________________
સૂત્ર – રૂ૭, નવમ: નિ:
६८७
૦ આયુષ્યની તેત્રીશ (૩૩) સાગરોપમની, દેવ અને નરકના આયુષ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ત્યાં જ્ઞાનાવરણ આદિ ચાર (૪) કર્મોનો અબાધાકાળ ત્રણ (૩) હજાર વર્ષોનો છે. ત્રણ હજાર વર્ષ ન્યૂન-હીન કર્મસ્થિતિ, અનુભવયોગ્ય-કર્મદલિક નિષેક-રચના થાય છે. ખરેખર, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ આદિ ચાર કર્મો બંધાયેલા હતા, બંધ સમયથી માંડી ત્રણ હજાર વર્ષો સુધી જીવને કોઈ જાતની બાધા પોતાના ઉદયથી પહોચાડતા નથી, કેમ કે-તેટલા કાળના મધ્યમાં દલિક-નિષેક-રચનાનો અભાવ છે. ખરેખર, ત્યારબાદ દલિકોનો નિષેક થાય છે. નિષેક એટલે કર્મપુદ્ગલોના અનુભાગો (દલિકો)ની રચના. તે નિષેક (ભોગ્યકાળ) પ્રથમ સ્થિતિમાં ઘણો (બહુ), બીજી સ્થિતિમાં વિશેષ હીન, આવા ક્રમથી છેલ્લા સમય સુધીની રચના જાણવી.
બાર (૧૨) મુહૂર્તો-કષાયવાળાને સાતાવેદનીયની જધન્ય સ્થિતિનું વર્ણન છે. નિષ્કષાયને તો પ્રથમ સમયમાં સાતાવેદનીયનો બંધ, બીજા સમયમાં વેદન-અનુભવ અને ત્રીજા સમયમાં અકર્મા થવાનું છે. ઇતિ.
આઠ (૮) મુહૂર્તો-યશઃકીર્તિ અને ઉચ્ચ ગોત્રની અપેક્ષાએ આ કથન છે.
‘શોષણ’ ઇતિ. જ્ઞાનાવરણ-દર્શનાવરણ-મોહનીય-આયુષ્ય-અંતરાયરૂપ બાકીના કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
૦ પાંચ (૫) જ્ઞાનાવરણોની, (૪) ચક્ષુદર્શનાવરણ આદિરૂપ દર્શનાવરણોની, ઉદયની અપેક્ષાએ સમ્યક્ત્વમોહનીયની-મિશ્રમોહનીયની-સંજ્વલન લોભની પાંચ (૫), અંતરાયપ્રકૃતિઓની, તિર્યંચ આયુષ્યની અપેક્ષાએ આ જઘન્ય સ્થિતિ છે.
બીજી કર્મપ્રકૃતિઓની તો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિઓ તે તે પ્રકૃતિઓના નિરૂપણમાં જ કહેલી છે. ઇતિ દિક્. હવે ‘ઇતિ’ પદથી બંધતત્ત્વનો ઉપસંહાર કરે છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં ‘સંવરનિરૂપણ’ નામનું નવમું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં નવમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
♦ નવમું કિરણ સમાપ્ત ૦