________________
સૂત્ર - ૨૬, રામ રિVI:
७४९ सहचारिणी श्रेणिकादेरिव सम्यग्दृष्टिः सादिसपर्यवसाना, प्रत्युत्पन्ननयापेक्षयाऽशुद्धे क्षायिके न सिद्धसम्भवः, अनन्तरपश्चात्कृतनयापेक्षयाप्येवमेव । एकान्तरनयापेक्षया तु अशुद्धक्षायिकादावपि । अनाहारकेति, प्रत्युत्पन्ननयापेक्षयेदम्, केवलज्ञानकेवलदर्शनेति । प्रत्युत्पन्ननयापेक्षयाऽनन्तरपश्चात्कृतनयापेक्षया तु द्वाभ्यां त्रिभिश्चतुर्भिरपि ज्ञानैरेवमेकान्तरितेऽपि बोध्यम् । न शेषेष्विति, योगवेदकषायलेश्यास्वित्यर्थः । यथासम्भवं प्रत्युत्पन्नानन्तरपश्चात्कृतनयापेक्षयैव મુતિ
સિદ્ધસત્તાનું નિરૂપણઆ પ્રમાણે ચૌદ મૂલમાર્ગણાના ઉત્તરભેદોને કહીને આ માર્ગણાઓમાં (શોધનોમાં) સિદ્ધસત્તા ક્યાં હોય છે, એનું નિરૂપણ કરે છે.
ભાવાર્થ - ત્યાં નરગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસકાય-ભવ્ય-સંજ્ઞી-યથાખ્યાત-ક્ષાયિક-અનાહારક અને કેવલજ્ઞાનદર્શનોમાં મોક્ષ હોય છે, બાકીમાં નહીં.
વિવેચન - ત્યાં એટલે ચૌદ માર્ગણાઓના પેટાભેદોની અપેક્ષાએ, એવો અર્થ છે. (૧) નરતીતિ - પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નય-પૂર્વ-અતીતભાવ પ્રજ્ઞાપક નયના ભેદરૂપ અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ નરગતિમાં મુક્તિ પ્રાપ્ત થાય છે, બીજી ગતિઓમાં નહીં. એકાન્તર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએગતિવિશેષની અપેક્ષાએ તો સામાન્યથી ચારેય ગતિઓમાંથી આવેલો સિદ્ધ થાય છે. વળી અહીં સિદ્ધના પ્રસ્તાવથી “સિદ્ધ- એમ નહીં કહીને, મોક્ષપદનું ગ્રહણ, કર્મક્ષયસિદ્ધોનો અહીં અધિકાર છે; કેમ કે-તે કર્મક્ષયસિદ્ધોનો જ મોક્ષપર્યાયની સાથે અભેદ છે, એમ સૂચન કરવા માટે છે. તેથી કર્મસિદ્ધ, શિલ્મસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ અને તપ સિદ્ધોનો વ્યવચ્છેદ છે.
૦ અનંતર-એકાન્તર પશ્ચાદ્ભુત નયો નૈગમ-સંગ્રહ-વ્યવહારરૂપ છે, કેમ કે-તે સકળ કાળના અર્થગ્રાહી છે. વર્તમાનકાળના અર્થના ગ્રાહક, ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયરૂપ (પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીયરૂપ) પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષાએ તો સિદ્ધમાં સિદ્ધગતિમાં સિદ્ધ થાય છે.
(૨) પન્દ્રિયાતીતિ - અનંતર પશ્ચાદ્ભૂત જાતિની અપેક્ષાએ પંચેન્દ્રિયજાતિમાં મુક્તિ હોય છે, બીજી જાતિઓમાં નહીં. મનુષ્ય જ હોતો, જે પંચેન્દ્રિયજાતિથી સિદ્ધ થાય છે. એથી જ પંચેન્દ્રિયજાતિમાં જ મુક્તિ હોય છે, એવો ભાવ છે.
૦ એકાન્તરિત પશ્ચાત્કૃત જાતિની અપેક્ષાએ તો કોઈ એક જાતિમાં મોક્ષ થાય છે.
૦ પ્રત્યુત્પન્ન-વર્તમાન ભાવની અપેક્ષાએ એક પણ ઇન્દ્રિયમાર્ગણામાં મોક્ષ નથી, કેમ કે સર્વથા શરીરના ત્યાગપૂર્વક જ સિદ્ધત્વપર્યાયની ઉત્પત્તિ છે. [આઠ પ્રકારના કર્મના દાહ-ક્ષય બાદ સિદ્ધ જ હોનારને સિદ્ધ થાય છે, અસિદ્ધને નહીં. ખરેખર, સિદ્ધત્વાત્મક આત્માનું વિદ્યમાન સિદ્ધત્વ, અનાદિ કર્મથી આવૃત્ત હતું, તે તેના આવારક આવરણના ક્ષયથી આવિર્ભત જ થાય છે, નહીં કે નહોતું અને ઉત્પન્ન થાય છે. જેમ