________________
સૂત્ર - રૂ૩, સમ: શિર :
५८९
શંકા - ધ્યાનની જાતિવાળી ભાવનાઓનો સમાવેશ-અંતર્ભાવ ધર્મધ્યાનમાં થશે જ ને? કેમ કે-ધ્યાન સમાન જાતિવાળી ભાવનાઓ છે. બરોબર ને?
સમાધાન – અનિત્ય આદિ વિષયવાળા ચિંતનમાં જ્ઞાનરૂપપણું થયે છતે ભાવનાનો વ્યવહાર છે, જયારે એકાગ્રતાપૂર્વક ચિંતાના નિરોધરૂપપણું થયે છતે ધર્મધ્યાનપણાનો વ્યવહાર છે. એ જ કારણે પ્રવૃત્તિના નિમિત્તમાં ભેદ હોવાથી ધ્યાન અને ભાવનામાં ભેદ છે. વળી ધ્યાનના વિરામકાળ પછી ભાવના વર્તતી હોવાથી ભાવના અને ધ્યાન એ બંને જુદા છે. [અપાય, ઉપાય, જીવ, અજીવ, વિપાક, વિરાગ, ભવ, સંસ્થાન, આજ્ઞા અને હેતુરૂપ પર્યાલોચનરૂપ ધર્મધ્યાન, સંક્ષિપ્તથી ચાર પ્રકારનું પણ વિસ્તારથી દશ પ્રકારનું છે.]
(૧) અપાયરિચય-દુષ્ટ મન-વચન-કાયાના વ્યાપારોનો અપાય (દોષ) કેવી રીતે છોડવો ? આવા પ્રકારની સંકલ્પના રચના, દોષપરિવર્જન પણ કુશલ પ્રવૃત્તિરૂપ હોવાથી “અપાયરિચય” ધર્મધ્યાન છે.
(૨) તે શુભ મન-વચન-કાયાના વ્યાપારોના સ્વીકારરૂપ ઉપાય, તે કેવી રીતે જાણવો કે અનુમય હોઈ શકે? એવો સંકલ્પ કરવો, એ “ઉપાયરિચય” ધર્મધ્યાન છે.
(૩) અસંખ્યાત પ્રદેશરૂપ જ્ઞાન-દર્શન-ઉપયોગ-લક્ષણ આદિ રૂપ પોતે કરેલ કર્મના ફળનું ભોગવવાપણું આત્મામાં છે, ઇત્યાદિ ચિંતન, એ “જીવવિચય' ધર્મધ્યાન છે.
(૪) ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલોનું અનંતપર્યાય આત્મકપણા આદિનું ચિંતન, એ અજીવવિચય” ધર્મધ્યાન છે.
(૫) વિપાકવિચય તો ટીકામાં કહેલ છે.
(૬) પરલોકમાં પોતે કરેલ કર્મફળ ભોગવવા માટે ફરીથી જન્મવું તે ભવ. વળી તે ભવ અરઘટ્ટ ઘંટીયંત્રની માફક મૂત્ર-પુરીષ આંતરડાના તાંતણાથી બંધાયેલ દુર્ગધીવાળા જઠર (કલિ)રૂપ શરીરથી બખોલ આદિમાં હંમેશાં આવર્તન-ફરીથી જન્મવું-આવવું. વળી અહીં ગર્ભાવાસ આદિમાં પોતે કરેલ કર્મના ફળને અનુભવતા જીવને ચેતન કે અચેતન કોઈ વસ્તુ સહાયભૂત તે શરણભૂત થતી નથી. ઇત્યાદિ ભવમાં સંક્રાન્ત (ઉપસ્થિત થયેલ) દોષના પર્યાલોચનરૂપ “ભવવિચય” ધર્મધ્યાન કહેવાય છે.
(૭) સંસ્થાન વિચયરૂપ ધર્મધ્યાન ટીકામાં કહેલ છે. (૮) આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન તે ટીકામાં જ કહેલ છે.
(૯) આગમકથિત વિષયની પ્રતિપત્તિ સ્વીકારમાં તર્કનુસાર બુદ્ધિવાળા તાર્કિક પુરુષ પ્રત્યે સ્યાદ્વાદપ્રરૂપક શ્રી જિનેન્દ્ર ભગવાનનું આગમશાસ્ત્ર, કષ-છેદ-તાપ શુદ્ધિથી વિશિષ્ટ છે. આવા ઉત્તમ ગુણનો વિચાર, એ “હેતુવિચય' ધર્મધ્યાન છે.
(૧૦) વિરાગરિચય નામક ધર્મધ્યાન-શરીર આદિ ક્ષણિક પદાર્થો વિનાશી છે, એવો વૈરાગ્યનો વિચાર, એ “વિરાગરિચય” ધર્મધ્યાન છે.
સ્વામીનું વર્ણન-આ ધર્મધ્યાનના ધ્યાતા સ્વામીને કહે છે કે-“અપ્રમત્તત ઈતિ.