________________
५९०
तत्त्वन्यायविभाकरे
અપ્રમત્ત-સર્વ પ્રમાદોથી રહિત અપ્રમત્તો કહેવાય છે. તે અપ્રમત્તોથી માંડી ક્ષીણમોહ પર્યત વર્તનારાઓ આ ધર્મધ્યાનના સ્વામીઓ છે. અહીં લક્ષણમાં કહેલ ધ્યાનના કારણભૂત આજ્ઞાદિરૂપ ધ્યાતવ્ય વસ્તુનો નિર્દેશ ધર્મધ્યાનના અવાન્તર ભેદવાળો છે. વળી ‘અપ્રમત્તતઃઇત્યાદિ ઉપલેક્ષક વાક્યથી ધ્યાતાઓ સ્વામીઓ દર્શાવેલ છે.
તે કારણથી (૧) જ્ઞાન-દર્શન-ચારિત્ર-વૈરાગ્યરૂપ વિષયવાળી ભાવનાઓ, અર્થાત્ (4) જ્ઞાનભાવનાજ્ઞાનનો નિત્ય અભ્યાસ હોવાથી જ્ઞાનભાવનાથી મનની ત્યાં જ સ્થિરતાવાળો ગુણ જ એક માત્ર સાર છે, એમ જાણનારો નિશ્ચળ મતિવાળો અનાયાસે જ ધર્મધ્યાન કરે છે. (ગા) દર્શનભાવના-શંકા આદિ શલ્ય વગરનો, શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિકય-શૈર્ય-પ્રભાવના-યાતના-સેવા-ભક્તિયુક્ત, અમૂઢ ચિત્તવાળો અને દર્શનભાવના(સંસ્કાર-અભ્યાસ)થી નિર્મળતમ બુદ્ધિવાળો અખ્ખલિત જ ધર્મધ્યાન કરે છે. (૬) ચારિત્રભાવના-ચારિત્રભાવના અભ્યાસમાં અધિષ્ઠિત થયેલો નવાં કર્મો લેતો નથી, જૂનાં કર્મોને નિર્જર છે કે શુભ કર્મોને બાંધે છે, તેથી પ્રયત્ન વગર જ ધર્મધ્યાયી બને છે. (૬) વૈરાગ્યભાવના-જગતના અને કાયાના સ્વભાવને વિચારવાથી જગતના સ્વભાવનો જ્ઞાતા; નિઃસંગ, નિર્ભય, વૈરાગી અને વૈરાગ્યભાવનામાં સ્થિર ચિત્તવાળો લીલા વડે ધર્મધ્યાયી બને છે.
(૨) તથા યોગ્ય દેશ-કાળ આસનવિશેષો-યોગ્ય દેશ એટલે સ્ત્રી-પશુ-પંડકરૂપ કંટકરહિત દેશ. કાળ પણ એટલે જે કાળમાં જ મનની સમાધિ ઉત્પન્ન થાય છે, તે જ ધ્યાનકાળ.
૦ આસનવિશેષ એટલે વિશિષ્ટ કાયાની અવસ્થા.
(૩) વાચના-પૃચ્છના-પરિવર્તન-ચિંતન-સધર્મ આવશ્યક આદિરૂપ સામાયિક આદિ આલંબનો છે. આ આલંબનોથી ધર્મધ્યાનના શિખર ઉપર ચડે છે.
(૪) મનોયોગનિગ્રહ આદિ ધ્યાન પ્રત્તિપત્તિના ક્રમરૂપ છે. (૫) અનિત્ય આદિ ભાવનાઓ. (૬) પતિ આદિ શુભ લેશ્યાઓ
(૭) સમસ્ત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા, શ્રી જિનેશ્વર અને સાધુના ગુણોનું ઉત્કીર્તન તથા પ્રશંસા, તેમજ વિનય-દાનો, એ ધર્મધ્યાનના લિંગો છે.
(૮) દેવલોક આદિ રૂપ કાળ. આ ઉપરોક્ત બધું ગ્રહણ થાય છે.
ક્ષીણમોહ યાવદિતિ-ઉપશાન્ત’ અને ક્ષીણમોહ ગુણસ્થાનકમાં તો પ્રાથમિક પૃથકત્વ અને વિતર્કએકત્વવિતર્ક એ બે ભેદવાળા કહેવાતા બે શુક્લધ્યાનો પણ હોય છે, એમ પણ જાણવું.
[ઉપશાન્તમોહ અને ક્ષીણમોહમાં સામાન્યથી ધર્મધ્યાન કહેલ છે, તેથી અગિયાર અંગના જાણકાર ઉપશાન્તમોહ કે ક્ષીણમોહમાં ધર્મધ્યાન જાણવું. બાકીનાને પૂર્વવિદોને શુકલધ્યાનના પહેલાના બે શુકલધ્યાન કહેલ છે.]