________________
६६
तत्त्वन्यायविभाकरे
વિવેચન – ચખાય તે રસ. તે રસવિષયક જ્ઞાનસાધનભૂત ઇન્દ્રિય “રસન’ છે. રસવિષયક મતિજ્ઞાનનું સાધન હોય છતે ઇન્દ્રિયત્વ, એ રસન ઇન્દ્રિયનું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વની માફક વિચારવું. આ રસન ઇન્દ્રિય ચક્ષુની માફક અપ્રાપ્યકારી નથી, પરંતુ જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમિત પ્રદેશથી કે ઉત્કૃષ્ટથી નવ જોજનથી આવેલ પોતાના દેશમાં સંસ્કૃષ્ટ સંનિકૃષ્ટ આત્મપ્રદેશોદ્વારા તે આત્મસાત્ કરેલ રસને ગ્રહણ કરે છે. અર્થાતુ પોતાના પ્રદેશમાં પહેલાં અડકેલ અને પછીથી બદ્ધ થયેલ રસનામક વિષયને પ્રાપ્ત કરીને રસનેન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરે છે. શ્રોત્ર ઇન્દ્રિયની અપેક્ષાએ (મંદ શક્તિવાળા) અપટુ હોવાથી, શબ્દની અપેક્ષાએ રસ થોડો અને બાદર હોવાથી (સત્તર અભાવક હોવાથી) રસન ઇન્દ્રિય સૃષ્ટબદ્ધ રસનામક વિષયને ગ્રહણ કરે છે.
૦રસનો વિભાગ કરે છે. ખાટો રસ જઠર અગ્નિને સતેજ કરનારો છે. મીઠો રસ પિત્ત આદિને શાન્ત કરનારો છે. તીખો રસ કફ વગેરેના દોષને હરનારો છે. તૂરો રસ લોહીના વિકારરૂપ દોષને દૂર કરનારો છે અને કડવો રસ ગળાના રોગ આદિને શમાવનારો છે. તથા ચ વૈદ્યશાસ્ત્ર કહે છે કે-“ખાટો રસ અગ્નિદીપ્તિ કરે છે. સ્નિગ્ધ રસ સોજા-પિત્ત-કફને હણનારો છે. કલેદન રસ પાચન-રુચિકર-મૂઢવાતને અનુકૂળ છે. (મધુર) ગુરુ રસ પિત્તને-વાતને-વિષને હણે છે, ધાતુવૃદ્ધિ કરે છે. જીવાડનારો રસ ક્લેશકારી, બાલવૃદ્ધક્ષીણબલીઓને હિતકારી છે. તીખો રસ-કફને, અરૂચિ-પિત્ત-તરસ-કોઢ-વિષ-જવરને હણે છે. માત્રાથી સેવેલો રસ બુદ્ધિકારી છે. તૂરો રસ રક્તદોષને-કફ-પિત્તને સેવેલો હણે છે. લૂખો રસ ઠંડો-ગુણગ્રાહીસ્વરૂપથી રોચક છે. કડવો રસ યુક્તિથી સેવેલો, ગળાના રોગને, સોજાને હણે છે. દીપન રસ પાચકરુચિકર-વૃદ્ધિકારી અને અતિ કફને હણનારો છે.” ઈતિ. ખારો રસ તો મધુર આદિના સંયોગથી જન્ય હોઈ જુદો કહેલો નથી.
घ्राणं लक्षयति
गन्धज्ञानासाधारणकारणमिन्द्रियं घ्राणम्, प्राप्यकारि । गन्धोऽपि सुरभिदुरभिમેન દિવિ છે ૫ /
गन्धज्ञानेति । गन्ध्यत आघ्रायत इति गन्धस्तद्विषयकज्ञाने यदसाधारणं कारणमिन्द्रियं तद् घ्राणमित्यर्थः । संभिन्नस्रोतोलब्धिवारणायासाधारणेति, एवं सर्वत्रेदं वाच्यम् । नहि सा गन्धज्ञानमात्रेऽसाधारणं कारणं किन्तु एकाधिकविषयकज्ञान एवेति । लक्षणं कृत्यञ्च पूर्ववत् । इदमपि रसनवज्जघन्यतोऽङ्गलासंख्येयभागप्रमितदेशादुत्कर्षेण नवयोजनादागतं स्वदेशं स्पृष्टं
... १. ननु घ्राणस्य प्राप्यकारित्वं न युज्यते, स्वदेशाद्भिनदेशस्थस्यापि स्वविषयस्यैव गृह्णतोऽनुभवसिद्धत्वात् । कर्पूरकुंकुमकुसुमादीनां दूरस्थानामपि गन्धस्यानुभवादिति चेन्न, अन्यत आगत्य गन्धेन घ्राणेन्द्रियस्य स्पर्शनात् वायुना हि प्रेरितस्सक्रियः पुद्गलमयो गन्धो घ्राणेन्द्रियं स्पृशति, अन्यथा घ्राणेन्द्रियस्य तत्कृतानुग्रहोपघातौ न स्याताम्, दृश्यते च कर्पूरादिगन्धप्रवेशे इन्द्रियानुग्रहः, अशुच्यादिगन्धप्रवेशे पूतिरोगार्शोव्याधिरूपो घ्राणस्योपघात इति, एवं श्रोत्रेऽपि भाव्यम् ॥