________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન – જન્યત્વમાં ધ્વંશ પ્રત્યે હેતુપણામાં પ્રમાણનો અભાવ છે. (જેમ કે-ધ્વંશ જન્ય છે પણ એનો ધ્વંશ નથી.) પ્રતિયોગીનું વિશેષે કરી હેતુપણું છતાંય મુક્તજ્ઞાન આદિમાં ધ્વંશનું અહેતુપણું છે, એવી કલ્પનામાં જ લાઘવ છે.
६९८
શંકા - ઉપયોગ, સંસારદશામાં અંતર્મુહૂર્તકાળ આદિ કાળથી નાશ-ધ્વંશનો જો વિષય દેખાય છે, તો મુક્તિમાં પણ કાળથી ઉપયોગના નાશનો પ્રસંગ કેમ નહિ આવે ?
સમાધાન - કેવલજ્ઞાન આદિ ઉપયોગો કાળથી નાશના-ધ્વંશના વિષય બનતા નથી. વળી ઉપયોગ ક્ષણિક (સામાયિક) હોવા છતાં તેનું, ક્ષાયિકની પ્રવાહની અપેક્ષાએ અનંતપણું-અવિનાશીપણું (નિત્યપણું) સિદ્ધાન્તસિદ્ધ છે.
વસ્તુતઃ અદૃષ્ટ-અંતઃકરણ-સંયોગ-કર્મક્ષય આદિ, જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તભૂત નથી પરંતુ આવિર્ભાવ-તિરોભાવ છે, એમ પૂર્વે કહેલું જ છે.
શંકા - આત્માના બુદ્ધિ આદિ ગુણો કદાચિત્ ઉચ્છેદ વિષયવાળા થાય છે, કેમ કે- સંતાનરૂપે પેદા થાય છે. જેમ કે-પ્રદીપ.
વળી આ બુદ્ધિ આદિ ગુણોની ઉત્પત્તિ નિરંતર સર્વને અનુભવસિદ્ધ હોઈ ‘અસિદ્ધિ’ નામક દોષ નથી. જેમ કે - પક્ષમાં હેતુનું સત્ત્વ છે. સાધ્યના અભાવની સાથે અન્વય વ્યાપ્તિનો અભાવ હોઈ ‘વિરુદ્ધ’ દોષ નથી. વળી વિપક્ષભૂત ગગન આદિમાં હેતુનું અસત્ત્વ હોઈ અનૈકાન્તિક-વ્યભિચાર નામક દોષ નથી. એમ બરોબર છે ને ?
સમાધાન વિકલ્પોને નહિ સહન કરનાર હોઈ ઉપરોક્ત કથન બરોબર નથી. તથાહિ-(૧) વિકલ્પ=શું સંતાનપદથી પિતા-પુત્ર-પૌત્ર આદિના ક્રમથી પુરુષસંપ્રદાય, ગોત્ર આદિ બીજા નામવાળો સંતાન વિવક્ષિત છે ? (૨) વિકલ્પ=ઉપાદાન-ઉપાદેય ભાવથી ઉત્તર ઉત્તર કાર્યપરંપરાનો ઉત્પાદ, સંતાનપદથી શું વિવક્ષિત છે ? (૩) વિકલ્પ=સામાન્યથી સજાતીય કાર્ય-કારણનો પ્રવાહ, શું સંતાનપદથી વિવક્ષિત છે ?
ત્યાં પ્રથમ વિકલ્પ નથી ઘટતો, કેમ કે-તે સંતાનની પુરુષોમાં જ પ્રસિદ્ધિ હોઈ, બુદ્ધિ આદિ ગુણોમાં તેનો અસંભવ છે. બીજો વિકલ્પ ઘટતો નથી, કેમ કે-તે ગુણોનો આત્માથી ઉપાદેયરૂપે સ્વીકૃત હોઈ, ગુણોનો અને આત્માનો પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવનો અસ્વીકાર છે. ત્રીજો છેલ્લો વિકલ્પ ઘટતો નથી, કેમ કે-બુદ્ધિ આદિથી વિજાતીય ઇચ્છા આદિની પણ ઉત્પત્તિ દેખાતી હોઈ, સજાતીય કાર્ય - કારણભાવની ઉત્પત્તિનો અભાવ છે. વળી સ્મૃતિ આદિ આપના મતે અપ્રમાણ છે, પણ વિજાતીય સ્મૃતિ આદિ પણ સમ્યજ્ઞાન આદિથી સંસ્કારના ઉદ્બોધ (જાગૃતિ) દ્વારા ઉત્પન્ન થાય છે. વળી પાકજન્ય પરમાણુરૂપ આદિની, આવા પ્રકારના સંતાનરૂપે ઉત્પત્તિ છતાં આપે અત્યંત ઉચ્છેદનો સ્વીકાર કરેલ નથી.
વળી સંતાનરૂપવાળા સંસારના પણ અત્યંત ઉચ્છેદના અભાવની સાથે વ્યભિચાર છે. અર્થાત્ સાધ્યાભાવ ઉચ્છેદના અભાવવાળા સંસારમાં સંતાનરૂપે ઉત્પત્તિરૂપ હેતુ હોઈ, તમારા અનુમાનમાં વ્યભિચાર નામક દોષ છે. અને મુક્તિમાં અનિત્ય (છાદ્મસ્થિક) વિનાશી બુદ્ધિ આદિ ગુણોનો અત્યંત ઉચ્છેદ અમોએ પણ સ્વીકાર કરેલ છે, માટે સિદ્ધસાધન નામક દોષ છે.