________________
७६४
तत्त्वन्यायविभाकरे
તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધોનું કથનભાવાર્થ – તીર્થની સ્થાપના પછી મુક્ત થયેલા “તીર્થસિદ્ધ કહેવાય છે. જેમ કે-ગણધરો. તીર્થસ્થાપના પહેલાં મુક્ત થયેલાં “અતીર્થસિદ્ધો' કહેવાય છે જેમ કે-મરૂદેવા. '
વિવેચન - જેના દ્વારા અપાર સંસારસાગર તરાય, તે “તીર્થ' કહેવાય છે. તીર્થ એટલે પરમગુરુપ્રણીત પ્રવચન યથાર્થ સકલ જીવ-અજીવ આદિ પદાર્થપ્રરૂપક છે અને તે આધાર વગરનું ન હોઈ શકે, એ અપેક્ષાએ શ્રી જૈનશાસનના આધારભૂત પ્રથમ ગણધર કે સંઘ જ તીર્થરૂપ જાણવું. તે તીર્થ ઉત્પન્ન થયા પછી જે સિદ્ધ થયા, તે “તીર્થસિદ્ધો' છે. જેમ કે-ગણધરો.
અતીર્થસિદ્ધોને કહે છે કે-અતીર્થ એટલે તીર્થનો અભાવ. અને અભાવ એટલે ઉત્પત્તિનો અભાવ કે વ્યવચ્છેદ વિવક્ષિત છે. તે અતીર્થ હોય છતે જે સિદ્ધ થયેલા, તે “અતીર્થસિદ્ધો' છે ત્યાં તીર્થની ઉત્પત્તિના અભાવમાં સિદ્ધોના દષ્ટાન્તને કહે છે. જેમ કે-મરૂદેવા. મરૂદેવી આદિના સિદ્ધિના ગમનકાળમાં તીર્થ ઉત્પન્ન નહોતું થયું, પરંતુ પ્રભુના કેવલજ્ઞાનની પ્રાપ્તિ સાંભળી, સ્વપુત્રના વિયોગથી રડતી, પટલથી આવૃત્ત નેત્રવાળી, તે મરૂદેવીમાતાને હાથીના સ્કંધ ઉપર બેસાડી, વંદન માટે ચાલેલ ભરતજી થયે છતે, દૂરથી દિવ્ય ધ્વનિને સાંભળી હર્ષિત હૃદયવાળી, હર્ષના આંસુથી દૂર થયેલ ચક્ષુના આવરણવાળી મરૂદેવીમાતા, વિભુના વૈભવને જોઈ વિચારવા લાગી કે-“મેં પુત્રના સ્નેહથી બે આંખો તેજોહીન કરી નાંખી, આ ઋષભે તો સંદેશો કોઈ જાતનો મોકલ્યો જ નહીં.” આ પ્રમાણે વિચારીને પુત્રસ્નેહને દૂર કરી, વૈરાગ્યવાળી માતા, ઘાતકર્મના ક્ષયથી કેવલજ્ઞાનવાળી, હાથીના સ્કંધ ઉપર જ તે મરૂદેવા માતાજી મોક્ષમાં પહોંચી ગયા. તેથી તીર્થસ્થાપના પહેલાં જ મુક્તિગમન થવાથી “અતીર્થસિદ્ધા કહેવાય છે. વળી તીર્થનો વ્યવચ્છેદ શ્રીચંદ્રપ્રભસ્વામી અને શ્રી સુવિધિનાથ સ્વામીના વચગાળામાં થયો હતો. ત્યાં જેઓ જાતિસ્મરણ આદિથી મોક્ષ પામી સિદ્ધ થયેલા છે, તેઓ પણ “અતીર્થસિદ્ધો' કહેવાય છે.
૦ આ સિદ્ધોની સત્પદપ્રરૂપણા, દ્રવ્ય-કાળ-અંતરોની અપેક્ષાએ, પરંપરાએ અલ્પબદુત્વનો વિચાર કરતાં તીર્થકરતીર્થમાં, તીર્થકરીતીર્થમાં અને અતીર્થમાં આ તીર્થસિદ્ધો-અતીર્થસિદ્ધો સિદ્ધ થાય છે.
૦ એકીસાથે સમયમાં ઉત્કર્ષથી ચાર તીર્થકરો સિદ્ધ થાય છે. ૦ અતીર્થકરો ૧૦૮, સ્ત્રીઓ ૨૦ અને તીર્થકરીઓ ૨ સિદ્ધ થાય છે.
૦ તીર્થકરતીર્થમાં અથવા તીર્થકરીતીર્થમાં અતીર્થકર સિદ્ધો, ઉત્કૃષ્ટથી આઠ (૮) સમય સુધી તીર્થકરો અને તીર્થકરીઓ બે બે સમય સુધી નિરંતરતાથી સિદ્ધ થાય છે.
૦ તીર્થંકરનો હજાર પૂર્વપૃથકત્વ (૨ થી ૯ સંખ્યાવાચક શબ્દ પૃથત્વ છે.) ઉત્કર્ષથી અંતર છે.
તીર્થકરીઓનો અનંતકાળ સુધીનું અંતર છે, અતીર્થકરોની અધિક સહિત એક વર્ષ સુધીનું અંતર છે અને નોતીર્થસિદ્ધોનો સંખ્યાતા હજાર વર્ષોનું અંતર છે. નોતીર્થસિદ્ધ એટલે પ્રત્યેકબુદ્ધો સમજવા. જઘન્યથી સર્વત્ર પણ સમય છે
૦ સહુથી થોડા તીર્થકરી સિદ્ધો છે. તેના કરતાં તીર્થકરીના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરીના તીર્થમાં અતીર્થકરી સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરીતીર્થમાં