________________
सूत्र - १८, प्रथम किरणे
अथ मोक्षं विभजते
मोक्षस्तु सत्पदप्ररूपणाद्रव्यप्रमाणक्षेत्रस्पर्शनाकालान्तरभागभावाल्पबहुत्वैर्नवविधः । १८ मोक्षस्त्विति । कृत्स्त्रकर्मक्षयो मोक्षः, तत्र वस्तुतो यद्यपि तारतम्याभावेन तस्य प्रभेदा न संभवन्त्येव, तथापि तद्वतां सिद्धानामाश्रयेण व्याख्याप्रकारैस्सत्पदप्ररूपणादिभिर्भेदोऽवसेयः, मोक्षस्यात्मपरिणामतया परिणामपरिणामिनोः कथञ्चिदभेदादिति भावः ॥
५३
इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां तत्त्वोद्देशाख्यः પ્રથમાિ: સમાસ: //
મોક્ષતત્ત્વ વિભાગ
ભાવાર્થ- મોક્ષ તો સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ દ્વા૨-એ પ્રમાણે નવ પ્રકારનો છે.
વિવેચન- મોક્ષ- સકલ કર્મના ક્ષય રૂપ મોક્ષ કહેવાય છે. તે મોક્ષમાં વસ્તુતઃ જો કે તરતમતા, ન્યૂનતા કે અધિકતાનો અભાવ હોઈ, તે મોક્ષના પ્રભેદો સંભવતા નથી, તો પણ તે મોક્ષવાળા સિદ્ધોના આશ્રયે વ્યાખ્યાના ભેદ રૂપ સત્પદપ્રરૂપણા આદિથી મોક્ષનો ભેદ જાણવો.
કેમ કે- મોક્ષ એ આત્માના પરિણામ રૂપ હોવાથી પરિણામ અને પરિણામીનો કથંચિદ્ અભેદ છે. આમ ભાવ સમજવો.
-: પ્રશસ્તિ :
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામક વ્યાખ્યામાં, તત્ત્વોના ઉદ્દેશ (નામ માત્રથી વસ્તુ સકીર્તન રૂપ) નામનો પ્રથમ કિરણ સમાપ્ત થાય છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપક્ષ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં પ્રથમ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ પ્રથમ કિરણ