________________
રિતીયો મા / સૂત્ર - ૨૫-૬, દ્વિતીય વિરો बद्धञ्च गन्धं गृह्णातीत्याशयेनाह प्राप्यकारीति । गन्धं विभजते गन्धोऽपीति । सौमुख्यकृत्सुरभिमुख्यकृदुरभिरिति ॥
ઘાણ ઇન્દ્રિયનું લક્ષણ ભાવાર્થ – “ગંધજ્ઞાનમાં અસાધારણ કારણભૂત ઇન્દ્રિય પ્રાણી છે. તે પ્રાપ્યકારી છે. ગંધ પણ સુરભિદુરભિના ભેદથી બે પ્રકારે છે.”
વિવેચન – સુંઘાય તે ગંધ. તે ગંધવિષયક જ્ઞાનમાં જે અસાધારણ કારણ ઇન્દ્રિય, તે “ઘાણ' છે. સંભિન્નસ્રોતોલબ્ધિમાં (બધી ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન, તે કોઈ પણ ઇન્દ્રિયદ્વારા પ્રાપ્ત કરી શકે છે તેવી લબ્ધિમાં) અતિવ્યાપ્તિના વારણ માટે “અસાધારણ' એવું પદ મૂકેલ છે. આ પ્રમાણે સઘળી ઇન્દ્રિયલક્ષણોમાં બોલવું. તે લબ્ધિ ગંધજ્ઞાન માત્રમાં અસાધારણ કારણ નથી, પરંતુ એક અધિક સર્વ વિષય વિષયકજ્ઞાનમાં જ કારણ છે, સાધારણ કારણ છે. લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક સમજવું. આ ધ્રાણેન્દ્રિય પણ રસનની માફક જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમિત દેશથી કે ઉત્કૃષ્ટતાથી નવ જોજનથી આવેલ સ્વદેશમાં સ્પષ્ટ (શંકા-ધ્રાણેન્દ્રિયમાં પ્રાપ્યકારિપણું યુક્તિયુક્ત નથી, કેમ કે-પોતાના દેશથી ભિન્ન દેશમાં રહેલ પણ પોતાના વિષયને ગ્રહણ કરતી ધ્રાણેન્દ્રિય અનુભવસિદ્ધ છે. કપૂર-કેસર-પુષ્પ આદિ દૂરસ્થ છતાં, તેઓની પણ ગંધનો અનુભવ થાય છે જ ને? સમાધાન-અન્ય સ્થાનથી આવીને ગંધ ધ્રાણેન્દ્રિયને સ્પર્શે છે. ખરેખર, પુષ્પ આદિમાં રહેનાર સ્વભાવથી કે વાયુથી પ્રેરિત ગતિવાળા બનેલા ગંધ આદિ પુદ્ગલો કે પુગલમય ગંધ આવીને ધ્રાણેન્દ્રિયને અડકે છે. અન્યથા ધ્રાણેન્દ્રિયમાં ગંધકૃત અનુગ્રહ ઉપઘાત ન થાય. અને દેખાય છે કેકપૂર આદિના સુરભિગંધના પ્રવેશમાં ઇન્દ્રિયાનુગ્રહ અને અશુચિ આદિના દુરભિગંધના પ્રવેશમાં પૂતિરોગ (ખરાબ વાસ નાકમાંથી આવે એવો એક રોગ) હરસનો રોગરૂપ અર્શી વ્યાધિરૂપ ધ્રાણમાં ઉપઘાત થાય છે. એવી રીતે શ્રોત્રમાં પણ સમજવું.) અને બદ્ધગંધને ગ્રહણ કરે છે. ગંધનો વિભાગ કરે છે. સુમુખતાને કરનારી સુગંધ “સુરભિ' છે, વિમુખતા કરનારી દુર્ગધ “દુરભિ' કહેવાય છે. સુગંધથી મુખ મલકાય છે, દુર્ગધથી મુખ કરમાય છે.
स्पर्शनं लक्षयति
स्पर्शग्राहकमिन्द्रियं त्वक, प्राप्यप्रकाशकारिणी । शीतोष्णस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुरूपेणाष्टविधस्स्पर्शः ॥१६॥
स्पर्शग्राहकमिति । लक्षणं कृत्यमूह्यम् । अस्येन्द्रियस्य निर्वृत्तेर्न बाह्याभ्यन्तरभेदो वर्त्तते । त्वगिन्द्रियमपि रसनादिवत्तावत्प्रमाणादागतं विषयं प्राप्य ज्ञानमुत्पादयतीत्याह प्राप्येति । स्पर्शं विभजते शीतेति ॥