________________ પ્રસ્તુત ગ્રન્થનો રસાસ્વાદ આ ગ્રંથમાં ‘તત્ત્વ’ અને ‘ન્યાય’—આ બે વિષયો ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, કે જેથી ગ્રંથને ‘વિભાકર’ સુર્યની ઉપમા અપાયેલ છે. જો કે ‘ચાય’ એ જ્ઞાનનું નિરુપણ છે અને જ્ઞાનનિરુપણ જીવ તત્ત્વાંતર્ગત છે, માટે તત્ત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામનો ધ્વનિ પ્રગટિત થતો નથી, પણ નવ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનસ્વરૂપ ચાય જ્ઞાનનો એક મહત્ત્વનો વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્પન્યાયવિભાકર' હોવા છતાં તત્ત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગમાં વિભાજિત છે. રચના - આ ગ્રંથની રચના અંગે પણ એક નાનો ઇતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજયજી મહારાજે એક દિવસ સ્વ. પૂ. ગુરુદેવને વિનંતિ કરી કે-આપશ્રી કોઈ મારા જેવા અલ્પમતિ જીવોને બોધ થાય, તે માટે કોઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરો. સરલ હૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વ-પરદર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોચી ગયેલ પૂ. ગુરુદેવ એક અપ્રતિમ સ્મૃતિશક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવતો હોય છે, જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા, ત્યારે કોઈ ગ્રંથ તેમને જોવા માંગ્યો હોય તેવું મને યાદ નથી. મોટાભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા. ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિશક્તિનો એક અનુપમ પૂરાવો છે. તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાઓ તેઓશ્રીના સાહિત્યસર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિ, માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે. સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.) પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા, કે જેઓશ્રીમાં રહેલ શાસનપ્રેમ અને સત્યગવેષણ તેઓશ્રીમાં સહજ રીતે સંક્રાન્ત થયા હતા. 2. વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગો પ્રાપ્ત કરાવ્યા હતા, કે જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય. 3. સ્મૃતિ અને સ્વાધ્યાય સમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓશ્રી શક્તિમાન હતા. 4. તેઓશ્રીની સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી, કે જેના દર્શન ગ્રંથરચનામાં પણ થાય છે 5. સહજ કાવ્યશક્તિ પણ તેઓશ્રીના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. KIRIT GRAPHIcs-09898490091