________________
સૂત્ર - ૨૮-૧૨-૨૦, મમ: શિર :
૦ વળી જો નિશ્ચિત્ત હોય કે-અમુક શબ્દ આદિ વિષયોના રાગ-દ્વેષમાં હું જ્યાં ગયો છું, ત્યાં યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ (તપને યોગ્ય પ્રાયશ્ચિત્ત) થાય છે, અને રાગ કે દ્વેષને પામ્યો નથી એવો નિશ્ચય હોય છે; ત્યાં તે શુદ્ધ જ છે. પ્રાયશ્ચિત્તવિષય (યોગ્ય) થતો નથી, એવો ભાવ છે.
विवेकं व्याख्यातिगृहीतवस्तुनोऽवगतदोषत्वे परित्यजनं विवेकः ।१९।
गहीतेति । यथाऽऽधाकर्मणि गृहीते परित्याग एव कृते शुद्धिमासादयति नाऽन्यथा, सोऽयं परित्यागो विवेकात्मकं प्रायश्चित्तमित्यर्थः । अशठभावेन साधुना सवितुरुद्गतादिभ्रमतो गृहीतमशनादिकं ततो भ्रमेऽपगते शठभावेनाऽशठभावेन वाऽर्धयोजनातिक्रमेण नीते आनीते वाऽशनादिके तत्र विवेक एव प्रायश्चित्तमितिभावः, अत्र शठ इन्द्रियमायाविकथाक्रीडादिभिः कर्म कुर्वन्, ग्लानभयादिकारणतस्त्वशठः ।।
વિવેક નામક પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ - ગ્રહણ કરેલ વસ્તુમાં દોષની ખબર પડતાં ગૃહીત વસ્તુનો ત્યાગ, એ વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
વિવેચન - જેમ કે-આધાકર્મવાળી વસ્તુ ગ્રહણ કર્યું છતે, તેનો ત્યાગ કર્યો છતે જ શુદ્ધિને મેળવે છે, અન્યથા નહીં. આ પરિત્યાગ “વિવેકરૂપ પ્રાયશ્ચિત્ત' છે, એવો અર્થ છે.
અશઠભાવવાળા સાધુએ, સૂર્ય ઉગ્યો છે ઇત્યાદિ ભ્રમથી ગ્રહણ કરેલ અશન આદિ છે. ત્યારબાદ તેમનો ભ્રમ દૂર થવાથી, શઠભાવથી કે અશઠભાવથી અર્ધા યોજનના અતિક્રમણથી લાવેલ કે આવેલ (મંગાવેલ) અશન આદિ વિષયમાં ત્યાં વિવેક જ પ્રાયશ્ચિત્ત છે, એવો ભાવ છે. અહીં શઠ એટલે ઇન્દ્રિયમાયા-વિકથા-ક્રીડા આદિથી કર્મ કરનારો “સઠ” કહેવાય છે. અશઠ તો ગ્લાન-ભય આદિ કારણે કર્મ કરનારો : કહેવાય છે.
व्युत्सर्गमभिधत्ते - गमनागमनादिषु विशिष्टचित्तैकाग्यपूर्वकं योगव्यापारपरित्यागो व्युत्सर्गः ।२०।
गमनागमनादिष्विति । विशिष्टचित्तैकाग्रतापूर्वकं योगव्यापारनिरोधः कायोत्सर्गापरनामा यः प्रायश्चित्तविशेषः प्राणातिपातादिसावद्यबहुले गमनागमनदुस्स्वप्ननौसन्तरणादिविषये भवति स व्युत्सर्ग इति भावः ॥
વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તભાવાર્થ - ગમન-આગમન આદિ નિમિત્ત હોય છતે, વિશિષ્ટ ચિત્તની એકાગ્રતાપૂર્વક યોગના વ્યાપારોનો પરિત્યાગ, એ “સુત્સર્ગ કહેવાય છે.