________________
सूत्र - ४-५, प्रथम किरणे હવે સમ્યફ શ્રદ્ધામાં વિષયભૂત તત્ત્વોના પેટાભેદો ઘણા હોવાથી સુલભતાપૂર્વક તે તત્ત્વોના પેટાભેદોનો બોધ થાય, તે માટે તે તે તત્ત્વના નિરૂપણકાળમાં તે પેટભેદોને નહિ કહેતાં, અહીં જ સામાન્યથી અવાન્તર વસ્તુના નિર્દેશ રૂપ ઉદ્દેશ કહે છે કે
ભાવાર્થ- જીવો અનંત છે.
વિવેચન- જો કે જીવોના સંગ્રહપ્રકાર ભેદો આગળ ઉપર કહેવાશે જ, તો પણ તે જીવોની સંખ્યા પરિમિત નથી. જીવો સંખ્યાતા નથી, અસંખ્યાતા પણ નથી, પરંતુ આ પ્રમાણેના અભિપ્રાયથી અનંત છે.
(સાત દ્વીપ અને સાત સમુદ્ર પરિણામવાળા લોકમાં જીવોના પરિણામવાદી જૈનેતર વાદીઓ છે.) પરંતુ શ્રી જૈનશાસનમાં ચૌદ રજુપ્રમાણ રૂપ લોકમાં જીવોના અનંતપણાનો વાદ છે. અર્થાત્ સંખ્યાતા જીવો જો માનવામાં આવે, તો મુક્ત જીવને સંસારમાં પાછું આવવું પડે અથવા આ સંસારને એક દિવસ જીવોથી શૂન્ય થવું પડે, વગેરે દોષો આવી જાય. વાસ્તે શ્રી જૈન પ્રવચનમાં અનંતા જીવોનું કથન છે.
ષડૂજીવનિકાયનું અલ્પબદુત્વ (૧) બધાથી થોડા ત્રસકાયિક, (૨) તેઓથી સંખ્યાતગુણા અગ્નિકાયિક, (૩) તેનાથી વિશેષાધિક પૃથ્વીકાયિક, (૪) તેઓથી વિશેષાધિક જલકાયિક, (૫) તેઓથી પણ વિશેષાધિક વાયુકાયિક અને (૬) તેઓથી અનંતગુણા વનસ્પતિકાયિક છે.
તે વનસ્પતિકાયિક જીવો સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક-એમ બે ભેદ છે. કહ્યું છે કે-“આ લોકમાં ગોલાઓ અસંખ્યાત છે. એક ગોલામાં અસંખ્યાત નિગોદ છે. એક એક નિગોદમાં અનંત જીવો છે. જેટલા જીવ વ્યવહારરાશિમાંથી નીકળી મોક્ષે જાય છે, તેટલા જ જીવ અનાદિ અવ્યવહારરાશિ રૂપ વનસ્પતિરાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે.
જીવો મોક્ષમાં જાય છતાં અહીં કોઈ પરિહાણી નથી, કેમ કે-નિગોદ જીવોનું અનંતપણું અક્ષણ છે. અનાદિઅનંત એવા કાળમાં પણ જે મોક્ષે ગયા, જાય છે અને જશે.
તે જીવો નિગોદના અનંતમાં ભાગમાં વર્તતા નથી, વત્ય નથી, વર્તશે નહિ. એક નિગોદના શરીરમાં જીવો સર્વ સિદ્ધો કરતાં અનંતગુણા છે.
હવે અજીવોનો વિભાગ ભાવાર્થ- ધર્મ, અધર્મ, આકાશ કાલ અને પુદ્ગલ- આ પાંચ અજીવ છે.”
વિવેચન- જૈન પ્રવચન પ્રસિદ્ધ રૂઢ સંજ્ઞાવાળા ધર્મ-અધર્મ આદિ પદાર્થો જાણવા. સ્વયં ગમનક્રિયામાં પરિણત જીવ પુદ્ગલોને ગતિમાં સહાય કરનાર હોવાથી “ધર્મ.'
અને તેનાથી વિપરીત-સ્વયં સ્થિતિમાં પરિણત જીવ પુગલોને સ્થિતિમાં સહાયક હોઈ “અધર્મ.”
જયાં પોતપોતાના પર્યાયો સાથે દ્રવ્યો રહે છે અથવા સ્વયં ચોતરફ પ્રકાશે છે-વ્યાપ્તિ કરે છે. બીજાઓને અવકાશના દાનથી “આકાશ.”
રૂપી પદાર્થોની હાનિ-વૃદ્ધિનો પ્રકાશક હોઈ “કાલ.”
પૂરણ અને ગલનક્રિયાવાળા હોઈ ‘પુદ્ગલ.” આ પ્રમાણે ક્રિયા રૂપી નિમિત્તજન્ય સંજ્ઞાઓ સમજવી. આ ધમધમદિ પદોનો ઇતરેતર યોગ રૂપ દ્વન્દ્ર સમાસ જાણવો.