________________
६०४
तत्त्वन्यायविभा
तदवच्छ्न्निस्यात्मनस्सुखदुःखानुभवः, स्ववीर्येणौदारिकादिपुद्गलानां चेतनतया परिणमितत्वात् । अन्यथा शरीरस्य जीवादत्यन्तं भेदात्तदवच्छेदेन तस्य सुखदुःखसंवेदनं न स्यादिति । न च कार्मणशरीरस्य मूर्त्तत्वे औदारिकादिशरीरवत्तस्यैन्द्रियकत्वप्रसङ्ग इति वाच्यम्, मूर्त्तमात्रस्यैन्द्रियकत्वमिति नियमाभावात्, अत्यन्तसूक्ष्मतया परिणतत्वेन तस्य वैक्रियादिशरीरस्येव चर्मचक्षुषामतीन्द्रियत्वोपपत्तेः । कार्मणशरीरवत्त्व एव जीवो भवान्तरं प्राप्नोति, नान्यथा, औदारिकादिशरीरस्य तद्भव एव त्यागात् शरीरान्तरस्य चाभावात् । न चाऽशरीरस्यैव भवान्तरप्राप्तिरिति वाच्यम्, सदेहस्यैव तस्याऽत्र गमनदर्शनेनाऽन्यत्राऽपि तथाऽनुमानात्, अत एव पूर्वप्रयोगादेवाशरीरस्य मुक्तस्य गमनमुक्तं, न चाऽचेतनस्य कथं देशान्तरप्रापणसामर्थ्यमिति वाच्यम् चेतनाधिष्ठितस्याचेतनस्याऽपि पोतादेरिव देशान्तरप्रापणसामर्थ्योपलम्भात् । तस्मात्कार्मणशरीरेणानादिसम्बन्धस्याऽऽत्मनस्संसारिण औदारिकादिशरीरसम्बन्धासिद्धिरिति ॥
શ્રી બંધનિરૂપણ નામક નવમ કિરણ
હવે આગંતુક (આવના૨-નવા) કર્મોનો નિરોધ કરનાર સંવર (તત્ત્વ) કહી દીધેલ છે અને બંધાયેલ (પ્રાચીન) કર્મોનો ધ્વંશ કરનારી નિર્જરાનું કથન કરી દીધેલ છે. ત્યાં બંધ કયા સ્વરૂપવાળો છે અથવા કયા કારણથી બંધરૂપી કાર્ય છે ? આવી આકાંક્ષા ઉપસ્થિત થવાથી (પ્રકૃતસિદ્ધ અર્થક ચિંતારૂપ પ્રકૃત ઉપસાધકત્વરૂપ) ઉપોદ્ઘાત સંગતિ દ્વારા ‘બદ્ધ કર્મણામ્' ઇત્યાદિ નિર્જરાલક્ષણથી બંધનું સ્મરણ કરેલ હોવાથી પ્રસંગસંગતિ કે (અનંતર વક્તવ્યત્વરૂપ) અવસ૨સંગતિથી બંધત્વનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા પહેલાં બંધ(કાર્યરૂપ બંધ)નું લક્ષણ કરે છે.
ભાવાર્થ - આત્માના પ્રદેશોની સાથે શુભ-અશુભ કર્મોનો સંબંધ, તે ‘બંધ’ કહેવાય છે.
વિવેચન – ‘આત્મપ્રદેશૈઃ' ઇતિ. અહીં ત્રીજી વિભક્તિ ‘સાથે’ એવા અર્થવાળી છે, અર્થાત્ આત્માના પ્રદેશોની સાથે પુણ્યરૂપ એવા શુભ, પાપરૂપ અશુભ, વિશિષ્ટ પુદ્ગલરૂપ કર્મોનો ક્ષીર-નીરની માફક, પરસ્પર આશ્લેષ-એકતાવાળો સંબંધ, કથંચિત્ ભેદ-અભેદરૂપ, તેનાથી બીજા અધિક સંબંધનો અભાવ હોવાથી સંબંધન રૂપ સંબંધ હોઈ ‘બંધ’ કહેવાય છે.
૦ આત્માની સાથે જ સંબંધવાળા કર્મપુદ્ગલોનો સંબંધ કહેવાય છે પરંતુ ઘટ આદિની સાથે પુદ્ગલસંબંધ બંધ કહેવાતો નથી. એવું સૂચન કરવા માટે ‘આત્મા' એમ કહેલ છે. પ્રદેશની સાથે પણ બંધ છે, એમ સૂચવવા માટે ‘પ્રદેશૈઃ’ એમ કહેલ છે.
૦ અહીં શુભ-અશુભ કર્મસંબંધનું જ બંધરૂપપણું વિવક્ષિત છે પરંતુ શુભ-અશુભરૂપ કર્મવર્ગણાઓનું બંધપણું વિવક્ષિત નથી. એવો અભિપ્રાય જણાવવા માટે ‘શુભ-અશુભ કર્મસંબંધ' એમ કહેલ છે. એથી જ પુણ્ય-પાપતત્ત્વ કરતાં બંધતત્ત્વનું જુદું ગ્રહણ કરેલ છે.