________________
સૂત્ર - ૮, વામ: શિરઃ
७१५
જ્યાં સુધી શરીર, ઇન્દ્રિય આદિ બનાવ્યા નથી પરંતુ હવે પછી જેઓ અવશ્ય બનાવશે, તે જીવો “કરણ અપર્યાપ્ત' કહેવાય છે.
બાદર પૃથ્વીકાયિક જીવો પણ શ્લક્ષણ અને ખરના ભેદથી બે પ્રકારના છે.
૦ શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિક જીવો ચૂરો કરેલ-બારીકમાં બારીક કરેલ ઢેફાના જેવી પૃથ્વી મૃદુપૃથ્વી સમજવી.
૦ મૂદુપૃથ્વીરૂપ જીવો પણ ઉપચારથી શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિક કહેવાય છે. વળી તેઓ કાળી, ભૂરી, રાતી, પીળી અને સફેદ માટી, તેમજ અમુક દેશમાં ઉત્પન્ન થતી ધૂળરૂપ માટી પાંડુમૃત્તિકા જેવા છે. જીવ પણ ઉપચારથી તેવો ગણાય છે. નદી વગેરેમાં પૂર આવ્યા પછી તેના કાંઠે બારીક કોમલ૫ જલમલ જેનું બીજું નામ છે, તેવો પંકકાદવ, તે “પાનમૃત્તિકા.' ઉપચારથી તેનાથી યુક્ત જીવ પણ “પાનકમૃત્તિકા' કહેવાય છે.
૦ ખર, બાદર, પૃથ્વીકાયિક જીવો અનેક પ્રકારના હોવા છતાં મુખ્યત્વે શર્કરા, વાલુકા, ઉપલ આદિના ભેદે ચાલીશ (૪૦) પ્રકારના શાસ્ત્રમાં કહેલા છે. તે બધા તે શાસ્ત્રમાંથી જ જાણવા. સંક્ષેપથી તો તેઓ પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદે બે પ્રકારના છે. પરિપૂર્ણપણે પર્યાપ્તિઓને કે વિશિષ્ટ વર્ણ આદિને નહિ પામેલા અપર્યાપ્ત છે, કેમ કે-ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ નહીં કરીને મરેલા છે. અથવા સ્પષ્ટતર વર્ણ આદિના વિભાગની અપ્રાપ્તિ છે. તેનાથી વિપરીતો પરિપૂર્ણપણે પર્યાપ્તિઓને કે વિશિષ્ટ વર્ણ આદિને પામેલા પર્યાપ્ત છે.
(૨) પાણીરૂપી કાયવાળા જીવો “અકાય' કહેવાય છે. તે પણ સૂક્ષ્મ અને બાદરના ભેદે બે પ્રકારના છે. દરેક પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના બાદર અપુકાયિક જીવો છે. જેમ કે-કરા, ઠંડુ જળ, ગરમ જળ (સ્વભાવથી ઉના પાણીના કુંડો વગેરેનું જળ), ખારું જળ, ખાટું જળ, કડવું જળ, લવણ, વરૂણકાલોદધિ, પુષ્કર, ક્ષીર, ધૃત, ઇક્ષરસોદધિ આદિ સમુદ્રોના જળો.
(૩) અગ્નિરૂપી કાયાવાળા જીવો “તેજસ્કાય' કહેવાય છે. તેઓ પણ પૂર્વની માફક સૂક્ષ્મ-બાદર અને પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના છે. જેમ કે-શુદ્ધ અગ્નિ, વજનો અગ્નિ, ભડકો, વાળારૂપ અગ્નિ અંગાર (સળગતો કોલસો)નો અગ્નિ, વિજળીનો અગ્નિ, ઉલ્કાનો (કવચિત્ કવચિત્ આકાશમાંથી જે અગ્નિ ઝરે છે અને જેના મોટા લીસોટા પડે છે તેનો અગ્નિ, મુર્મુર-ભાઠાનો અગ્નિ, છાણાનો અગ્નિ (ભરસાડ), અલાત-કોલસાનો અગ્નિ, નિર્ધાતથી થતો (પવન સાથે અથડાવાથી થતો સ્તુલિંગતણખા) અને સંઘર્ષથી (અરણિના લાકડાં ઘસવાથી) ઉત્પન્ન થતો અગ્નિ, જંગલમાં વાંસ પરસ્પર અથડાવાથી-ઘસાવાથી ઉત્પન્ન થતો અગ્નિ, સૂર્યકાન્ત મણિના પ્રયોગથી અગ્નિ, ઇત્યાદિ અનેક ભેદથી બાદર તેજસ્કાય થાય છે.
(૪) પૂર્વનો, પશ્ચિમનો, ઉત્તરનો અને દક્ષિણનો વાયુ, ઉંચ-નીચે-તીર્થો વાતો વાયુ, ચાર ખૂણાનો વાયુ, અનવસ્થિત રીતે વાતો વાયુ, ઉત્કલિકા વાયુ (જ રહી રહીને વાય અને જેનાથી ધૂળમાં રેખાઓ પડે છે તે વાયુ), મંડલિક વાયુ (જે માંડલાકારે વાય અને પાંદડાં વગેરેને મંડલાકાર-ગોળ ગોળ ચક્રાવો લેતાં ભમાવે તે), ગુંજાવાત-ગંજારવ કરતો વાયુ, ઝંઝાવાત-વર્ષાઋતુમાં નીકળતો તોફાની વાયુ, સંવર્તક-તણખલા