________________
સૂત્ર - ૨૨, નવમ: રિ:
६५१ ૦ તેથી મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમનો અભાવ હોવાથી તે મૂળ પ્રકૃતિઓનો બીજી પ્રકૃતિઓમાં લઈ જનારો સ્થિતિસંક્રમ થતો નથી, પરંતુ ઉદ્વર્તન અને અપવર્તના રૂપ બંને સંક્રમો જ થાય છે.
૦ હૃસ્વને દીર્ઘ કરનાર ઉદ્વર્તના છે અને લાંબાને ટૂંકું બનાવનાર અપવર્તના છે, એમ જાણવું.
૦ આ પ્રમાણે અનુભાગ (રસ) સંક્રમ પણ મૂળ-ઉત્તર પ્રકૃતિના વિષયવાળો છે. લક્ષણ તો, જે રસ તે પ્રકૃતિઓનો હૃસ્વ હતો તે દીર્ઘ કરેલો, દીર્ઘ હતો તે હ્રસ્વ કરેલો. અથવા અન્ય કર્મપ્રકૃતિના સ્વભાવે પરિણામાવેલો તે સઘળોય રસ “અનુભાગસંક્રમ' કહેવાય છે.
૦ પરંતુ મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમનો અભાવ હોવાથી અન્ય પ્રકૃતિ સ્વભાવ-પરિણામરૂપ રસ સંક્રમ થતો નથી. (ઉદ્વર્તના-અપવર્તનારૂપ સંક્રમો તો થાય છે.)
૦ પ્રદેશસંક્રમ-આ પ્રમાણે જે સંક્રમપ્રાયોગ્ય કર્મદલિક અન્ય પ્રકૃતિરૂપપણાએ પરિણમાવાય, તે પ્રદેશસંક્રમ' કહેવાય છે. તે પ્રદેશસંક્રમ ઉદ્ગલના-વિધ્યાત-યથાપ્રવૃત્ત-ગુણ-સર્વસંક્રમના ભેદે પાંચ પ્રકારનો છે.
(૧) ઉદ્દલના-ઘન-અનલ્પ દળવાળાને અલ્પ દળવાળા તરીકે ઉત્કિરણ (ગોઠવવું), તે “ઉદ્વલના.” (જેમ કે-અનંતાનુબંધી ચાર, સમ્યકત્વ-મિથ્યાત્વ-વેદદ્ધિક-નરકદ્ધિક-વૈક્રિયસપ્તક-આહારકસપ્તક-મનુભદ્રિક ઉચ્ચ ગોત્રકને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલા સ્થિતિખંડને ઉકેરે છે. (ઉવેલ છે-વિનાશ કરે છે.) એટલે કે તે ભાગમાં રહેલા ઉપર્યુક્ત પ્રમાણની સ્થિતિવાળા કમંદલિકોને ત્યાંથી ઉઠાવે છે અને તેમ કરીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તેમાં, એટલે કે-જેમાં રહેલા દલિકો અનુભવાતાં નથી તે સ્થિતિમાં તેને પ્રક્ષેપે છે-ગોઠવે છે. આ પ્રમાણે સ્થિતિખંડને ઉકેરવાની ક્રિયા અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે.)
(૨) વિધ્યાતસંક્રમ-જે કર્મપ્રકૃતિઓનો ગુણપ્રત્યય (નિમિત્તવિશિષ્ટ) ગુણસ્થાનપ્રાપ્તિના હેતુથી કે ભવના પ્રત્યય(હેતુ)થી બંધ થતો નથી, તે કર્મપ્રકૃતિઓનું સંક્રમણ કરવું તે “વિધ્યાતસંક્રમ.”
(૩) અપૂર્વકરણ-(આઠમા ગુણસ્થાનક વાચક ન ગણતાં ૪-૫-૬-૭ ગુણસ્થાન વગેરે વાળાઓ નહીં બંધાતી અશુભ પ્રવૃતિઓ સંબંધી કર્મદલિકને દરેક સમયે અસંખ્યાત ગુણપણાએ બંધાતી પ્રકૃતિઓમાં જે ફેકે છે, તે “ગુણસંક્રમ” કહેવાય છે.
(૪) સઘળાય સંસારસ્થ જીવોની ધ્રુવબંધીની કર્મપ્રકૃતિઓના બંધમાં, પોતપોતાના ભવમાં બંધયોગ્ય પરાવર્તમાન (અપ્રુવ) પ્રકૃતિઓના બંધમાં કે અબંધમાં જે સંક્રમ પ્રવર્તે છે, તે “યથાપ્રવૃત્ત સંક્રમ કહેવાય છે.
(૫) ચરમ (છેલ્લા) સમયમાં જે દલિક પરપ્રકૃતિઓમાં ફેંકાય છે, તે “સર્વસંક્રમ' કહેવાય છે. અહીં તમામનું વિશેષ તત્ત્વ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. એમ દિગ્દર્શન. अधुनोद्वर्तनामाचष्टे - कर्मस्थित्यनुभागयोः प्रभूतीकरणप्रयोजकवीर्यपरिणतिरुद्वर्तना ।२१।
कर्मेति । स्थित्यनुभागमात्रविषयेयमुद्वर्तनेतिसूचनाय कर्मस्थित्यनुभागयोरित्युक्त मेवमेवोत्तरलक्षणे विज्ञेयम् । उदयावलिकातो बहिर्वर्तिनीनां स्थितीनामुद्वर्तना भवति