________________
५४४
तत्त्वन्यायविभाकरे
૦ ‘ઇતિ’ ઇતિ. સઘળે ઇતિ શબ્દ તે તે દ્વારની સમાપ્તિનો સૂચક છે, એમ જાણવું. આ પ્રમાણે સંક્ષેપથી દ્વારો કહે છે.
વળી આ પ્રમાણે જ આશ્રવના દોષના અવલેપના અભાવના સાધનભૂત, ક્રિયાવાન્ પણ ચારિત્રકુશલના પ્રાયઃ કર્મના આગમનના દ્વારરૂપ આશ્રવના સંવરણરૂપે સંવર દિશા માત્રથી નિરૂપણ કરેલ છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં ‘સંવરનિરૂપણ’ નામનું સાતમું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં સાતમુ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
• ઇતિ સાતમું કિરણ –