________________
७५२
तत्त्वन्यायविभाकरे सम्प्रति क्षेत्रचिन्तायामाह -
चतुर्दशरज्जुप्रमितस्य लोकस्य कियद्भागे सिद्धस्थानमिति विचारः क्षेत्रद्वारम् । लोकस्यासंख्येयभागे सिद्धशिलोचं सिद्धस्थानं, असंख्येयाकाशप्रदेशप्रमाणं सिद्धानां क्षेत्रावगाहो ज्ञेयः ।२८।
चतुर्दशेति । निर्जातसंख्यानामेषां निवासे विप्रतिपत्तिर्जायते कियन्तमाकाशमेते व्याप्नुवन्ति कियद्भागञ्च नेत्यतस्तन्निरूपणार्थं क्षेत्रद्वारमिति भावः । धर्माधर्मपरिच्छिन्नो जीवाजीवाधारक्षेत्रं लोकः, तन्मानं चतुर्दशरज्जुः, उत्तरयति लोकस्येति, सिद्धशिलाया ऊर्ध्वं लोकस्यासंख्येयभागे समस्तास्सिद्धा एको वाऽऽश्रितः, असंख्येयाकाशेति । एकसिद्धजीवापेक्षया सर्वसिद्धजीवापेक्षया वेदम् । एकस्यापि जीवस्यासंख्येयप्रदेशत्वादसंख्येयभाग एवावगाहः, सर्वावगाहचिन्तायां बृहत्तमोऽसंख्येयभागः, एकावगाहे तु लघुतम इति विशेषः, सिद्धानां बाहल्यमानमङ्गीकृत्योत्कर्षतः क्रोशषष्ठभागेऽवगाहना, दै_पृथुत्वाभ्यान्तु पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणं सिद्धावगाहक्षेत्रं, तस्य वृत्तसंस्थानत्वात् । एकावगाहस्य तु यस्य यावत्प्रमाणं शरीरं तस्य विभागोना तावत्येवावगाहनेति कथमसंख्यातत्वमिति चेत् तन्न, असंख्यातराशेरसंख्यातभेदभिन्नत्वेनाविरोधात् ॥
હવે ક્ષેત્રની વિચારણાને કહે છેભાવાર્થ - ચૌદ રજુપ્રમાણવાળા લોકના કેટલામાં ભાગમાં સિદ્ધોનું સ્થાન છે ?-આવો વિચાર તે ક્ષેત્રદ્વાર છે. લોકના અસંખ્યાતમાં ભાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાન છે. અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણવાળો સિદ્ધોનો ક્ષેત્રાવગાહ જાણવો.
વિવેચન - સિદ્ધોની સંખ્યાના જ્ઞાન બાદ આ સિદ્ધોના સ્થાનના વિષયમાં વિપ્રતિપત્તિ-સંશયજનક વાક્ય થાય છે કે-“આ સિદ્ધો, કેટલી જગ્યાને વ્યાપીને રહે છે અને કેટલી જગ્યામાં નહી વ્યાપીને રહે છે? એથી તેના નિરૂપણ માટે ક્ષેત્રદ્વાર છે, એવો ભાવ છે. ધર્માતિસ્કાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત જીવ અને અજીવના આધારભૂત ક્ષેત્ર “લોક કહેવાય છે. તેનું પ્રમાણ ચૌદ (૧૪) રજજુ છે.
० यौह २४अमित सोना लामा भाग सिद्धोनुं स्थान छ ? अनावावमा छ ? - 'लोकस्ये' તિ. લોકના અગ્રભાગે ૪૫ લાખ જોજન પ્રમાણવાળી સિદ્ધશિલા છે. તેથી એક જોજન દૂર લોકનો અંત છે. તે જોજનના ૧/૨૪, ચાર કોશ જોજનના છે. છેલ્લા એક કોશના ૧/૬ છઠ્ઠા ભાગરૂપ (જઘન્ય અવગાહના, બે હાથવાળા જીવની ૧ હાથ અને ૮ આંગળ, પાંચસો ધનુષ્યવાળા જીવની ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળરૂપ) લોકના અસંખ્યાતમાં ભાગમાં સિદ્ધો અને એકસિદ્ધ અવગાહીને રહેલ છે.