________________
५६६
तत्त्वन्यायविभाकरे
૦ સમિતિ વગેરે પ્રવચનમાતાઓને, સહસા કે અનાભોગથી (ઉપયોગ વગર) કોઈ પણ રીતે પ્રમાદ થવાથી અન્યથા અન્ય પ્રકારે) કરવામાં “મિચ્છા મિ દુક્કડમ' રૂપ પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કરાય છે, એવું તાત્પર્ય છે.
સિહસાકારથી કે અનુપયોગથી જો મનથી દુષ્ટ ચિંતવેલ, વચનથી દુષ્ટભાષિત, કાયાથી દુષ્ટ ચેષ્ટિત, જો કર્યામાં, કથા કહેતાં ચાલે, ભાષામાં પણ જો ગૃહસ્થભાષાથી કે ઢર સ્વરથી બોલે, એષણામાં ભક્તપાનની ગવેષણવેળામાં અનુપયોગી, ભાંડોપકરણને લેવા કે મૂકવામાં પ્રમાર્જન-પ્રત્યુપેક્ષણ વગરની જગ્યામાં ઉચ્ચાર આદિના પરિઝાપન કરનાર, હિંસા આદિ દોષને નહીં પામેલો તથા જયારે કામ કે હાસ્ય
સ્ત્રી-ભક્ત-ચોર-દેશની કથા કહેવી, ક્રોધ-માન-માયા-લોભમાં જવું. અથવા જ્યારે શબ્દ આદિ વિષયાસકિત થાય, ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનયાદિ નહિ કરવામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત થાય છે.]
मिश्रमाचष्टेउभयात्मकं मिश्रम् ॥१८॥
उभयात्मकमिति । आलोचनविशिष्टप्रतिक्रमणमित्यर्थः । यस्मिन् पुनः प्रतिसेविते यदि गुरुसमक्षमालोचयति आलोच्य गुरुसन्दिष्टः प्रतिक्रामति-पश्चाच्च मिथ्यादुष्कृतमिति ब्रूते तदा शुद्ध्यति तदालोचनप्रतिक्रमणलक्षणोभयार्हत्वान्मिश्र, नानाप्रकारान्, शब्दादीनिन्द्रियविषयीभूतान् विषयाननुभूय कस्यचिदेवं संशयस्स्याद्यथा शब्दादिषु विषयेषु रागद्वेषौ गतोऽहं नवेति ततस्तस्मिन् संशयविषये पूर्वं गुरूणां पुरत आलोचनं तदनन्तरं गुरुसमादेशेन मिथ्यादुष्कृतदानमित्येवंरूपं प्रायश्चित्तं भावयतो मिश्रं प्रतिपद्यते, यदि हि निश्चितं भवति यथाऽमुकेषु शब्दादिषु विषयेषु राग द्वेषं वा गत इति, तत्र तपोऽहं प्रायश्चित्तं, अथैवं निश्रयो न गतो रागं द्वेषं वेति तत्र स शुद्ध एव न प्रायश्चित्तविषय इति भावः ।।
મિશ્ર પ્રાયશ્ચિત્તભાવાર્થ - આલોચના-પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્ત, એ “મિશ્ર' કહેવાય છે. | વિવેચન - આલોચનવિશિષ્ટ પ્રતિક્રમણ મિશ્ર કહેવાય છે. વળી જેની વિરાધના કરેલી હોય છે, તેની ગુરુ સમક્ષ આલોચના કરે છે અને આલોચના કરીને ગુરુના આદેશને પામેલો પ્રતિક્રમણ કરે છે તથા પછીથી મિચ્છા મિ દુક્કડમ્'- એમ બોલે છે. આમ જયારે શુદ્ધ થાય છે, ત્યારે આલોચના-પ્રતિક્રમણરૂપ ઉભયને યોગ્ય હોવાથી ‘
મિશ્ર પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. '૦ નાના (અનેક) પ્રકારવાળા ઇન્દ્રિયના વિષયભૂત થયેલ શબ્દ આદિ વિષયોને અનુભવીને પણ, કોઈકને આ પ્રમાણે સંશય થાય છે કે-શબ્દ આદિ વિષયો પ્રત્યે રાગ-દ્વેષને હું પામ્યો કે નહીં? ત્યારબાદ તે સંશયના વિષયમાં પહેલાં ગુરુઓની આગળ આલોચના અને બાદ ગુરુનો આદેશ મળવાથી “મિચ્છા મિ દુક્કડમ્... દેવારૂપ પ્રાયશ્ચિત્ત કરનારને ‘મિશ્ર પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.