________________
६२४
तत्त्वन्यायविभाकरे
काञ्चिदपि बाधां जीवस्य नोत्पादयति, नवा तत्र वेद्यदलिकनिक्षेपः किन्तु तत ऊर्ध्वमेव, तथाचाबाधाकालहीनाऽनुभवयोग्या स्थितिरिति भाव्यम्, विशेषप्रकृतीनां स्थितिस्तु तत्तन्निरूपण एवोक्तेति ॥
હવે સ્થિતિબંધને કહે છે.
ભાવાર્થ - જ્ઞાનાવરણ આદિ વિભાગવાળા કર્મસ્કંધોનો વિશિષ્ટ મર્યાદાપૂર્વક સ્થિતિના કાળનો નિયમ, એ ‘સ્થિતિબંધ’ કહેવાય છે.
વિવેચન - જ્ઞાન આવરણીયત્વ આદિ રૂપે વિભાગવાળા, એવો અર્થ ‘પ્રવિભક્ત'નો સમજવો.
૦ ‘વિશિષ્ટ માયાદયા' ઇતિ. જેમ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય-વેદનીયોની દરેકની ત્રીશ (૩૦) કોડાકોડી સાગરોપમની, મોહનીયની સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમની, નામ-ગોત્રની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમની અને આયુષ્યની તેત્રીશ (૩૩) સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ વેદનીયની બાર (૧૨) મુહૂર્તની તથા નામ અને ગોત્રની આઠ (૮) મુહૂર્તની છે. બાકીના કર્મોની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. આ પ્રમાણે જે સ્થિતિકાળનું નિયમન, તે ‘સ્થિતિબંધ’ સમજવો. આ સ્થિતિ (૧) કર્મપણાએ અવસ્થાનરૂપ અને (૨) અનુભવયોગ્યના ભેદથી બે પ્રકારની છે. (૧) ત્યાં પહેલા ભેદની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રમાણ કહી દીધું છે અને બીજી અબાધાકાળહીન અનુભવયોગ્ય સ્થિતિ જાણવી. ત્યાં અબાધાકાળ એટલે જે કર્મોની જેટલી સાગરોપમ કોટાકોટિ છે, તે કર્મોના તેટલા (સો) ૧૦૦ વર્ષો અબાધાકાળ કહેવાય છે. જેમ કે-એક (૧) સાગરોપમ કોટાકોટિનો ૧૦૦ વર્ષનો આબાધાકાળ ત્યાં અબાધાકાળ દરમિયાન કર્મ પોતાના ઉદયથી કોઈપણ જાતની બાધા જીવને પહોંચાડતું નથી, અથવા ત્યાં વેદ્ય-અનુભવયોગ્ય દળિયાનો નિક્ષેપ (પ્રક્ષેપ) નથી. પરંતુ અબાધાકાળ પૂર્ણ થયા બાદ સઘળો અનુભવ થાય છે. તથાચ અબાધાકાળથી હીન (રહિત) અનુભવયોગ્ય સ્થિતિ છે, એમ વિચારવું. વિશેષ (ઉત્તર) પ્રકૃતિઓની સ્થિતિ તો તેના તેના નિરૂપણમાં કહેલી છે, એમ જાણવું.
अथ रसबन्धमाचष्टे -
-
परिपाकमुपयातानां विशिष्टकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था
रसबन्ध: ।१४।
परिपाकेति । रसबन्धोऽनुभावबन्धोऽनुभागबन्ध इति पर्यायाः । परिपाकमुपयातानां फलं दातुमभिमुखीभूतानां विशिष्टकर्मस्कन्धानां ज्ञानावरणीयत्वादिना व्यवस्थापितकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्ध इत्यर्थः, विपाकानुभावो हि द्विविधः शुभोऽशुभश्चेति शुभप्रकृतीनां शुभो रसः शुभाध्यवसायनिष्पन्नत्वात्, अशुभप्रकृतीनाञ्चाशुभोऽशुभाध्यवसायनिष्पन्नत्वात्, तत्राशुभप्रकृतीनां तादृशतादृशकषायनिष्पाद्यः कटुकः कटुकतरः कटुकतमोऽतिकटुकतमः शुभप्रकृतीनाञ्च मधुरो मधुरतरो मधुरतमोऽतिमधुरतरश्च रसो