________________
પ્રત્યેક ભેદ-પ્રભેદના લક્ષણો ખૂબ અદ્દભુત રીતે બનાવ્યા છે. કર્મચર્ચા વિષયક જેટલો નાનો વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે.
તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રોમાં વપરાયેલી ભાષા અત્યંત સરળ છે, પ્રયોગો પણ અત્યંત આકર્ષક છે, છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દો વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે.
સારાય જૈનદર્શનનું અત્યંતર અને બાહ્ય-બંને પ્રકારનું એક સમતોલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.
મૂલસૂત્રો ઉપર રચવામાં આવેલી ‘ન્યાયપ્રકાશ' નામની સ્વોપજ્ઞ ટીકા પણ વિદ્વાન્ જનોને આશ્ચર્યમુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે.
રચના - આ ગ્રંથની રચના અંગે પણ એક નાનો ઇતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજયજી મહારાજે એક દિવસ સ્વ. પૂ. ગુરુદેવને વિનંતિ કરી કે-આપશ્રી કોઈ મારા જેવા અલ્પમતિ જીવોને બોધ થાય, તે માટે કોઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરો.
સરલ હૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વ-પરદર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોચી ગયેલ પૂ. ગુરુદેવ એક અપ્રતિમ સ્મૃતિશક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવતો હોય છે, જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા, ત્યારે કોઈ ગ્રંથ તેમને જોવા માંગ્યો હોય તેવું મને યાદ નથી. મોટાભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા. ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિશક્તિનો એક અનુપમ પૂરાવો છે.
ગ્રંથનિર્માણનો પ્રારંભ અને પૂર્ણાહૂતિ - વર્ષો બાદ તે થવા પામી. ત્યારબાદ વિદ્વાનોને સંતોષવા માટે ‘ન્યાયપ્રકાશક’ નામની ટીકા રચવામાં આવી.
જ્યારે કોઈ પણ પુસ્તકની મદદ વિના રાત્રે ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યો, ત્યારે થોડાક આકસ્મિક શબ્દસામ્યથી કોઈનું અનુકરણ કર્યું છે, તેમાંથી બનાવ્યું છે, આવી અસંબદ્ધ વાતો સત્યથી વેગળી બની જાય છે.
દર્શનશાસ્ત્રનો પ્રામાણિક વિદ્વાન તેના પૂર્વાચાર્યોના ગ્રંથથી પરિચિત ન હોય, સંસ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવાયોગ્ય નથી. પ્રામાણિક કોઈ પણ આચાર્ય કોઈ પણ નવા તત્ત્વની અન્વેષણાનો દાવો શ્રી જૈનશાસનમાં તો ન જ કરી શકે.
IT I
, II, I
, II
TI ||||||
///I !!! | III III/II II III III III IT Wh/ru/lk War ma ni
R
MAT, RR
લો ગાય
,
1 /