________________
३६
तत्त्वन्यायविभाकरे
“એવ’ શબ્દ ક્રમભેદવાચી છે. અર્થાત્ દ્રવ્યની સંખ્યા બોધકખટુ શબ્દની સાથે જોડાય છે. જેમ કે-આ જીવ આદિ પદાર્થો છ જ છે.
શંકા- આ જીવ આદિ છે જ પદાર્થો કેવા સ્વરૂપવાળા છે?
સમાધાન- આ જીવની સાથે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ દ્રવ્ય રૂપ છે. દ્રવ્ય એટલે બાહ્ય નિમિત્ત અને અત્યંતર નિમિત્તજન્ય ઉત્પાદ અને વિગમ રૂપ સ્વ(દ્રવ્ય)ના પર્યાયો વડે જે પ્રાપ્ત કરાય અથવા તે તે પર્યાયોને જે પામે છે, તે દ્રવ્યો કહેવાય છે.
અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપ બાહ્ય નિમિત્ત કહેવાય છે અને અત્યંતર નિમિત્ત સ્વપરિણામ વિશેષ કહેવાય છે. આ બે મળીને ઉત્પાદ અને વિગમમાં હેતુ થાય છે. નહિ કે-એકના અભાવમાં તથાચ પર્યાયપ્રાપ્તિની અપેક્ષાએ આ જીવ આદિ છ પદાર્થો દ્રવ્ય' કહેવાય છે.
પરંતુ દ્રવ્યત્વ જાતિના સંબંધની અપેક્ષાએ નહિ, કેમ કે દ્રવ્યત્વ સંબંધના પહેલાં આ જીવ આદિ છે પદાર્થોમાં અદ્રવ્યત્વની આપત્તિ થઈ જાય !
આ વાત બરોબર છે કે- દંડના સંબંધથી પહેલાં દેવદત્ત દંડી કહેવાતો નથી, પરંતુ જ્યારે દંડનો સંબંધ થાય ત્યારે જ દંડી કહેવાય છે. વળી પ્રકૃતમાં વાદીએ દ્રવ્યત્વના સંબંધ પહેલાં દ્રવ્યતા માનેલી નથી અને જો માનવામાં આવે તો દ્રવ્યત્વ સંબંધની નિરર્થકતા જ છે.
અથવા “જાતિ એ જ શબ્દાર્થ છે.'- આવું માનનાર દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી દ્રવ્યત્વ રૂપ નિમિત્તવાળી દ્રવ્યસંજ્ઞા આ જીવ આદિ પદાર્થોની થાઓ ! વળી તે દ્રવ્યત્વ વસ્તુથી કથંચિત્ ભિન્ન-અભિન્ન છે એથી કોઈપણ દોષ નથી.
એવ' શબ્દનો સંબંધ દ્રવ્યાણિ' પદની સાથે પણ છે. અર્થાતુ જીવ આદિ છ પદાર્થો દ્રવ્ય જ છે- એવો પણ લાભ થવાથી ધર્મ આદિ છ પદાર્થોમાં દ્રવ્યત્વના અભાવનો અભાવ (દ્રવ્યત્વ જ) નિશ્ચિત થાય છે.
આ સમસ્ત નિરૂપણથી દ્રવ્યત્વ એટલે ઉત્પાદવ્યયૌવ્ય આત્મકત્વ, સામાન્યવિશેષ આત્મકત્વ, ગુણપર્યાયવત્ત્વ અને તત્ત્વત્વ રૂપ સમાન ધર્મ જીવ આદિ છ પદાર્થોમાં પ્રાપ્ત થાય છે.
ननु षडिति पदेनैवकारं संयोज्य षडेव द्रव्याणीत्युक्तम्, तन्न युक्तं नैयायिकादिभिः पृथिवीजलतेजोवायुदिङ्मनसां द्रव्यतया गुणकर्मसामान्यविशेषसमवायाभावानाञ्च पदार्थतयाऽभ्युपगतानां सत्त्वादिशङ्कायामाह
दर्शनान्तराभिमतपदार्थानामत्रैवान्तर्भावः । ७ । दर्शनान्तराभिमतेति । नैयायिकादीनां दर्शनान्तरेषु तैरभ्युपगतानां पृथिव्यादिपदार्थानां षट्स्वेतेष्वेवान्तर्भाव इत्यर्थः, तथाहि पुद्गला विचित्रशक्तिमन्तस्तथा च शक्तिवैचित्र्येण परिणामवैचित्र्यात्पृथिवीजलतेजोवायुरूपेण परिणमन्त इति सर्वथा तेषां विभिन्नजातीयत्वे मानाभाव एव, तथा दिगपि नास्त्यतिरिक्ता रुचकप्रदेशावधिकविशिष्टाकाशप्रदेशैः सूर्योदयाद्या