________________
५५४
तत्त्वन्यायविभाकरे मरणमिङ्गिनी, इयञ्च यः प्रव्रज्यादिप्रतिपत्तिक्रमेणैवाऽऽयुषः परिहाणिमवबुध्याऽऽत्तनिजोपकरणः स्थावरजङ्गमप्राणिविवर्जितस्थंडिलशायी एकाकीकृतचतुर्विधप्रत्याख्यानश्छायाया उष्णमुष्णाच्छायां संक्रामन् सचेष्टः सम्यग्ज्ञानपरायणः प्राणाञ्जहाति तस्य बोध्यम् । गच्छान्तर्वर्ती सन् कदाचित्रिविधस्य कदाचिच्चतुर्विधस्य पर्यन्ते च सर्वथाऽऽहारप्रत्याख्यानं कुर्वन् समाश्रितमृदुसंस्तारक उत्सृष्टशरीरोपकरणममत्वस्स्वयमेवोद्ग्राहितनमस्कारो निकटवर्तिसाधुदत्तनमस्कारो वोद्वर्त्तनपरिवर्तनादिकं कुर्वाणस्समाधिना यत्कालं करोति तद्भक्तप्रत्याख्यानम्, एवमेवाऽनशनं विविच्य शास्त्रोक्तं विज्ञेयम्, तथा चेत्वरयावज्जीवान्यतरस्वरूपाहारपरित्यागोऽनशनमिति માવ: ||
અનશન તપનું લક્ષણભાવાર્થ - ઇત્વર (થોડા કાળ સુધી) કે વાવજીવ (જાવજજીવ સુધી) આહારનો પરિત્યાગ, એ અનશન તપ' કહેવાય છે.
વિવેચન - ઇત્વર એટલે પરિમિત કાળવાળું. જેમ કે-નમસ્કાર સહિત (અત્યંત ઇત્વ નવકારસી પચ્ચખાણ, ઇત્વર એક ઉપવાસ) નવકારસી-એક ઉપવાસ આદિથી માંડી શ્રી મહાવીરસ્વામિજીના તીર્થમાં છ (૬) મહિનાના ઉપવાસ સુધીનું, શ્રી ઋષભદેવસ્વામિના તીર્થમાં બાર (૧૨) મહિનાના ઉપવાસ સુધીનું, બાવીશ (૨૨) મધ્યમ તીર્થકરોના તીર્થમાં આઠ (૮) મહિનાનો ઉપવાસ સુધીનું તપ “ઇલ્વર બાહ્ય અનશન તપ' કહેવાય છે.
૦ યાવજીવક અનશન, એ પાદપોપગમન [ઇંગિની-ભક્ત પ્રત્યાખ્યાનના ભેદથી ત્રણ પ્રકારનું છે. પાદપોપગમન અવિચારરૂપ છે અને ઇંગિની તથા ભક્તપ્રત્યાખ્યાન એ બે સવિચાર છે. કાય સંબંધી ચેષ્ટાની સાથે વર્તતું હોવાથી “સવિચાર' અનશન કહેવાય છે અને કાય સંબંધી ચેષ્ટાથી રહિત હોવાથી “અવિચાર” અનશન કહેવાય છે. ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાન અનશન તેલમાલિશ વગેરે રૂપ (સેવાની સાથે વર્તતું) હોવાથી “સપરિકર્મ કહેવાય છે, કેમ કે એક જગ્યાએ પોતે કરેલ કે બીજાએ કરેલ, બીજે સ્થાને તો પોતે કરેલ ઉદ્વર્તન (ઉવરણું-તેલમાલિશ વગેરે) આદિરૂપ ચેષ્ટારૂપ પરિકર્મનું વિધાન-અનુજ્ઞા છે. પાદપોપગમનરૂપ અનશન “અપરિકર્મ કહેવાય છે, કેમ કે-પરિકર્મ (સેવા-શરીરસંસ્કારશુદ્ધિ) રહિતતાનું જ ત્યાં કથન છે.]
૦ ત્યાં પ્રથમ પાદપોપગમન અનશન પણ નિર્ભાધાત અને સત્યાઘાતના ભેદથી બે પ્રકારનું છે. નિર્વાઘાત-પ્રવ્રયાશિક્ષાપદ આદિના ક્રમથી (વિધિથી) જરાથી જર્જરિત શરીરવાળાનું ચાર પ્રકારના આહારના પચ્ચકખાણપૂર્વક, જંતુ વગરના સ્થાનના આશ્રયે, પાદપ એટલે વૃક્ષની માફક એક જે પડખે પ્રશસ્ત ધ્યાનને ધારીને નિષ્કપાણાએ પ્રાણોના નિર્ગમન (નીકળવા) સુધી રહેવું, તે “નિર્ભાધાત પાદપોપગમન અનશન' કહેવાય છે.