________________
सूत्र ૮૧-૧૦, સક્ષમ: નિ:
५३९
असंख्यातभागेष्विति, मथिकरणकाले बहोर्लोकस्य व्याप्तत्वेन स्तोकस्य चाव्याप्ततयोक्तत्वाल्लोकस्यासंख्येयेषु भागेषु वर्त्तत इति भावः । लोकाऽऽपूरणे च सर्वलोके वर्त्तत इत्याह केवलीति ॥
(૩૩) ક્ષેત્રદ્વાર
ભાવાર્થ સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક અને સૂક્ષ્મસંપરાય સંયતો લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. યથાખ્યાત સંયત તો, અસંખ્યાતમાં ભાગમાં અને અસંખ્યાત ભાગોમાં કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ સર્વલોકમાં વ્યાપ્ત થાય છે. ઇતિ.
-
વિવેચન – ક્ષેત્ર એટલે અવગાહના (રહેવાનું) ક્ષેત્ર. તેની અપેક્ષાએ વિચારતાં, સામાયિક આદિ ચાર (૪) સંયતો લોકના અસંખ્યાત ભાગમાં અવગાહ કરનાર હોવાથી અસંખ્યાત ભાગમાં હોય છે. તથાચ અસંખ્યાત (મા) ભાગમાં અને અસંખ્યાત ભાગોમાં હોય છે, પરંતુ સંખ્યાત (મા) ભાગમાં અથવા સંખ્યાતા ભાગોમાં અને સર્વલોકમાં હોતા (રહેતા) નથી, એવો ભાવ છે.
૦ ‘અસંખ્યાત ભાગ’ ઇતિયથાખ્યાત સંયત તો, કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ અસંખ્યાત (મા) ભાગમાં વર્તે છે, કેમ કે-દંડ-કપાટ કરવાના કાળમાં લોકના અસંખ્યાત ભાગમાં વર્તે છે, એવો ભાવ છે. ‘અસંખ્યાત ભાગેષુ' ઇતિ=મંથાન-દંડ-૨વૈયાના કરવાના કાળમાં ઘણા લોકમાં વ્યાપ્ત હોવાથી, થોડા લોકમાં અવ્યાપ્ત હોવાથી કહેલું છે કે-‘લોકના અસંખ્યાતા ભાગોમાં વર્તે છે,’ એમ ભાવ છે.
વળી લોકને ચારેય બાજુથી પૂરવામાં સર્વલોકમાં વર્તે છે.
स्पर्शनाद्वारमाचष्टे
स्पर्शनाद्वारे- सामायिकादयो यावत्सु भागेषु लोकस्य स्युस्ते तावतो भागान् स्पृशेयुः । समीपतरवर्त्तिपार्श्वभागस्पर्शनेन च किञ्चिदधिकानपीति । ९० ।
स्पर्शनाद्वार इति । येषां यथावगाहना उक्तास्तथा तेषां स्पर्शना अपीत्याह सामायिकादय इति । तत्रापि किञ्चिद्विशेषमाह समीपतरेति । क्षेत्रमवगाहनाविषयं स्पर्शना त्ववगाढक्षेत्रस्य तत्पार्श्वतरवर्त्तिनश्चेत्येतयोर्विशेषः ॥
(૩૪) સ્પર્શનાદ્વાર
ભાવાર્થ - સામાયિક આદિ લોકના જેટલા ભાગોમાં વર્તે છે, તેઓ તેટલા ભાગોને સ્પર્શે છે. વળી સમીપતરવર્તી બાજુના ભાગનો સ્પર્શ થવાથી કાંઈક અધિક ભાગોને પણ સ્પર્શે છે. ઇતિ.
વિવેચન – જે સામાયિક આદિની જેવી રીતે અવગાહના કહેલી છે, તે પ્રકારે તેઓની સ્પર્શના પણ છે.
-
ત્યાં પણ કાંઈક વિશેષને કહે છે કે-‘સમીપત'. ઇતિ=ક્ષેત્ર અવગાહના વિષયવાળું છે અને સ્પર્શના તો અવગાઢ ક્ષેત્રની અને તે અવગાઢ ક્ષેત્રના સમીપતરવર્તી ભાગની સ્પર્શના છે, માટે ક્ષેત્ર અને સ્પર્શનાદ્વા૨માં વિશેષ-ભેદ છે.