________________
જે કોઈ વિશિષ્ટ હોય, તે સંકલન રજૂઆત અને વિવરણમાં જ હોય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ શ્રી ઉમાસ્વાતિ મહારાજને “ઉપામાસ્વાતિ સંગૃહીતાર:” કહ્યા છે. તેનો કોઈ એવો અર્થ કરે કે-ઉમાસ્વાતિ મહારાજની કોઈ વિશિષ્ટતા નથી, કારણ કેતેઓએ તો માત્ર આગમના અર્થની જ સંકલના કરી છે. તો આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાનો આશય એટલો જ છે કેગ્રંથકારે પ્રામાણિક આખ્ખાયને છોડ્યા વગર જો એક વિશિષ્ટ શૈલિથી પદાર્થોનું સંકલન કર્યું છે તે જ દેખવ્ય છે.
કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તત્ત્વ શોધવાનો દાવો કરવો, તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું. માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, રજૂઆત પ્રત્યે ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ, તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના તત્ત્વો યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તેવો જ આગ્રહ યોગ્ય છે. | ગ્રંથકાર – ગ્રંથના માર્મિક પાઠકો અને તટસ્થ ચિંતકોને ગ્રંથકાર માટે કેવું બહુમાન પેદા થયેલ છે, તે તો આપણે આગળ જોઈશું. તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દૃષ્ટિગોચર કરવા જેવું છે.
તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાઓ તેઓશ્રીના સાહિત્યસર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિ, માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે. - ૧. સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.) પૂ. આચાર્યદેવ શ્રીમવિજય કમલસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરુ અને મગુરુ પ્રાપ્ત થયા હતા, કે જેઓશ્રીમાં રહેલ શાસનપ્રેમ અને સત્યગવેષણ તેઓશ્રીમાં સહજ રીતે સંક્રાન્ત થયા હતા.
૨. વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગો પ્રાપ્ત કરાવ્યા હતા, કે જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય.
૩. સ્મૃતિ અને સ્વાધ્યાય સમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓશ્રી શક્તિમાન હતા.
૪. તેઓશ્રીની સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી, કે જેના દર્શન ગ્રંથરચનામાં પણ થાય છે.