________________
સૂત્ર - ૨૬, અષ્ટમ: વિર :
५७९ પ્રમાણે ધ્યાન શબ્દ ભાવસાધન કહેવાય છે. (ભાવમાં પ્રત્યય લાગી સિદ્ધ થતો શબ્દ ભાવવાચક) કરૂંસાધનરૂપ ધ્યાન શબ્દ, બાહુલક અર્થમાં લ્યુટુ (અ) પ્રત્યય લાગવાથી ધ્યાતિ-ધ્યાતા-ધ્યાન કરનારો, એ અર્થમાં ધ્યાન શબ્દ (કરૂંવાચક શબ્દ) કહેવાય છે.
કરણસાધન ધ્યાન શબ્દ કરણની પ્રશંસામાં પરાયણ, શબ્દની પ્રવૃત્તિ દેખાયેલી હોય છતે. જેમ કે-“સાધુ અસિઃ છિનત્તિ.” (તલવાર સારી રીતે છેદે છે.) આ પ્રમાણે પ્રયોક્તા (પ્રયોજકક) અને નિર્વત્ય (કર્મ) વિદ્યમાન હોવા છતાં, છેદન, ઉદ્યમન (ઉગામવું) અને નિપતન (પડવું) રૂપ ક્રિયાને આધીન હોવાથી, અસિમ (તલવારમાં) સાધકતમપણું હોવા છતાં, સ્વાતંત્ર્યની વિવક્ષા હોવાથી કર્તાના ધર્મનો અધ્યારોપ કરાય છે. તેવી રીતે ધ્યાનની ઇચ્છાવાળો આત્મા જ્ઞાનાવરણીય ક્ષયોપશમ અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમને આધીન હોવાથી, ધ્યાતા-ધ્યેય હોવા છતાં ધ્યાન આદિ પરિણામમાં કરૂંપણું યુક્ત છે અને આ ધ્યાનમાં પર્યાય અને પર્યાયીના ભેદની વિવક્ષાથી અર્થાત્ ચિત્તમાં કરણપણું પણ વિવક્ષિત છે. (જેમ દઢત્વપ્રૌઢતા-તીક્ષ્ણતા આદિ ધર્મથી સ્વતંત્રપણાની વિવલાથી કરણનું કર્જુપણું છે, તેમ અહીં એકાગ્રતા-સ્થિરતા આદિ ધર્મથી સ્વતંત્રપણાની વિવક્ષાથી કરણનું કર્તૃપણે સમજવું અને સાધકતમપણાની અપેક્ષાથી કરણપણું સમજવું.)
૦ જો કે એક શબ્દ, એક સંખ્યાવાચી, અન્ય અર્થવાથી, અસહાયવાચી, પ્રથમ અને કેવલવાચી એમ કોશની અપેક્ષાએ ઘણા અર્થનો વાચી હોવા છતાં, પ્રસ્તુતમાં એક શબ્દ સંખ્યાવાચક-એક શબ્દ છે. ખરેખર, વિશિષ્ટ વીર્યથી બાધા વગરના સ્થાનમાં પ્રજ્વલિત (પ્રકટિત કરેલ) દીપની શિખા(વાલા)ની માફક ચિત્તની (જ્ઞાનધારાની) એક વિષયમાં (આલંબનમાં) સ્થિરતા કરવી. અર્થાત્ અનિયત-અસ્થિર ક્રિયા (વિશિષ્ટ) અર્થનું (વિષયનું) નિયત-સ્થિર એવી વિશિષ્ટ ક્રિયાના કર્તાપણાએ અવસ્થાપન [તથાચ મનની
તાના આલંબનવાળું ધ્યાન ધ્યાનની અભ્યાસરૂપ ક્રિયા “ભાવના” કહેલ બે પ્રકારથી રહિત જે મનની ચેષ્ટા-ચલચિત્તતા, તે “ચિંતા’-એમ સૂચિત કરાય છે.] ધ્યાન' કહેવાય છે અને તે વચન અને કાયાના નિરોધમાં જ હોય છે. અથવા મન-વચન-કાયાના નિરોધપૂર્વક, એવો તેનો અર્થ છે. ચેત’ શબ્દ, કે જેનું બીજું નામ ચિંતા છે, અર્થાત્ ચેતસ્ એટલે જ્ઞાન, એવો અર્થ કરવો. તે જ્ઞાનધારાને એક જ વિષયમાં સ્થાપન ધ્યાન' કહેવાય છે અને વ્યગ્રતામાં (વિવિધ વિષયમાં જતું હોવાથી વ્યાકુળતામાં) તે ચિત્તનું જ્ઞાનપણું જ છે, ધ્યાનપણું નથી. તથા ત્રણ યોગના નિરોધપૂર્વક જ્ઞાનરૂપ ચિત્તની એક વિષયમાં સ્થિરતા કરવી, એ ધ્યાન છે એમ ફલિત અર્થ છે.
૦ આ લક્ષણ છદ્મસ્થોના અને કેવલીઓના ધ્યાનોમાં વ્યાપક છે, યોગનિરોધ જ કેવલીને ધ્યાન છે, પરંતુ ચિત્તની સ્થિરતાપાદન રૂપ ધ્યાન નથી, કેમ કે-ચિત્તનો જ અભાવ છે; અને યોગો ઔદારિક આદિ શરીરસંયોગથી પેદા થયેલા આત્મપરિણામવિશેષ વ્યાપારો જ છે.] કેમ કે-ત્યાં કેવલીઓના ધ્યાનમાં પણ ત્રણ યોગોના નિરોધપૂર્વક જ્ઞાનમાં એક વિષયની સ્થિરતાના આપાદનની વિદ્યમાનતા છે.
શંકા- એક અર્થમાં (વિષયમાં) ચિત્તના એક ક્રિયાના કર્તાપણાએ જો અવસ્થાપનપણાને જ ધ્યાનપણું છે, તો અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિઓમાં (પરસ્પર સંક્રમણોમાંઅર્થસંક્રમમાં=દ્રવ્યથી પર્યાયમાં અને પર્યાયથી દ્રવ્યમાં સંક્રમવિશિષ્ટ શુક્લધ્યાનમાં આવ્યાપ્તિરૂપ દોષથી યુક્ત લક્ષણ છે, કેમ કે-શુક્લધ્યાનમાં એક વિષયકપણાનો અભાવ છે. તો દોષનું લક્ષણમાં નિવારણ કેવી રીતે?