________________
६०६
तत्त्वन्यायविभाकरे
આવિષ્ટ પુરુષના જ્ઞાનની માફક આવું અનુમાન હોયે છતે, ભૂતથી આવિષ્ટ પુરુષજ્ઞાનના પ્રતિબંધક ભૂતની માફક સમસ્ત શેયજ્ઞાતૃત્વ સ્વભાવવાળા આત્માનું પોતાના પણ જ્ઞાનના પ્રતિબંધ તરીકે કર્મ સિદ્ધ થાય છે અને તેથી કાર્મણશરીર આરંભાય છે. તેના અભાવમાં ઔદારિક આદિ શરીરના સંબંધની અસિદ્ધિ છે. વળી મૂર્ત-અમૂર્ત એવા ઘટ આકાશની માફક ઔદારિક આદિ શરીર અને આત્માનો પરસ્પર અનુપ્રવેશ સંભવતો નથી. તો પછી કાર્યણશરીરનો અમૂર્ત એવા આત્માની સાથે કેવી રીતે સંબંધ જાણવો ? અનાદિકાળથી આત્માની સાથે કર્મનું કથંચિત્ તાદાત્મ્ય સ્વીકારાતું હોવાથી ત્યાં પ્રશ્નને અવકાશ નથી. જીવકર્મનો સંયોગ અનાદિ હોવા છતાં બીજ અને અંકુરના મધ્યમાંથી અકૃત કાર્ય એવા કોઈ એક બીજ કે અંકુરનો નાશ છે. તેના સરખા નાશની માફક તપ, સંયમ આદિ ઉપાયથી જીવકર્મના સંયોગનો સર્વથા વિયોગ થાય છે-કરાય છે એમ જાણવું.] તે નિત્યજ્ઞાન પ્રતિબંધકજ્ઞાન આવરણ આદિ કર્મની સિદ્ધિ હોવાથી. જેમ કે-ભૂતથી આવિષ્ટ પુરુષમાં સ્વજ્ઞાનપ્રતિબંધક ભૂત.
૦ વળી તે કર્મ પૌદ્ગલિક (રૂપી) છે, આત્મગુણરૂપ નથી, કેમ કે-અરૂપી-અમૂર્તમાં અનુગ્રહ અને ઉપઘાત અર્થાત્ લાભાલાભ કરવાનો અભાવ છે. સબબ કે-જેમ આકાશ અરૂપી છે, એટલે અમૂર્ત એવા દિશા આદિ દ્રવ્યોમાં અનુગ્રહ કરનાર અને ઉપઘાતક દેખાયેલ નથી. તેવી રીતે જો કર્મ અરૂપી માનવામાં આવે, તો આત્મામાં અનુગ્રહ અને ઉપઘાતમાં હેતુ કેવી રીતે થાય ? માટે કર્મ રૂપી છે એમ સાબિત થાય છે, કેમ કે-આત્મા પ્રત્યે અનુગ્રાહક, ઉપઘાતક છે.
શંકા – તો પણ રૂપી એવા કર્મની સાથે અરૂપી એવા આત્માનો બંધ કેવી રીતે ? કેમ કે- પુદ્ગલથી અને અરૂપીથી એવા આકાશ આદિમાં અનુગ્રહ અને ઉપઘાત દેખાયેલા નથી.
સમાધાન
આત્મામાં કર્મનો સંબંધ અનાદિથી હોઈ (અભેદ) એકતા હોઈ એકાન્તથી અરૂપીપણું નથી. આ જ કારણથી અરૂપી એવા જ્ઞાનમાં રૂપી એવા જ્ઞાનાવરણીયકર્મથી પ્રતિબંધ (આચ્છાદાન) કેવી રીતે ?
-
૦ એવી શંકા પણ ખંડિત થઈ જાય છે. (અપેક્ષાએ) કથંચિત્ રૂપી એવા આત્માથી જ્ઞાનનો સર્વથા ભેદનો અભાવ હોવાથી તે જ્ઞાનમાં પણ કથંચિત્ મૂર્તપણું છે.
૦ એવં ચ-એવી રીતે સઘળા કર્મસ્વરૂપ, કર્મોના આધારભૂત, સઘળા ઔદારિક આદિ શરીરોના કારણભૂત, પ્રવાહની અપેક્ષાએ અનાદિરૂપ, મોક્ષ સુધી જીવની સાથે બરોબર કાયમ લાગેલ, મિથ્યાત્વ આદિ હેતુજન્ય, કાર્યણશરીરની સિદ્ધિ થયે છતે કાર્મણ, શરીરયુક્ત જીવ, કર્મપ્રાયોગ્ય વર્ગણાઓને અને ઔદારિક વર્ગણાઓને ગ્રહણ કરતો, યોગવાળો, કષાયના સ્નેહ(ચીકાશ)થી લેપાયેલો, કર્મરૂપ રજની સાથે અને ઔદારિક આદિ શરીરોની સાથે કથંચિત્ અભેદભાવથી જોડાય છે-બંધાય છે. વળી એથી જ કર્મસંબંધથી વિશિષ્ટ આત્મામાં સુખ-દુઃખનો અનુભવ છે, કેમ કે-સ્વવીર્ય વડે ઔદારિક આદિ પુદ્ગલોને ચેતનપણાએ પરિણમાવેલ છે.
૦ જો અપેક્ષાએ જીવ અને કર્મને અભિન્ન ન માનવામાં આવે, તો જીવથી શરીરનો અત્યંત ભેદ થવાથી શરીરના અવલંબને-આધારે થતું જીવમાં સુખ-દુઃખનું સંવેદન-અનુભવ ન થાય !