________________
७४२
तत्त्वन्यायविभाकरे सम्यक्त्वपुञ्जमप्युदीर्यानुभवेन निर्जरयतो निष्ठितोदीरणीयस्य चरमग्रासेऽवतिष्ठमानेऽद्यापि सम्यक्त्वपुद्गलानां कियतामपि वेद्यमानत्वाद्वेदकं सम्यक्त्वमुपजायते । नन्वेवं सति क्षायोपशमिकेनास्य को विशेषः, सम्यक्त्वपुञ्जपुद्गलानुभवस्योभयत्रापि समानत्वात्, सत्यं किन्त्वेतदशेषोदितपुद्गलानुभूतिमतः प्रोक्तं, इतरत्तूदितानुदितपुद्गलस्यैतन्मात्रकृतो विशेषः, परमार्थतस्तु क्षायोपशमिकमेवेदम्, चरमग्रासशेषाणां पुद्गलानां क्षयाच्चरमाग्रासवर्तिनान्तु मिथ्यास्वभावापगमलक्षणस्योपशमस्य सद्भावादिति । पुञ्जत्रये च तस्मिन् अशुद्धस्य पुञ्जस्योदयान्मिथ्यात्वं जीवस्य भवत्यकृतपुञ्जत्रयस्य वा, तस्य च सम्यक्त्वप्रतिपक्षीतयात्र ग्रहणं मार्गणोपયોત્વિવિતિ |
સમ્યકત્વ માર્ગણાભેદનું વર્ણનભાવાર્થ - ઔપશમિક, લાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન, વેદક અને મિથ્યાત્વરૂપે છ (૬) સમ્યકત્વમાર્ગણાઓ છે.
વિવેચન - ઉપાધિરૂપ ભેદની વિવેક્ષા વગર એક પ્રકારનું સમ્યકત્વ છે; અને સમ્યકત્વ, અજ્ઞાન, સંશય અને વિપર્યયના નિરાશપૂર્વક “આ જ તત્ત્વ છે'-એવા નિશ્ચયપૂર્વક શ્રી જિનેશ્વરકથિત જીવાદિ પદાર્થવિષયક અભિરૂચિરૂપ કહેવાય છે.
૦ ઉપાધિભેદથી તો બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. ત્યાં દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનું સમ્યક્ત્વ છે. વિશેષથી વિશુદ્ધ કરેલ મિથ્યાત્વના મુદ્દગલો જ દ્રવ્યથી સમ્યકત્વ, ભાવથી તો દ્રવ્યસમ્યકત્વની મદદથી થયેલો જીવનો શ્રી જિનકથિત તત્ત્વરૂચિરૂપ પરિણામ સમ્યકત્વ કહેવાય છે. અથવા નિશ્ચયથી અને વ્યવહારથી સમ્યકત્વ બે પ્રકારનું છે. દેશ-કાળ-સંઘયણને યોગ્ય, યથાશક્તિ યથાર્થ સંયમના અનુષ્ઠાનરૂપ સમ્યકત્વ નિશ્ચયથી સમક્તિ, સમ્યકત્વના હેતુ સહિત, ઉપશમાદિ લક્ષણોથી ગમ્ય, શુભ આત્મપરિણામ વ્યવહારિક સમ્યકત્વ છે.] અથવા પૌદ્ગલિક અને અપૌદ્ગલિકના ભેદથી સમકિત બે પ્રકારનું છે [ક્ષાયોપથમિક સમક્તિ પૌદ્ગલિક સમકિત છે, જ્યારે સાયિક અને ઔપશમિક સમકિત અપૌદ્ગલિક છે.] અથવા નૈસર્ગિક અને અધિગમિક ભેદથી બે પ્રકારનું સમકિત છે.
૦ કારક-રોચક-દીપકના ભેદથી અથવા ક્ષાયિક-ઔપથમિક-ક્ષાયોપથમિકના ભેદથી ત્રણ પ્રકારનું સમકિત છે.
૦ ઔપથમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદનના ભેદથી ચાર પ્રકારનું સમકિત છે.
૦ પશમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદન-વેદકના ભેદથી પાંચ પ્રકારનું સમકિત છે. આ જ પાંચ પ્રકારનું સમકિત નિસર્ગ અને અધિગમના ભેદથી દશ પ્રકારનું છે. બે પ્રકારનું સમકિત પૂર્વે દર્શાવેલ છે. હવે ત્રણ પ્રકારનું સમક્તિ કહેવાય છે.