________________
द्वितीयो भाग / सूत्र - ११, द्वितीय किरणे
અપેક્ષાએ છે. અન્યથા પ્રાથમિક કેવલજ્ઞાનક્ષણમાં દર્શન-ક્ષણ અવ્યવહિત ઉત્તરત્વનો અભાવ હોઈ વ્યાપ્યત્વ ઉત્પન્ન ન થાય) એકસાથે બે ઉપયોગના વાદી, મલવાદી વગેરે આ પ્રશ્નના જવાબમાં કહે છે કે
વિધિપક્ષ – ચક્ષુ-અચક્ષુ-અવધિજ્ઞાનો ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનો કરતાં જુદા કાળવાળા છે, કેમ કેછબસ્થ ઉપયોગરૂપ કાળ છે. જેમ કે-શ્રુત-મન:પર્યવજ્ઞાન વાક્યર્થ વિષયવાળા અદર્શન સ્વભાવી શ્રુતજ્ઞાનમાં અને દ્રવ્યમનના આલંબનવાળા અદર્શનસ્વભાવી મન:પર્યવજ્ઞાનમાં, મતિ-અવધિજન્યદર્શન ઉપયોગથી ભિન્ન કાળપણું પ્રસિદ્ધ છે; તેમજ આ પણ ચક્ષુ-અચક્ષુ-અવધિજ્ઞાનો છે. કેવલીભગવંતના જ્ઞાનદર્શનરૂપ ચક્ષુ-અચક્ષુ અવધિજ્ઞાનો છે, કેવલીભગવંતના જ્ઞાન-દર્શનરૂપ બે ઉપયોગો તો એક કાળવર્તી છે. જેમ સૂર્યનો પ્રકાશ અને તાપનો એક કાળે આવિર્ભાવ થાય છે, તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો પણ એક કાળમાં આવિર્ભાવ થવો જોઈએ; કેમ કે-એનો સ્વભાવ એકીસાથે પ્રકટ થવાનો છે. જેમ ક્ષીણ આવરણવાળા જિનમાં મતિ આદિ જ્ઞાનનો કે અવગ્રહ આદિ ચતુટ્યરૂપ જ્ઞાનનો અસંભવ છે. તથા વિશ્લેષ-વિયોગ થવાથી જ્ઞાન ઉપયોગકાળ ભિન્ન કાળમાં દર્શન નથી, કેમ કે-ક્રમ ઉપયોગપણામાં મસ્તિત્વ આદિ ચતુટ્યનું વ્યાપ્યપણું છે [જયાં જયાં ક્રમ ઉપયોગપણું છે, ત્યાં ત્યાં મસ્તિત્વ આદિ ચાર છે અને જ્યાં સામાન્ય-વિશેષરૂપ ઉભયના આલંબનવાળું ક્રમ ઉપયોગપણું છે, ત્યાં અવગ્રહ આદિ આત્મકપણું છે. આવો નિયમ છે. તથાચ કેવલજ્ઞાનદર્શનમાં જો ક્રમ ઉપયોગપણું સ્વીકારાય, તો તે ક્રમ ઉપયોગત્વ વ્યાપક મસ્તિત્વ આદિ ચતુટ્યની અને અવગ્રહ આદિ આત્મકપણાની આપત્તિ થાય એવો ભાવ છે.] અને સામાન્યવિશેષરૂપ ઉભયના આલંબનવાળા ક્રમ ઉપયોગપણામાં અવગ્રહ આદિ આત્મહત્વનું વ્યાપ્યપણું છે. જો કેવલજ્ઞાનદર્શનમાં ક્રમ ઉપયોગપણું માનવામાં આવે, તો પૂર્વોક્ત બે વ્યાપકની પણ આપત્તિ થાય. અર્થાત્મતિત્વ આદિ ચતુટ્ય અને અવગ્રહ આદિ આત્મકત્વરૂપ બે વ્યાપકોની કેવલજ્ઞાનદર્શનમાં આપત્તિ થાય. તથા આગમમાં પણ જે કેવલજ્ઞાનદર્શનમાં સાદિઅનંતત્વ કહેલ છે, તે પણ સંગત થાય છે. અન્યથા, બીજા સમયમાં જ્ઞાનના અભાવથી-ત્રીજા સમયમાં દર્શનના અભાવથી તે કેવલજ્ઞાનદર્શનનો અંત થવાથી અનંતપણું પ્રતિહત થાય છે.
નિષેધપક્ષ – ક્રમ ઉપયોગવાદી જિનભદ્રગણિક્ષમાશ્રમણ પૂજ્યપાદ કહે છે કે-પ્રજ્ઞાપના આદિ આગમમાં, “સિદ્ધ, સાકાર (જ્ઞાન) ઉપયોગમાં જ સિદ્ધિગતિએ જાય છે–એમ કહેલું છે. સાકાર-અનાકાર ઉપયોગ એકીસાથે છે, એમ માનવામાં “સાકાર' એવું વિશેષણ નિરર્થક થઈ જાય.
વળી તરતમ ઉપયોગતા (ક્રમ ઉપયોગપણું) સિદ્ધભગવંતમાં એક કાળમાં (પૂર્વકાળમાં) સાકાર ઉપયોગ અને બીજા કાળમાં અનાકાર ઉપયોગ છે, એમ જાણવું. (અહીં વાદી એમ કહે છે કે-“સાકાર' એટલે સિદ્ધનું સઘળું જ્ઞાન કે દર્શન સાકાર જ છે, એમ સૂચવવા માટે “સાકાર' એવું સ્વરૂપવિશેષણ છે માટે દોષ નથી. એવી વાદીની આશંકા થયે છતે કહે છે કે-જ્ઞાન-દર્શનના વિશેષથી જ સિદ્ધાન્તમાં ત્યાં ત્યાં સિદ્ધોના જ્ઞાન-દર્શનના પૃથપણાએ કરેલ કથન સંગત થાય છે. આ બંનેમાં વિશેષના અભાવમાં તો કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણરૂપ બે આવરણો પણ ઘટી શકતા નથી. ખરેખર, એક આવાર્ય પ્રત્યે બે આવરણો યુક્તિયુક્ત નથી. તેવી રીતે સાકાર ઉપયોગ આઠ પ્રકારનો, અનાકાર ઉપયોગ ચાર પ્રકારનો, જ્ઞાન પાંચ પ્રકારવાળું અને દર્શન ચાર પ્રકારવાળું, આવું કથન ખંડિત થાય છે.