________________
સૂત્ર - ૨, શમ: નિ:
६९७
સમાધાન - વસ્રના સંબંધ માત્રમાં પરિગ્રહપણાનો અસંભવ છે. મૂર્છાવિશિષ્ટ વસ્ત્રાદિ જ સંસર્ગપરિગ્રહ કહેવાય છે.
૦ જો વસ્રસંબંધ માત્રને પરિગ્રહ કહેવામાં આવે, તો વસ્ત્રધારી ભરતચક્રવર્તીનું નિષ્પરિગ્રહપણાનું વર્ણન અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ અસંગત થાય ! વળી જિનકલ્પના સ્વીકારનાર કોઈક સાધુના વિષયમાં તુષાર કણના સંબંધવાળી ઠંડી પડ્યે છતે, જો કોઈ આત્મા ‘આજે ઠંડી અસહ્ય છે’-એમ વિચારી, તે સાધુના મસ્તક ઉપર વસ્ત્ર ફેંકે, તો તે સાધુમાં પરિગ્રહની આપત્તિનો પ્રસંગ આવી જાય !
તે સ્ત્રીઓમાં પણ સમ્યજ્ઞાન-ચારિત્રના પકર્ષનો સંભવ છે. આ પ્રમાણેનું દિગ્દર્શન છે.
૦ વળી તે મુક્તિ સમ્યગ્નાન-ક્રિયાથી જ છે, કેમ કે-મોક્ષ પ્રત્યે ક્રિયારહિત કેવલ જ્ઞાનરહિત કેવલ ક્રિયા અસમર્થ-અજનક છે.
શંકા - પ્રત્યેક સમ્યજ્ઞાન કે ક્રિયામાં જો કારણતા નથી, તો સમુદાયમાં કારણતા કેવી રીતે ?
સમાધાન - પ્રત્યેક સભ્યજ્ઞાન કે ક્રિયા દેશ અંશથી ઉપકારક હોઈ કારણ છે અને સમુદાય સંપૂર્ણસર્વથા ઉ૫કા૨ી હોઈ સંપૂર્ણ કારણ છે, એમ દિગ્દર્શન જાણવું.
શંકા
ધર્મ-અધર્મના ક્ષયરૂપ આત્યંતિક નિવૃત્તિ જ મુક્તિમાં યુક્તિયુક્ત છે. જો પુણ્ય-પાપની આત્યંતિક નિવૃત્તિ ન થાય, તો મુક્તિ ઘટે નહિ. વળી ધર્મ-અધર્મ રૂપ અદેષ્ટના ક્ષયમાં ધર્મધર્મજન્ય ફળભૂત બુદ્ધિ આદિનો પણ ક્ષય આવશ્યક છે, કેમ કે-કારણના અભાવમાં કાર્યનો નાશ પણ હોય છે. મુક્ત આત્મામાં અંતઃકરણના સંયોગનો અભાવ હોવાથી અંતઃકરણ સંયોગજન્ય બુદ્ધિ આદિ રૂપ કાર્યની ઉત્પત્તિ નથી. તથાચ સકળ વિશેષ ગુણોની નિવૃત્તિ જ મોક્ષમાં સિદ્ધ થાય છે જ ને ? કેમ ?
સમાધાન - તમારી કહેલી બાબત એક અપેક્ષાએ ઇષ્ટ આપત્તિરૂપ છે. ખરેખર, અદૃષ્ટજન્ય આત્મા અને મનના સંયોગજન્ય બુદ્ધિ આદિની નિવૃત્તિને કોણ અટકાવે છે ? પરંતુ કર્મક્ષયરૂપ હેતુજન્ય પ્રશમ સુખઅનંત જ્ઞાન-આનંદ આદિની નિવૃત્તિને (અભાવની માન્યતાને) અટકાવીએ છીએ. તથાચ મુક્તિમાં અપેક્ષાએ (ક્ષાયોપશમિક) બુદ્ધિ આદિ વિશેષ ગુણોની નિવૃત્તિ અને અપેક્ષાએ (ક્ષાયિક) અનંત જ્ઞાનઆનંદાદિની અનિવૃત્તિ (સત્તા) કાયમ રહે છે.
શંકા - જ્ઞાનત્વાચ્છિન્ન. જો જ્ઞાન માત્ર પ્રત્યે અદૃષ્ટ અંતઃકરણ આદિ હેતુ છે, તો અજન્ય (નિત્ય) જ્ઞાન આદિની ઘટમાનતા કેવી રીતે ?
સમાધાન – જૈનેતર વાદીઓએ ઈશ્વરજ્ઞાન આદિમાં વ્યાવૃત્તિ (અતિવ્યાપ્તિવારણ) માટે કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરેલ છે. અર્થાત્ જન્યજ્ઞાન માત્ર પ્રત્યે અદૃષ્ટ અંતઃકરણ આદિ હેતુ છે. તે જન્મજ્ઞાન ધ્વંશનો પ્રતિયોગી હોઈ અનિત્ય વિનાશી છે. (જે જન્ય છે, તે અનિત્ય છે.) તે જન્યજ્ઞાન વંશપ્રતિયોગી હોઈ મુક્તિમાં ભલે ન હો, પરંતુ ધ્વંશનો અપ્રતિયોગી (અનંત નિત્ય) જ્ઞાન આદિની મુક્તિમાં ઉપપત્તિ-ઘટમાનતા છે.
શંકા - જન્યત્વના કારણે જ્ઞાન આદિનો મુક્તિમાં ધ્વંશ કેમ આવશ્યક નહીં ?