________________
तत्त्वन्यायविभाकरे
પરિણામશક્તિ આદિ પર્યાયથી પ્રત્યક્ષ નથી. આવી વસ્તુસ્થિતિ હોઈ તે અર્થ જ્ઞાનશક્તિનું પ્રત્યક્ષપણું હોયે છતે, શક્તિઓમાં પરોક્ષપણાનું સાધન જૈનોના મતે વિરુદ્ધ થાય !
५४
એકાન્તથી પરોક્ષપણાના સ્વીકારમાં પ્રભાકર-મીમાંસક મતમાં પ્રવેશની આપત્તિ આવે છે, કારણ કે-તે મીમાંસકોએ કરણજ્ઞાનની સર્વથા પરોક્ષતાનો અને ફળજ્ઞાનની સર્વથા પ્રત્યક્ષપણાનો સ્વીકાર કરેલ છે.
અમોએ તો કરણ અને ફળમાં-ઉભયમાં પ્રત્યક્ષતાનો સ્વીકાર કરેલ છે. તથાચ અર્થગ્રહણશક્તિરૂપ લબ્ધિન્દ્રિય કરણ કે પ્રમાણરૂપ નથી. ઉપચારથી વ્યવહિત કારણની અપેક્ષાએ સંનિકર્ષ આદિની માફક તે લબ્ધિ પણ પ્રમાણ થાય !
શંકા — । – શબ્દ આદિ અર્થના ગ્રહણ પ્રત્યે આ ચાર પ્રકારની ઇન્દ્રિયો ભેગી મળીને હેતુરૂપ છે. બે કે ત્રણ પણ હેતુ હોઈ શકે છે ?
સમાધાન – સમુદિત થયેલી ચારેય ઇન્દ્રિયો વિષયને ગ્રહણ કરે છે, પરંતુ નિવૃત્તિ આદિ ચારમાંથી એક પણ ઇન્દ્રિયના અભાવમાં જીવને શબ્દ આદિ વિષયસ્વરૂપી જ્ઞાન કદાચિત્ પણ થતું નથી, કેમ કેઇન્દ્રિયોની વિકલતા-ન્યૂનતા છે. એથી ચારેય ઇન્દ્રિયો ભેગી મળેલી જ હેતુ થાય છે. તે મળેલીઓમાં જ ઇન્દ્રિય તરીકેનો વ્યવહાર છે, ન્યૂનમાં નહીં.
૦ આ ઉપયોગ એક ઇન્દ્રિય સંબંધી. એક કાળની અપેક્ષાએ જીવને એક જ હોય છે, બીજો નહીં, કેમ કે-બીજા વિષયના ઉપયોગ કાળમાં પૂર્વના ઉપયોગના બળનો વિનાશ છે-તેવા પ્રકારનો જ અનુભવ છે. ખરેખર, ચક્ષુદર્શનના કાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ અનુભવાતી નથી.
શંકા – ચક્ષુદર્શનકાળમાં આવરણ સહિત હોવાથી શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય ?
--
સમાધાન – જો સદા આવરણ છે, તો શ્રોત્રજ્ઞાનના સમયમાં પણ શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિના અભાવનો પ્રસંગ આવી જાય !
શંકા । – અનુરૂપ મનની સાથે જ્યારે જે ઇન્દ્રિયનો સંયોગ થાય ત્યારે તે ઇન્દ્રિયને તે વિષય સંબંધી જ્ઞાન થાય છે. ક્રમથી જ જ્ઞાનની ઉત્પત્તિ છે, માટે ચક્ષુદર્શનના કાળમાં શ્રોત્રજ્ઞાન ક્યાંથી હોય ?
સમાધાન
સર્વ અંગ સંબંધી સુખ આદિના અનુભવની ઉપપત્તિ માટે મનોવર્ગણાના પુદ્ગલોમાં શરીરવ્યાપકપણાની માન્યતા છે, તેથી એકીસાથે અનેક જ્ઞાનોની ઉત્પત્તિના અભાવમાં સ્વભાવ જ કારણ છે, બીજું કારણ નથી. (અથવા તાદેશ ક્ષયોપશમવિશેષ જ કારણ છે.) આ પ્રમાણે સંનિહિત પણ સામાન્યવિશેષ આત્મક વિષયમાં સામાન્યની પ્રધાનતાપૂર્વક, વિશેષને ગૌણ કરવાપૂર્વક કેવલદર્શનરૂપ ઉપયોગ, આનાથી વિપરીત કેવલજ્ઞાન ઉપયોગ છે. અહીં કેવલજ્ઞાન, સ્વસમાનાધિકરણ (કેવલજ્ઞાન જ્યાં છે ત્યાં રહેનાર) જે કેવલદર્શન છે, તે સમાનકાલીન (સમાનકાળવર્તી) છે કે નહીં ? (અહીં ક્રમિક ઉપયોગવાદીઓનો નિષેધપક્ષ છે, યુગપદ્ ઉપયોગવાદીઓનો વિધિપક્ષ છે, એમ સમજવું.) કેવલજ્ઞાનક્ષણત્વ, સ્વસમાનાધિકરણ દર્શન-ક્ષણ અવ્યવહિત ઉત્તરત્વ વ્યાપ્ય છે કે નહીં ? કેવલદર્શન પછી કેવલજ્ઞાન છે કે નહીં ? (કૈવલજ્ઞાનક્ષણત્વમાં દર્શન-ક્ષણ અવ્યવહિત ઉત્તરત્વવ્યાપ્યત્વ સંશય સિદ્ધત્વની
-