________________
સૂત્ર - ૨૮-૨૧, શમ: નિ:
७५३
૦ અસંવાદ્મશેતિ=સિદ્ધોના ક્ષેત્રનું આ પ્રમાણ લોકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, કેમ કેઅસંખ્યાત આકાશપ્રદેશપ્રમાણ સિદ્ધોનો ક્ષેત્રોનો અવગાહ છે. આ કથન સર્વ સિદ્ધજીવોની અપેક્ષાએ કે એક સિદ્ધજીવની અપેક્ષાએ છે.
૦ એકપણ જીવનો અસંખ્યાત ભાગમાં જ અવગાહ છે, કેમ કે-જીવ અસંખ્યાતપ્રદેશી છે.
૦ સર્વ સિદ્ધોના અવગાહના વિચારમાં બૃહત્તમ (મોટામાં મોટો-ઉત્કૃષ્ટ મહાત્) લોકાકાશનો અસંખ્યાતમો ભાગ જાણવો.
એક સિદ્ધજીવના અવગાહમાં તો લઘુતમ (નાનામાં નાનો) લોકાકાશનો અસંખ્યાતમો ભાગ જાણવો, એવી વિશેષતા છે.
૦ સિદ્ધોની બહલતા (નિરંતરતા)ના નામે સ્વીકારી ઉત્કર્ષ રીતે સિદ્ધશિલા ઉપર આ ચાર કોશમાંથી એક કોશના છઠ્ઠા ૧/૬ ભાગમાં અવગાહના છે.
૦ દીર્ઘતા અને પૃથુતા (લંબાઈ-પહોળાઈ)થી તો ૪૫ લાખ જોજનપ્રમાણવાળું સિદ્ધોના અવગાહનાનું ક્ષેત્ર (સિદ્ધશિલા) છે, કેમ કે-તે સિદ્ધશિલા વૃત (ગોળ) સંસ્થાન આકારવાળી છે.
શંકા - એક અવગાહવાળાની તો જેનું જેટલું શરીર છે (જઘન્ય હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યના શરીરવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. હવે સિદ્ધ થનારા આત્માનું બે હાથનું કે પાંચસો ધનુષ્યનું શરીર છે. જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરનો પોલાણનોભાગ પૂરાઈ આત્મપ્રદેશોનો ઘન થાય છે તેથી), તે મૂળ શરીરની અવગાહનાનો-ઉંચાઈનો એક તૃતીયાંશ ભાગ ઘટે છેન્યૂન થાય છે, અને બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે તેટલી જ અવગાહના છે અર્થાત્ સંખ્યાતી છે. તો એક અવગાહનાવાળાની અસંખ્યાત આકાશપ્રદેશપ્રમાણ ક્ષેત્રવાળી અવગાહના કેવી રીતે ?
સમાધાન – ૧ હાથ અને ૮ આંગળવાળી કે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળવાળી અવગાહનાનું ક્ષેત્ર અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણવાળું હોઈ, જઘન્ય અવગાહનાના આકાશપ્રદેશો અસંખ્યાતા છે અને ઉત્કૃષ્ટ અવગાહનાના આકાશપ્રદેશો અસંખ્યાત જ છે, કેમ કે–સંખ્યાતાના જેમ સંખ્યાતા ભેદો છે, તેમ અસંખ્યાત રાશિના ભેદો અસંખ્યાતા હોઈ કોઈ વિરોધ નથી.
અર્થાત્ ૧ હાથ અને ૮ આંગળવાળો સિદ્ઘજીવ, કે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળવાળો સિદ્ધજીવ કે સર્વ સિદ્ધો અસંખ્યાત આકાશપ્રદેશોને અવગાહીને રહેલા છે.
स्पर्शनाद्वारं प्ररूपयति
सिद्धात्मनोऽवागाहनाकाशपरिमाणतस्स्पर्शना कियतीति विचारस्स्पर्शनाप्ररूपणा । अवगाहनातस्तेषामधिका स्पर्शना भवति ॥ २९ ॥
सिद्धेति । सिद्धस्य स्वावगाढाकाशप्रदेशैस्स्पर्शना किं न्यूनाधिका तुल्या वेति प्ररूपणमिति भावः । अभिव्याप्तिलक्षणाऽवगाहना, स्पर्शना तु सम्बन्धमात्ररूपेति विशेषः । अधिकत्व