________________
સૂત્ર - ૨૨, વામ: રિ:
मार्गणासु ग्रहणमन्यत्राप्यतिदिशति अग्र इति वक्ष्यमाणासु मार्गणास्वित्यर्थः, कासु मार्गणास्वित्यत्राह संयमादिष्वपीति आदिना भव्यसम्यक्त्वाहारकाणां ग्रहणम् । एवमेवेति, ज्ञानमार्गणायामुक्तप्रकारेणैवेत्यर्थः, वैपरीत्येनेति, तत्तद्विपरीतघटिता इत्यर्थः ॥
હવે જ્ઞાનમાર્ગણાના ભેદને કહે છે
७२५
ભાવાર્થ - મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન-મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાનના ભેદથી આઠ (૮) જ્ઞાનમાર્ગણાઓ છે. મિથ્યાદૃષ્ટિઓના મતિજ્ઞાન ‘મતિ અજ્ઞાન,' શ્રુતજ્ઞાન ‘શ્રુત અજ્ઞાન’ અને અવધિજ્ઞાન ‘વિભંગજ્ઞાન’ તરીકે કહેવાય છે. અહીં જ્ઞાનો પાંચ પ્રકારના છતાં, જ્ઞાનોની અન્વેષણાના પ્રસંગમાં પહેલાંના ત્રણ જ્ઞાનોથી વિપરીત પણ મતિ અજ્ઞાન આદિને જ્ઞાનપણે ગ્રહણ કરેલ હોઈ, જ્ઞાનમાર્ગણા આઠ પ્રકારની જાણવી. મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનમાં તો વિપરીતપણાનો અભાવ જ છે. આગળ સંયમ આદિમાં પણ આ પ્રમાણે જ વિપરીતપણાએ માર્ગણાઓ જાણવી.
વિવેચન – જેના વડે જેમાં જેનાથી અર્થો જ્ઞાત થાય છે, તે જ્ઞાન, અથવા જ્ઞાન-દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન, એમ વ્યુત્પત્યર્થો ત્રણ થાય છે. જ્ઞાન-દર્શન આવરણરૂપ બે આવરણના ક્ષય આદિથી આવિર્ભૂત, વિશિષ્ટ આત્મપર્યાય, વિશેષભૂત અંશને ગ્રહણ કરનાર, પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનરૂપ આઠ (૮) જ્ઞાનમાર્ગણાઓ કહેવાય છે.
પૂર્વપક્ષ
પૂર્વપક્ષ-સઘળુંય પણ જ્ઞાન જ્ઞપ્તિ(જાણવું-જણાવવું)રૂપ એકસ્વભાવવાળું છે. જ્ઞપ્તિ એકસ્વભાવપણું સર્વ જ્ઞાનમાં વિશેષ વગર રહેતું હોવાથી, જ્ઞાનોમાં કયા કારણથી આ ભેદ પાંચ પ્રકારનો છે કે આઠ (૮) પ્રકારનો છે ?
શંકા મતિજ્ઞાનનો વિષય વર્તમાનકાળની વસ્તુ છે. શ્રુતજ્ઞાનનો વિષય, ત્રણ કાળની વસ્તુ, અક્ષરપરિપાટીપૂર્વક, શ્રુતગ્રંથના અનુસારે સર્વ પર્યાય વગરના સર્વ દ્રવ્યો છે. અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે. મન:પર્યવજ્ઞાનનો વિષય મનોદ્રવ્યો છે. કેવલજ્ઞાનનો વિષય સર્વ પર્યાય સમન્વિત સર્વ વસ્તુ છે. આ પ્રમાણે જ્ઞેયવિષયનો ભેદ છે. તો જ્ઞેય વિષયભેદથી કરેલો જ્ઞાનભેદ કેમ નહિ ?
ઉત્તર - જો શેયભેદથી જ્ઞાનનો ભેદ માનો, તો કેવલજ્ઞાન બહુ-અનંત ભેદવાળું થશે એવી આપત્તિ આવશે, કેમ કે-વર્તમાનિક આદિ વસ્તુઓ ત્યાં-કેવલજ્ઞાનમાં પણ જ્ઞેય છે. જો વર્તમાનિક આદિ વસ્તુઓ કેવલજ્ઞાનમાં શેય ન માનવામાં આવે, તો મતિજ્ઞાન આદિ વિષય સમૂહના અગ્રહણથી તે કેવલીમાં અસર્વજ્ઞપણાની આપત્તિનો પ્રસંગ આવશે જ, માટે વિષયભેદકૃત જ્ઞાનભેદ નથી.
શંકા - જેવી પ્રતિપત્તિ મતિ આદિ જ્ઞાનની છે, તેવી પ્રતિપત્તિ શ્રુત આદિ જ્ઞાનની નથી, માટે પ્રતિપત્તિના પ્રકારના ભેદથી જ્ઞાનોમાં ભેદ કેમ નહીં ?
ઉત્તર - એક પણ જ્ઞાનમાં તે તે દેશ-કાળ-પુરુષ-સ્વરૂપના ભેદથી અનંતા ભેદોનો પ્રસંગ થવાથી પ્રતિપત્તિના પ્રકારો અનંત થાય ! માટે પ્રતિપત્તિભેદકૃત જ્ઞાનનો ભેદ નથી.