________________
द्वितीयो भाग / सूत्र - २२, द्वितीय किरणे
७९
વ્યાવહારિક અર્થાવગ્રહ=શબ્દ આદિ વસ્તુ સામાન્ય સત્તારૂપ મહાસામાન્યના અવાન્તર શબ્દત આદિ સામાન્ય વિશેષ વિષયક છે. તથાચ “આ શબ્દ છે.'-આવા વ્યાવહારિક અર્થાવગ્રહ પછી, ઉત્તરોત્તર ધર્મ આકાંક્ષા અર્થાત્ આ શબ્દ છે, આવો નિશ્ચય થયો છતાં શું આ શબ્દ શંખનો છે કે શા ધનુષ્યનો છે? આવો સંશય થયા બાદ, “આ શબ્દ શંખનો હોવો જોઈએ –એવી ઈહા પ્રવર્તે છે. ત્યારબાદ “આ શબ્દ શંખનો જ છે'-આવા નિશ્ચયરૂપ અપાય થાય છે. આ કારણથી યુક્ત જ છે કે-“આ શબ્દ છે”—એવું જ્ઞાન અર્થાવગ્રહરૂપ છે. (૧) આ પ્રમાણે “આ શબ્દ શંખનો જ છે'-આવા નિશ્ચય બાદ “દેવદત્તે કે યજ્ઞદત્તે વગાડેલા શંખનો આ શબ્દ છે ?'-આવા સંદેહ બાદ “દેવદત્તે વગાડેલા શંખનો આ શબ્દ હોવો જોઈએ-આવી ઇહા પ્રવર્તે છે. ત્યારબાદ “આ દેવદત્તે વગાડેલા શંખનો શબ્દ જ છે–આવો નિર્ણયરૂપ અપાય થાય છે. આ પ્રમાણે “શંખનો શબ્દ જ છે'-આવો આનો અર્થાવગ્રહ માનવો જોઈએ. (૨) આ પ્રમાણે જે જે ધર્મની અપેક્ષાએ વિશેષ ધર્મ સંભવે છે, તે તે ધર્મનું જ્ઞાન ભવિષ્યના ઇહા-અપાયના પૂર્વકાલીન અવગ્રહસ્વરૂપવાળું, સ્વવિષયગત અવગ્રહીત સામાન્યધર્મની અપેક્ષાએ વિશેષ અવગ્રાહી હોઈ અપાયસ્વરૂપવાળું છે. જે અપાય વિષયભૂતધર્મની અપેક્ષાએ આગળ ઉપર વિશેષ ધર્મો નથી, તેના પછી ઈહા-અપાયની પ્રવૃત્તિનો અભાવ હોવાથી તે પણ અપાય જ કહેવાય છે, વ્યાવહારિક અર્થાવગ્રહ નહીં. અર્થાત્ પ્રથામિક અપાયમાં વ્યાવહારિક અર્થાવગ્રહપણાના સ્વીકારથી જ પ્રથમ અપાય પછી, તે રૂપ વ્યાવહારિક અર્થાવગ્રહથી ગ્રહણ કરાયેલ મહાસામાન્ય સત્તાની અપેક્ષાએ વિશેષસ્વરૂપ શાંખત્વ આદિ ઉપર વિશેષની અપેક્ષાએ સામાન્ય સ્વરૂપ શબ્દવમાં, ઈહાથી અપાયરૂપ “આ શંખનો શબ્દ છે'-આવું જ્ઞાન થાય છે. ત્યાર બાદ તે રૂપ (શંખોડ્ય) વ્યાવહારિક અર્થાવગ્રહથી ગ્રહીત શંખત્વ શબ્દવરૂપ સામાન્યની અપેક્ષાએ વિશેષરૂપ છતાં, દેવદત્તે વગાડેલા શંખજન્યત્વ આદિ વિશેષની અપેક્ષાએ સામાન્યરૂપ છે. વિશેષ સામાન્ય શંખત્વમાં ઈહા થવાથી અપાયસ્વરૂપ “દેવદત્તે વગાડેલા શંખજન્ય જ આ શબ્દ છે'-આવું જ્ઞાન થાય છે. આ પ્રમાણે ક્રમથી ઉપર ઉપર જ્ઞાનધારા પ્રવૃત્તિરૂપ જ્ઞાન સંતતિરૂપ વ્યવહારસંગત થાય છે. જો પ્રથમ અપાયમાં અર્થાવગ્રહરૂપપણું નહીં માનવામાં આવે, તો તેના વિષયરૂપ વિશેષ અવગૃહિત નહીં થવાથી ત્યાં બહાનો અભાવ અને તેના અભાવથી બીજા અપાયનો અભાવ; આ પ્રમાણે ત્રીજા અપાયનો અભાવ. આ પ્રમાણે કહેલા ક્રમિક જ્ઞાન સંતાનરૂપ વ્યવહારનો વિલોપનો જ પ્રસંગ આવી જાય. ઇતિ જૈન તર્ક ભાષાયામ્.]
નિસ્વાર્થની બ્રહવૃત્તિમાં એક સમયના સામાન્યજ્ઞાનરૂપ નૈૠયિક અર્થાવગ્રહ થયા બાદ, “શું આ સ્પર્શ છે કે નહીં ?'- એવી ઈહા પ્રવર્તે છે. ત્યાર બાદ “આ સ્પર્શ' છે- એવો અપાય થાય છે. અને આ અપાયમાં અવગ્રહ તરીકેનો ઉપચાર કરાય છે, કેમ કે-આગામી વિશેષોની અપેક્ષા રાખેલ છે. આગામી વિશેષોના સ્વીકારની અપેક્ષાએ આ સામાન્યજ્ઞાન તરીકે કહેવાય છે. વળી અપાયરૂપ અવગ્રહથી ઇહા પ્રવર્તશે કે-“આ કોનો સ્પર્શ છે?” ફરીથી અપાય થશે કે-“આ સ્પર્શ આનો છે.” આ પણ અપાય ફરીથી અવગ્રહરૂપે ઉપચરિત કરાયું છે. આ પછીથી થનારી ઈહા અને અપાયની અપેક્ષાએ આ પ્રમાણે જ્યાં બીજા વિશેષની આકાંક્ષા નથી, અંતિમ અપાય અપાય જ કહેવાય છે, ત્યાં ઉપચાર નથી. આ ઔપચારિક વ્યાવહારિક અવગ્રહની અપેક્ષાએ “બહુ આદિ ભેટવાળા અવગ્રહો છે, પરંતુ એક સમયવર્તી નૈશ્ચયિક અવગ્રહની અપેક્ષાએ નહીં. આ પ્રમાણે બહુવિધ આદિમાં સર્વત્ર વ્યાવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ વ્યાખ્યા કરવી.]