વાસનામાં અજ્ઞાનરૂપપણું હોઈ ધારણાપણાનો અસંભવ છે. સ્મૃતિરૂપ નથી, કેમ કે તે પ્રકારે માન્ય છતે, સ્મૃતિરૂપ ધારણામાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રભેદપણાનો અભાવ છે. આવા તે મતને ખંડિત કરે છે.
ભાવાર્થ – “કેટલાક તો આત્મશક્તિવિશેષ જ સંસ્કારશબ્દવાચ્ય છે અને અવ્યવહિત સ્મૃતિનો હેતુ છે પરંતુ ધારણા નથી, કેમ કે-લાયોપથમિક ઉપયોગની એક કાળમાં ઉત્પત્તિનો વિરોધ છે, પરંપરાએ ધારણામાં સ્મૃતિ હેતુપણું માનવામાં કોઈ દોષ નથી, એમ કહે છે.”
વિવેચન – કેટલાક એટલે શ્રીમદ્ પૂજય વાદીદેવસૂરીશ્વર આદિ પૂજ્યોનો આ અભિપ્રાય છે કેવિવક્ષિત વસ્તુવિષયક ઉપયોગરૂપ ધારણા, જો સ્મૃતિ પ્રત્યે સાક્ષાત્ હેતુ છે-એમ માનવામાં આવે, તો
મૃતિના કાળ સુધી તે ધારણાની અનુવૃત્તિ થવી જોઈએ. આ વસ્તુ સંભવતી નથી, કેમ કે-છાઘસ્થિક ઉપયોગો અંતર્મુહૂર્તના કાળ સુધીના હોઈ સ્મૃતિકાળ સુધી અનુવૃત્તિનો અસંભવ છે. અથવા તેટલા કાળ સુધી ધારણાનું રહેવું અનુભવાતું નથી, કેમ કે-આજે અનુભવેલ અને બીજે દિવસે સ્મરણયોગ્ય ઘટ આદિની વચ્ચે વચ્ચે અનેક સુપ્ત, મત્ત આદિ અવસ્થાઓમાં પ્રતીતિનો અભાવ છે. “સ્વરૂપથી જ્ઞાનરૂપ સંસ્કાર ધારણા સંજ્ઞાવાળો છે.”—એવી પણ માન્યતા બરોબર નથી, કેમ કે તેમ માનવામાં આવ્યું છતે જે પદાર્થની