________________
સૂત્ર - ૨૮-૨૧, અષ્ટમ: નિ:
५७७ નિમિત્ત, દેવતાજન્ય સંગ્રામ, શારીરિકરૂપે અને પરજન્ય-એમ પાંચ પ્રકારનું છે. અસ્વાધ્યાયિકોમાં સ્વાધ્યાય કરનાર સાધુને તીર્થંકરની આજ્ઞાનો ભંગ વગેરે દોષો થાય છે. એથી જ આવા કાળને છોડીને ઉચિત કાળોમાં અધ્યયન ‘સ્વાધ્યાય' એવો અર્થ છે. વળી તે સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પુનરાવર્તન-અનુપ્રેક્ષા અને ધર્મકથાના પાંચ ભેદથી પાંચ પ્રકારનો છે.
૦ વાચના-શિષ્યોને ભણાવવું અર્થાત્ શિષ્યોને કાલિક કે ઉત્કાલિક સૂત્રના આલાવાઓ આપવા અથવા નિરવદ્ય (નિર્દોષ) ગ્રંથ (સૂત્ર) અને તેનો અર્થ અથવા સૂત્રાર્થ ઉભયનું પ્રદાન, એ ‘વાચના’ કહેવાય છે.
૦ પૃચ્છના-વાચનાને ગ્રહણ કરનાર શિષ્યે પણ સંશય થયે છતે ફરીથી પૂછવું જોઈએ. એ પ્રમાણે પૂર્વે ભણેલ સૂત્ર આદિનો શંકા આદિ હોઈ પ્રશ્ન, એ ‘પૃચ્છના’ કહેવાય છે. અર્થાત્ પોતાની ઉન્નતિ, બીજા પર ઠગાઈ, ઉપહાસ, સંઘોષ (મોટો અવાજ), પ્રહસન આદિથી વર્જિત થઈ, સંશયના ઉન્મૂલન માટે અથવા નિશ્ચયની દૃઢતા માટે બીજા પ્રત્યે પ્રશ્ન, એ ‘પૃચ્છના.’
૦ પરાવર્તના-પૂછીને વિશોધિત કરેલ સૂત્ર આદિ ભૂલાઈ ન જાય, માટે તે સૂત્ર આદિનું દ્રુત (જલ્દી) વિલમ્બિત (ધીમે ધીમે) આદિ દોષોથી શૂન્ય ઘોષ આદિ ગુણોથી વિશુદ્ધ (વર્ણના ઉચ્ચારપૂર્વક) ગુણવુંવિશિષ્ટ અભ્યાસ-પારાયણ, તે ‘પરાવર્તના' કહેવાય છે.
૦ અનુપ્રેક્ષા-સૂત્રની માફક અર્થમાં વિસ્મરણનો સંભવ હોઈ, તે અર્થનું મનથી ચિંતન કરવું, એ ‘અનુપ્રેક્ષા’ કહેવાય છે.
૦ ધર્મકથા-આ પ્રમાણે શ્રુત અભ્યાસીએ શ્રુતરૂપ (ચારિત્રરૂપ) ધર્મનું કરેલ વ્યાખ્યાન, એ ‘ધર્મકથા' કહેવાય છે.
૦
આ સ્વાધ્યાયનું ફળ, પ્રજ્ઞાનોઅતિશય, પ્રશસ્ત, અધ્યવસાય, પ્રવચનમાં સ્થિરતા, સંશયનો ઉચ્છેદ, પરવાદી શંકાનો નિરાસ, ૫૨મ (ઉત્કૃષ્ટ) સંવેગ, તપની વૃદ્ધિ, અતિચારોની વિશુદ્ધિ વગેરે છે. ઇતિ.
अधुना ध्यानस्वरूपमभिधत्ते
चेतसो योगनिरोधपूर्वकैकविषयस्थिरतापादनं ध्यानं, योगनिरोधः केवलिनां ध्यानम् ।२९।
चेतस इति । ध्यानशब्दो विवक्षाभेदेन भावकर्तृकरणसाधनः, तत्र ध्येयं प्रत्यव्यावृत्तस्य भावमात्रेणाभिधाने ध्यातिर्ध्यानमिति भावसाधनः ध्यायतीति ध्यानं बाहुलकल्युट्प्रत्ययेन कर्त्तृसाधनः । करणप्रशंसापरायामभिधानप्रवृत्तौ समीक्षितायां यथा साध्वसि: छ प्रयोक्तृनिर्वर्त्ययोस्सतोरप्युद्यमननिपतनतंत्रत्वाच्छेदनस्यासौ कर्त्तृधर्माध्यारोपः क्रियते तथा दिध्यासोरप्यात्मनः ज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषतंत्रत्वाद् ध्यानादिपरिणामस्य
-