________________
७१६
तत्त्वन्यायविभाकरे
વગેરેને ઉંચે ચડાવીને ભમાવે તે ઘનવાત=ઘાટો વાયુ, તનુવાત=પાતળો વાયુ; આ સર્વ વાયુ પૃથિવી આદિના આધાર ઘનોદધિની નીચે હોય છે. ઇત્યાદિ ભેદથી બાદર વાયુકાયિક જીવો જાણવા.
(૫) વનસ્પતિરૂપી કાયાવાળા જીવો ‘વનસ્પતિકાય' કહેવાય છે. તે સૂક્ષ્મ અને બાદ ભેદવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદવાળા છે.
૦ સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સર્વલોકવ્યાપ્ત, ચક્ષુથી અગ્રાહ્ય (અદશ્ય) અને અનેક આકારવાળા છે.
૦ બાદર વનસ્પતિકાય જીવો સંક્ષેપમાં પ્રત્યેક અને સાધારણના ભેદથી બે પ્રકારના છે. (અ) પ્રત્યેક જીવો પાંદડાં, ફૂલ, ફળ, મૂળ, સ્કંધ આદિ પ્રત્યે, પ્રત્યેક એક એક જીવવાળા દરેક હોય છે. તે જીવો પ્રત્યેક જીવો કહેવાય છે, કેમ કે-તેઓના એક શરીરમાં એક જીવ હોય છે. (આ) સાધારણ જીવો-પરસ્પર સમાઈને સાથે રહેલા, અનંત જીવોના સમુદાય રૂપ એક શરીરમાં રહેવાના સ્વભાવવાળા જીવો, સાધારણ જીવોઅનંતકાય જીવો કહેવાય છે.
૦ ત્યાં પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય જીવો-(૧) વૃક્ષ=આંબો, લીંમડો, પીંપળો, વડ વગેરે વૃક્ષ. (૨) ગુચ્છ=જેનાં પાંદડાં ગુચ્છારૂપ હોય તે. જેમ કે-બીજોડું-રીંગણાં વગેરે. (૩) ગુલ્મ=જેમાં થડનો વિકાસ ન હોય પણ નીચેથી ડાળીઓ ફૂટે, તે ગુલ્મ કહેવાય છે. જેમ કે-ગુલાબ, જૂઈ, મોગરો વગેરે. (૪) લતા=જે વૃક્ષ કે સ્તંભ વગેરેના આધાર ઉપર ચડે, તેને લતા કહે છે. જેમ કે-ચંપકલતા, પદ્મલતા ઇત્યાદિ.
(૫) વલ્લી=વેલા. મોટાભાગે ભોંય ઉપર પથરાય તે વેલા કહેવાય છે. જેમ કે-કાકડીનો વેલો, દુધીનો વેલો. (૬) પર્વગ=જેમાં પર્વ અને ગાંઠ હોય તે પર્વગ કહેવાય છે. જેમ કે- શેરડી, વાંસ, નેતર વગેરે.
(૭) તૃણ=ધાસ. જેમ કે-ધ્રો, ડાભ વગેરે. (૮) વલય=જેની છાલ ગોળ હોય તે વલય કહેવાય છે. જેમ કે-લવિંગ, સોપારી, ખજૂર વગેરે.
(૯) હરિત=શાકભાજી. (૧૦) ઔષધિ=ધાન્યવર્ગ. જેમ કે-ડાંગર, ઘઉં વગેરે.
(૧૧) જલરૂહ=જેમ કે- પદ્મ, કુમુદ, સૂર્યવિકાસી કે ચંદ્રવિકાસી કમળ વગેરે કમળજાતિ. (૧૨) કુહણ=ભૂમિને ફોડીને નીકળનારી વનસ્પતિ કુણ કહેવાય છે. જેમ કે- ભૂચ્છત્ર વગેરે. આ પ્રમાણે બાર પ્રકારના પ્રત્યેક વનસ્પતિકાય જીવો છે.
બધાય વનસ્પતિકાય જીવો સંક્ષેપમાં છ (૬) પ્રકારના છે. જેમ કે-(૧) અગ્રબીજ-ડાળ નાખવાથી ઉગનાર ઝાડ. જેમ કે-કુરંટ. (પીળો-કાંટા અળિયો નામનું ઝાડ.)
(૨) મૂલજ-ઉત્પલ, સુરણ વગેરે મૂલ-કંદમાંથી ઉત્પન્ન થના૨ છે. (૩) પર્વબીજ-શેરડી, વાંસ વગેરે પર્વ-ગાંઠમાંથી ઉત્પન્ન થનારા છે.
(૪) સ્કંધ બીજ-સલ્લકી, વડ વગેરે સ્કંધમાંથી ઉત્પન્ન થનારા છે.
(૫) બીજરૂહ-ડાંગર, ષષ્ટિક, મગ વગેરે બીજમાંથી ઉત્પન્ન થનારા છે.
(૬) સંમૂર્ચ્છનજ-ઘાસ, ભૂમિચ્છત્ર વગેરે પોતાની મેળે ઉત્પન્ન થનાર છે. વનસ્પતિકાયની આ પ્રમાણે છ (૬) મૂળ જાતિઓ છે. સઘળાય વનસ્પતિકાય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે.