________________
• ત્ર - ૨૬, ૨૭, પ્રથમ રિળે \\
1 વિજયાલચદ્રાર પ્રત્યે સંગ્રહ
નિર્જરા વિભાગ
ભાવાર્થ- ‘બાહ્ય રૂપે છના સમુદાય રૂપ અને અત્યંતર રૂપે છના સમુદાય રૂપ તપના ભેદથી બાર પ્રકારની નિર્જરા છે.’
વિવેચન- તપ, બાહ્ય અને અત્યંતર રૂપે બે પ્રકારનો છે. (૧) ત્યાં અનશન, ઉનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપે છ પ્રકારનો ‘બાહ્ય તપ’ છે. (૨) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ રૂપે છ પ્રકારનો ‘અત્યંત૨ તપ’ છે. એમ બે મળીને બાર પ્રકારના તપો જ નિર્જરા શબ્દથી વાચ્ય છે. એ હિસાબે નિર્જરાનું પણ દ્વાદશવિધપણું છે.
જો કે બાહ્ય-અત્યંતર રૂપ તપો કર્યગ્રહણના અભાવ રૂપ સંવરના કરણોમાં (અસાધારણ કારણોમાં) સમાવેશવાળા થઈ જાય છે. તેથી આ તપોના નિર્જરાપણામાં સંવરનો એક ભાગ ‘નિર્જરા' એમ થાય !
જો આમ થાય, તો સંવરની માફક આ નિર્જરાતત્ત્વ પ્રધાન નહિ ગણવાથી તત્ત્વોની નવ સંખ્યાનો વ્યાઘાત થઈ જાય છે.
તો પણ જેમ કર્મની સાથે સંશ્લિષ્ટ આત્માએ કર્મના ગ્રહણથી નિવૃત્ત બનવું જોઈએ, તેમ કર્મસંશ્લિષ્ટ આત્માએ કર્મથી શૂન્ય બનવું જોઈએ જ. જો કર્મથી રહિત થવાનું ન માનવામાં આવે, તો બંધથી શૂન્યપણું તે આત્માનું ન જ થાય. તેથી સંશ્લિષ્ટ કર્મનો ધ્વંસ પણ અત્યંત અનિવાર્ય-આવશ્યક હોઈ, તે ‘નિર્જરા' પણ સ્વતંત્ર તત્ત્વ જ છે.
તે સંશ્લિષ્ટ કર્મ પ્રધ્વંસ રૂપ નિર્જરા જ્યારે છે, ત્યારે તે નિર્જરાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તે ઉપાય તપ જ છે.
તે તપ રૂપ નિર્જરાનું આગંતુક કર્મના નિરોધમાં અને સંશ્લિષ્ટ કર્મના પ્રÜસમાં સામર્થ્ય છે, માટે સંવર અને નિર્જરા રૂપ ઉભયના અંગ રૂપે તપનું કીર્તન છે તેથી કોઈપણ જાતનો દોષ નથી.
सम्प्रति बन्धं विभजते
प्रकृतिस्थितिरसप्रदेशभेदाच्चतुर्विधो बन्धः । १७ ।
प्रकृतीति । जीवप्रदेशकर्मपुद्गलानां क्षीरोदकवत्परस्पराश्लेषो बन्धः । बन्धनं बन्धोऽस्वतंत्रीकरणं, तच्चोभयोरपि पुद्गलात्मनोरिति क्रियाक्रियवतोः कथञ्चिदभेदात् ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयाऽऽयुष्कनामगोत्रान्तरायात्मकाष्टविधाः प्रकृतयो बन्धपदवाच्या भवन्ति । अथवाऽष्टविधकर्मजन्यास्स्वभावाः प्रकृतयः, यथा ज्ञानावरणीयस्यार्थानवगमो, दर्शनावरणीयस्यार्थानालोचनं, वेदनीयस्य सुखदुःखसंवेदनं, तत्त्वार्था श्रद्धानासंयमौ मोहनीयस्य, भवधारणमायुषो नाम्नो नारकादिनामकरणं गोत्रस्य सदसत्कुलीनसंशब्दनं दानादिविघ्नकरणमन्तराय१. क्रिया- अस्वतन्त्रीकरणरूपा, क्रियावान् जनकतया दर्शनावरणादिः । आश्रयतया चात्मा । यदि प्रकृतिशब्दस्य स्वभाववाचित्वं न ज्ञानावरणादिवाचित्वमित्युच्यते तदा त्वाहाथवेति ॥