________________
६४८
तत्त्वन्यायविभाकरे
વિવેચન - “અન્ય કર્મ ઇતિ.” ખરેખર, જીવ (બંધક) અને કર્મ (બધ્ધ)ના તે તે પ્રકારે બધ્ય-બંધકભાવ સંબંધમાં પરસ્પર બંને અપેક્ષાવાળા છે.
૦ જીવના વિશિષ્ટ અધ્યવસાયની અપેક્ષા રાખીને કર્મવર્ગણાની અંદર રહેલ જીવના પોતાના પ્રદેશમાં અવગાઢ પુદ્ગલો જ્ઞાનાવરણ આદિ કર્મરૂપપણાએ પરિણત થાય છે. જીવ પણ પોતાના પ્રદેશમાં અવગાઢ તથા પ્રકારના કર્મના વિપાકરૂપ ઉદયથી તે પ્રકારે પરિણમે છે.
૦ ત્યાં સંક્લેશનામક કે વિશોધિનામક જે વિશિષ્ટ વીર્ય વડે અન્ય કર્મરૂપપણાએ વ્યવસ્થિત, એટલે વિવક્ષિત-બંધાતી પ્રકૃતિ આદિના ભિનપણામાં રહેલ પ્રકૃતિ આદિને અન્ય કર્મરૂપપણાએ, એટલે બંધાતા પ્રકૃતિ આદિના દલિકને ફેંકીને બંધાતી પ્રકૃતિરૂપપણાએ, અથવા બંધાતી કર્મપ્રકૃતિઓને ઇતરેતર ભિન્ન ભિન્ન રૂપપણાએ જે પરિણાવે છે, તે વિશિષ્ટ વીર્યસંક્રમણ છે, એવો ભાવાર્થ છે. જેમ કે બંધાતા સાતવેદનીય કર્મમાં નહીં બંધાતા અસાતા વેદનીયનું સંક્રમણ, તાદશ-બંધાતા ઉચ્ચ ગોત્રમાં નહીં બંધાતા નીચ ગોત્રનું સંક્રમણ.
૦ તેમજ બંધાતા મતિજ્ઞાનાવરણીયમાં નહીં બંધાતા જ શ્રુતજ્ઞાનાવરણીયનું સંક્રમણ, બંધાતા શ્રુતજ્ઞાનાવરણીયમાં નહીં બંધાતા મતિજ્ઞાનાવરણીયનું સંક્રમણ ઈત્યાદિ.
૦ આ સંક્રમણ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશરૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનું છે, એમ સૂચવવા માટે “પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાનામ્’-એમ કહેલ છે.
૦ દર્શનત્રિકનું બંધ સિવાય સંક્રમણ થતું હોવાથી બંધઘટિત (સહિત) સંક્રમનું લક્ષણ કહેલ નથી.
૦ ખરેખર, મિથ્યાત્વનો જ બંધ છે, સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીયનો બાંધેલા મિથ્યાત્વના મદન (મીનો પાવેલ) કોદરા જેવા પુદ્ગલો ઔષધવિશેષ જેવા ઔપશમિક સમ્યક્ત્વ પાછળ રહેલ વિશોધિ સ્થાન વડે શુદ્ધ-અર્ધશુદ્ધ-અવિશુદ્ધ કરવાથી શુદ્ધ સમ્યકત્વમોહનીય આદિ જાણવા.) બંધ નથી. વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યક્ત્વ-સમ્યગુ મિથ્યાત્વનો પતટ્ઠહરૂપ બંધના અભાવમાં પણ મિથ્યાત્વનું સંક્રમણ કરે છે અને સમ્યકત્વમાં સમ્યગૂ મિથ્યાત્વને સંક્રમાવે છે.
૦ સંક્રમણ વિષયભૂત પ્રકૃતિના આધારભૂત પ્રકૃતિ પતટ્ઠહ કહેવાય છે.
૦ પરંતુ (નવમા ગુણસ્થાનકમાં) અંતરકરણ કર્યા બાદ, સમય~ત્રણ આવલિકા શેષવાળી પ્રથમ સ્થિતિમાં બંધાતા પણ સંજવલનોમાં-ચારોમાં પણ બીજા પ્રકૃતિના દલિકના સંક્રમનો અભાવ હોવાથી તે વખતે તેઓનું પતઘ્રહણપણું નથી.
૦ તેમજ અંતરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિ સંબંધી બે આવલિકામાં પુંવેદનું બીજી પ્રકૃતિમાં સંક્રમનો અભાવ હોવાથી પતઘ્રહણપણું નથી.
૦ મિથ્યાત્વ ક્ષપિત (ક્ષયપ્રાપ્ત) થયે છતે સમ્યગૂ મિથ્યાત્વ(મિશ્ર)નું, મિથ્યાત્વસમ્યગૂ મિથ્યાત્વ ક્ષપિત (ક્ષયપ્રાપ્ત) થયે છત, સમ્યકત્વનું સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય ઉદ્વલિતના (ઉદ્વલના પ્રાપ્ત) થયે છતે, પતઘ્રહણપણું નથી ઇત્યાદિ વિચારવું જોઈએ.