________________
तत्त्वन्यायविभाकरे
હવે કાલ નામક દ્રવ્યને છોડી જીવ આદિ પાંચનું સાધર્મ કહે છે કે- “કાલને છોડી પાંચ અસ્તિકાય છે.”
ઋજાસૂત્ર નયની અપેક્ષાએ ભવિષ્યકાળની ઉત્પત્તિ નથી અને ભૂતકાળ નષ્ટ થયો છે. પ્રદેશોના સમુદાયનો અભાવ હોઈ કાલમાં “અસ્તિકાયતા' નથી. આ પ્રમાણેના અભિપ્રાયથી કહે છે કે- “કાલને છોડી” ઇતિ આદિ.
કાય એટલે પ્રદેશ પ્રચય રૂપે કહેવાય છે તે કાલ-મનુષ્યલોકવ્યાપી અઢી દ્વીપમાં વર્તમાન-અદ્ધા સમય, એક, પરમ સૂક્ષ્મ અને નિર્વિભાગ હોઈ, કાયશબ્દવાચ્ય સમુદાય રૂપ કાલ કહેવાતો નથી. અર્થાત્ એક સમય આત્મક કાલ હોઈ એક છે માટે તે કાલની કાયરૂપતા નથી.
“અસ્તિકાયનો અર્થ-અસ્તિ નામનો અવ્યય શબ્દ સકલ જીવ આદિ દ્રવ્યનિષ્ઠ ધ્રુવતાનો વાચક છે.
કાય શબ્દ આપત્તિવાચક છે. આપત્તિ એટલે આવિર્ભાવ (ઉત્પાદ) અને તિરોભાવ વિનાશ એવો અર્થ સમજવો.
અસ્તિકાયનો સમુદિત એ અર્થ છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મક દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે.
શંકા-પુદ્ગલોમાં ઉત્પત્તિ અને વિનાશવાળા શરીરના સંબંધની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અથવા અનિત્ય-ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન આદિની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અર્થાત્ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વિનાશ છે.
સમાધાન- જીવમાં ઉત્પત્તિ અને વિનાશવાળા શરીરના સંબંધની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અથવા અનિત્ય-ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન આદિની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અર્થાત્ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વિનાશ છે.
ધર્મ-અધર્મ પણ ગતિપરિણત ચૈત્ર આદિ રૂપ પરનિમિત્ત દ્વારા ઉત્પન્ન, સ્થિતિ પરિણત ચૈત્ર આદિ નિમિત્તમાં વિનષ્ટ એવા, તે તે ગતિ, સ્થિતિ, ઉપકાર રૂપ વ્યાપારોના સંબંધની અપેક્ષાએ ઉત્પાદ અને વિનાશ ઘટમાન છે.
શંકા- મનુષ્યલોકમાં રહેનાર અદ્ધા સમય રૂપ કાલ, એક સમય આત્મક, પરમ સૂક્ષ્મ, નિવિભાગ હોઈ કાય રૂપ નથી. એથી જ ઉત્પાદ-વિનાશવાળો નથી, અને તેથી જ તેમાં ઉત્પાદ અને વિનાશની અવિનાભાવી પ્રૌવ્યનો અભાવ છે.
અર્થાત્ ઉત્પાદ અને વિનાશના અભાવમાં પ્રૌવ્ય પણ અસંભવિત હોઈ સમય રૂપ કાલ, વાંઝણીના પુત્રની માફક અવિદ્યમાન-અદ્રવ્ય જ થઈ જ જાય ને?
સમાધાન- જે કાય શબ્દથી કહેવાય છે, તે જ ઉત્પાદ-વિનાશવાળું જ છે એવો નિયમ નથી. પરંતુ સ્વરસ-(સ્વ-સ્વભાવ)થી સિદ્ધ જ ઉત્પાદ અને વિનાશનો કાય શબ્દથી પ્રકાશ કરાય છે.
અહીં શબ્દસામર્થ્યથી અવિદ્યમાન તે ઉત્પાદ-વિનાશના સંનિધાનની કલ્પના ઉચિત નથી. અર્થાત જ્યાં કાય શબ્દનું ગ્રહણ નથી, ત્યાં સ્વરસ સિદ્ધ જ ઉત્પાદ અને વિનાશ તથા તત્સહચારી ધ્રુવતા પણ કાલમાં છે જ. આ પ્રમાણે દોષ નથી.